AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Laundering Act: ધરપકડ, દરોડા, સમન્સ સહિત EDના તમામ અધિકારો યોગ્ય, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) પર મોટો નિર્ણય સંભળાવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયેલા કેસમાં ફસાયેલા લોકોને આંચકો આપતા સુપ્રીમ કોર્ટે પીએમએલએ એક્ટની વિવિધ જોગવાઈઓને પડકારતી અરજીઓ ફગાવી દીધી છે.

Money Laundering Act: ધરપકડ, દરોડા, સમન્સ સહિત EDના તમામ અધિકારો યોગ્ય, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
Supreme Court and Enforcement Directorate
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 11:55 AM
Share

સુપ્રીમ કોર્ટે (Supreme Court) પીએમએલએ એક્ટમાં (PMLA  Act) EDને ધરપકડ કરવા, દરોડા પાડવા, સમન્સ પાઠવવા, સંબધિતોનુ નિવેદન લેવા સહિતની તમામ સત્તાઓને યથાવત રાખી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન (Enforcement Directorate) રિપોર્ટ (ECIR) ને FIR સાથે જોડી શકાય નહીં. ઈસીઆઈઆરની નકલ આરોપીને આપવી જરૂરી નથી. ધરપકડ દરમિયાન કારણો જાહેર કરવા માટે તે પૂરતું છે. કોર્ટે કહ્યું છે કે ED સમક્ષ આપવામાં આવેલ નિવેદન એ પુરાવા છે. હકીકતમાં, પીએમએલએની કેટલીક જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી 100 થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં EDની સત્તા, ધરપકડનો અધિકાર, સાક્ષીઓને બોલાવવાની રીત અને સંપત્તિ જપ્ત કરવાની અને જામીન પ્રક્રિયાને પડકારવામાં આવી હતી. આ અરજીઓ કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમ, એનસીપી નેતા અનિલ દેશમુખ અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવી હતી.

એજન્સી CrPC ને અનુસરવા માટે બંધાયેલી હોવી જોઈએ

અરજીઓમાં એવી દલીલ કરવામાં આવી હતી કે પીએમએલએ એક્ટ હેઠળ ધરપકડ, જામીન, સંપત્તિ જપ્ત કરવાની સત્તા સીઆરપીસીના કાર્યક્ષેત્રની બહાર છે. આ કાયદાની ઘણી જોગવાઈઓ ગેરબંધારણીય છે, કારણ કે કોગ્નિઝેબલ ગુનાની તપાસ અને ટ્રાયલ માટેની પ્રક્રિયા અનુસરવામાં આવતી નથી. અરજીઓમાં કહેવામાં આવ્યું હતુ કે તપાસ એજન્સી તપાસ કરતી વખતે CrPCનું પાલન કરવા માટે બંધાયેલી હોવી જોઈએ. આ કેસમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી સહિત અનેક વકીલોએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયથી રાહુલ-સોનિયા ગાંધીને રાહત નહી

સુપ્રીમ કોર્ટે આજે પીએમએલએ એક્ટમાં EDને ધરપકડ કરવા, દરોડા પાડવા, સમન્સ પાઠવવા, સંબધિતોનુ નિવેદન લેવા સહિતની તમામ સત્તાઓને યથાવત રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના પગલે, નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરાઈ રહી છે. તેમાં કોઈ પ્રકારે રાહત મળી શકશે નહી.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">