AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વસ્તી મુદ્દે દેશમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન મોહન ભાગવતનું મોટુ નિવેદન, કહ્યું ખોરાક ખાવો અને વસ્તી વધારવી એ તો પ્રાણી પણ કરે છે

હાલમાં દેશમાં વસ્તીને લઈને ચર્ચા ચાલી રહી છે. થોડા દિવસો પહેલા યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં ભારત વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દેશે. આવી સ્થિતિમાં RSS વડા મોહન ભાગવતનું નિવેદન ઘણું બધું કહી જાય છે. સમગ્ર વિશ્વમાં માત્ર ચીન જ વસ્તીના મામલે ભારતથી આગળ છે.

વસ્તી મુદ્દે દેશમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન મોહન ભાગવતનું મોટુ નિવેદન, કહ્યું ખોરાક ખાવો અને વસ્તી વધારવી એ તો પ્રાણી પણ કરે છે
Mohan Bhagwa (file photo)Image Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 9:07 AM
Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (Rashtriya Swayamsevak Sangh) વડા મોહન ભાગવતે (Mohan Bhagwat) બુધવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે માત્ર જીવિત રહેવું એ માણસના જીવનનું લક્ષ્ય ના હોવું જોઈએ. મનુષ્યની ઘણી બધી ફરજો છે જે તેણે સમયાંતરે નિભાવતા રહેવું જોઈએ. માત્ર ખોરાક ખાવો અને વસ્તી વધારવી એ માનવીનુ કામ નથી.આવુ તો પ્રાણીઓ પણ કામ કરે છે. જો માણસ પાસે બુદ્ધિ ના હોત, તો તે પૃથ્વી પરનો સૌથી નબળો પ્રાણી હોત. જે શક્તિશાળી છે તે જીવન જીવશે, તે જંગલનો નિયમ છે, પરંતુ માનવીઓનું અર્થઘટન છે કે જે યોગ્ય છે તે બીજાને જીવવામાં મદદ કરશે. મોહન ભાગવત અહીં માનવ ઉત્કૃષ્ટતા માટે શ્રી સત્ય સાંઈ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.

પોતાના સંબોધન દરમિયાન મોહન ભાગવતે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. નોંધનીય છે કે આ સમયે દેશમાં વસ્તીને લઈને ચર્ચા ચાલી રહી છે. થોડા દિવસો પહેલા યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં ભારત વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દેશે. આવી સ્થિતિમાં મોહન ભાગવતનું નિવેદન ઘણું બધું કહી જાય છે. પોતાના સંબોધનમાં તેમણે દેશની વધતી જતી વસ્તી પર સીધી વાત નથી કરી, પરંતુ મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનો તફાવત સમજાવીને મોટો સંદેશ આપ્યો છે.

મોહન ભાગવતે એમ પણ કહ્યું કે દેશમાં અત્યારે જે વિકાસ જોવા મળી રહ્યો છે, તેનો પાયો 1857માં નાખવામાં આવ્યો હતો અને બાદમાં સ્વામી વિવેકાનંદે પોતાના સિદ્ધાંતો સાથે તેને આગળ વધાર્યો હતો. તેમણે કહ્યું કે જો તમારી ભાષા અલગ હોય તો વિવાદ થાય છે. ધર્મ જુદો હોય તો વિવાદ થાય. જો તમારો દેશ બીજા નંબરે છે તો વિવાદ છે. પર્યાવરણ અને વિકાસ વચ્ચે હંમેશા સંઘર્ષ રહ્યો છે. આવી સ્થિતિમાં, છેલ્લા 1 હજાર વર્ષમાં, આ વિશ્વનો વિકાસ આવી જ રીતે થયો છે.

g clip-path="url(#clip0_868_265)">