Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“મે એમને શપથ સમારોહમાં બોલાવ્યા, શાંતિના પ્રયાસો માટે હું પોતે લાહોર ગયો, પરંતુ… ” – PM મોદી

પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્તમાં જણાવ્યુ કે દુનિયામાં ક્યાંય પણ આતંકવાદની ઘટના ઘટે છે તો ક્યાંકને ક્યાંક પાકિસ્તાનનું કનેક્શન સામે આવે જ છે. તેમણે કહ્યુ કે અમેરિકામાં 9/11નો મોટો હુમલો થયો. તેનો મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં આશ્રય લઈને બેઠો હતો. દુનિયા ઓળખી ગઈ છે કે પાકિસ્તાન પરેશાનીનું એપીસેન્ટર બની ચુક્યુ છે.

મે એમને શપથ સમારોહમાં બોલાવ્યા, શાંતિના પ્રયાસો માટે હું પોતે લાહોર ગયો, પરંતુ...  - PM મોદી
Follow Us:
| Updated on: Mar 16, 2025 | 8:59 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથે વાત કરી. આ દરમિયાન તેમણે ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધો ને લગતા સવાલોના પણ જવાબ આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે 1947 પહેલા દરેક વ્યક્તિ આઝાદી માટે ખભે ખભા મિલાવીને લડતા હતા. તે સમયે જે પણ નીતિનિર્માતાઓ હતા તેમણે ભારતના ભાગલાનો સ્વીકાર કર્યો. ભારતના લોકોએ દિલ પર પથ્થર મુકીને ખૂબ પીડા સાથે એ સ્વીકારી પણ લીધુ કે મુસ્લિમોને તેનો અલગ દેશ જોઈએ છે તો આપી દો. પરંતુ તેના પરિણામો પણ તરત જ સામે આવ્યા. લાખો લોકો એ દરમિયાન કત્લેઆમમાં મૃત્યુ પામ્યા.પાકિસ્તાનથી લાશો ભરી-ભરીને ટ્રેનો આવવા લાગી. એ ખૂબ ભયાનક દૃશ્યો હતો. પરંતુ પાકિસ્તાને ભારતનો આભાર માની, સુખ-શાંતિથી જીવવાને બદલે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો. હવે પ્રોક્સી વોર ચાલી રહ્યુ છે. આ કોઈ વિચારધારા નથી, આતંકવાદીઓને એક્સપોર્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે.

પીએમ મોદીએ પોડકાસ્ટમાં કહ્યું કે દુનિયામાં જ્યાં પણ આતંકવાદની ઘટના બને છે તો ક્યાંકને ક્યાંક પાકિસ્તાનનું કનેક્શન સામે આવે છે. તેમણે કહ્યું કે અમેરિકામાં 9/11ની મોટી ઘટના બની છે. તેનો મુખ્ય માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં આશ્રય લઈ રહ્યો હતો. દુનિયાએ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કેન્દ્ર બની ગયું છે.

‘દર વખતે સારા પ્રયાસોનું પરિણામ નકારાત્મક નીકળ્યું’

વડાપ્રધાન મોદીએ તેમની ત્રણ કલાકથી વધુ સમયની વાતચીતમાં કહ્યું કે અમે સતત કહી રહ્યા છીએ કે આપ આતંકવાદનો માર્ગ છોડી દો, આ સરકારી આતંકવાદ છે જેને બંધ થવો જોઈએ. બધું આતંકવાદીઓના હાથમાં છોડી દેવામાં આવ્યું છે, આનાથી કોનુ ભલુ થશે? તેમણે કહ્યું કે શાંતિના પ્રયાસો માટે હું પોતે લાહોર ગયો હતો.મારા વડાપ્રધાન બન્યા પછી, મેં મારા શપથગ્રહણ સમારોહમાં પાકિસ્તાનને સ્પેશ્યિલ ઈન્વાઈટ કર્યુ હતુ. જેથી એક શુભ શરૂઆત થઈ શકે. પરંતુ દરેક વખતે સારા પ્રયત્નોનું પરિણામ નકારાત્મક આવ્યું. અમે આશા રાખીએ છીએ કે તેને સદ્દબુદ્ધિ મળે. ત્યાંના લોકો પણ આવું જીવન જીવવા નહીં માગતા હોય.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાના પ્રયાસો પર શું કહ્યું PM મોદીએ ?

પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાના પ્રયાસો પરના સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની સૌથી મોટી પહેલ મારા વડાપ્રધાન બનતાની સાથે જ તેમને શપથ સમારોહમાં આમંત્રિત કરવાની હતી. જે લોકો મને 2013 માં મને એ સવાલ પૂછતા હતા કે નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ શું હશે? અને જ્યારે તેઓએ એ સાંભળ્યુ કે મોદીએ સાર્ક દેશોના તમામ નેતાઓને આમંત્રણ આપ્યુ છે તો તેઓ ચોંકી ગયા હતા, પરંતુ પરિણામ બરાબર ન મળ્યુ.

પીએમ મોદીએ કહ્યું કે IND-PAKમાં કોની ક્રિકેટ ટીમ સારી ?

ભારત કે પાકિસ્તાનમાંથી કોની ક્રિકેટ ટીમ વધુ સારી છે, બંને ટીમો વચ્ચે જીયો પોલિટિકલ તણાવ પણ છે. તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે સ્પોર્ટ્સ સમગ્ર વિશ્વમાં ઊર્જા ભરવાનું કામ કે છે. ખેલ ભાવના વિશ્વને એકસાથે જોડવાનું કામ કરે છે, તેથી હું સ્પોર્ટ્સને બદનામ થતું જોવાનું પસંદ નહીં કરું, હું રમતગમતને માનવ વિકાસની યાત્રાનો મહત્વપૂર્ણ હિસ્સો ગણુ છુ.જો આપણે વાત કરીએ કે કોણ સારું અને કોણ ખરાબ છે. તો રમતની ટેકનિકની વાત કરીએ તો હું તેમાં નિષ્ણાત નથી. જેઓ તેની ટેક્નિક જાણે છે તેઓ જ કહી શકે કે કોની રમત વધુ સારી છે. પરંતુ કેટલાક પરિણામો પરથી ખબર પડે છે, જે દર્શાવે છે કે ભારત-પાકિસ્તાનની મેચ થોડા દિવસો પહેલા જ થઈ હતી. તેનુ જે પરિણામ આવ્યું તે જ દર્શાવે છે કે કઈ ટીમ વધુ સારી છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">