AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Session Of Parliament: સંસદના ચોમાસુ સત્રના 17 દિવસમાં 21 બિલ પાસ કરાવવાની તૈયારી, દિલ્હીના ભવિષ્યને લઈને બિલ લાવવાની તૈયારી

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમમાં એલજીની વિવેકાધીન સત્તા વધારવાની વાત કહેવામાં આવી હતી. જેમાં નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓર્ગેનાઈઝેશન દ્વારા અધિકારીઓની બદલી, પોસ્ટિંગ સહિતની તકેદારી અને આકસ્મિક બાબતોનો સામનો કરવાનું કહેવામાં આવ્યું હતું.

Monsoon Session Of Parliament: સંસદના ચોમાસુ સત્રના 17 દિવસમાં 21 બિલ પાસ કરાવવાની તૈયારી, દિલ્હીના ભવિષ્યને લઈને બિલ લાવવાની તૈયારી
Parliament (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 11:03 PM

Monsoon Session Of Parliament: સંસદનું ચોમાસુ સત્ર (Monsoon Session) 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતના ચોમાસુ સત્રનો કાર્યકાળ 17 દિવસનો છે, જેમાં સરકાર દ્વારા 21 બિલ રજૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ સત્રમાં પસાર થયેલા બિલમાં નેશનલ કેપિટલ ટેરિટરી દિલ્હી એમેન્ડમેન્ટ બિલ, ડેટા પ્રોટેક્શન બિલ અને જમ્મુ અને કાશ્મીર રિઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ મહત્ત્વપૂર્ણ છે. આ તમામ બિલો પર છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચા થઈ રહી છે.

દિલ્હીના ભવિષ્યને લઈને બિલ લાવવાની તૈયારી

રાજકીય રીતે નેશનલ કેપિટલ ટેરિટરી દિલ્હી એમેન્ડમેન્ટ બિલ, દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે તણાવનું કારણ બની ગયું છે. ગૃહમાં આ બિલ પસાર થયા પછી તે દિલ્હી સેવા અધ્યાદેશ 2023નું સ્થાન લેશે અને કેન્દ્ર સરકાર દિલ્હી સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવાની સત્તા જાળવી શકે છે. હકીકતમાં 19 મેના રોજ કેન્દ્ર સરકાર એક વટહુકમ લાવ્યુ હતુ, જે દિલ્હી સરકારમાં કામ કરતા અધિકારીઓની બદલી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની સેવાઓમાં અધિકારીઓની પોસ્ટિંગના મુદ્દે વટહુકમ દ્વારા સત્તા પોતાની પાસે રાખવાની જોગવાઈ કરી હતી.

આ પણ વાંચો: Mumbai Rain Breaking: વરસાદને લઈ મુંબઈમાં રેડ એલર્ટ, થાણે, નવી મુંબઈ, રાયગઢ, પાલઘરમા હવામાન વિભાગે કરી અતિભારે વરસાદની આગાહી

IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ
પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો
Jioનો સૌથી સસ્તો મંથલી પ્લાન ! અનલિમિટેડ કોલ્સ, ડેટા અને SMSના લાભ

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમમાં એલજીની વિવેકાધીન સત્તા વધારવાની વાત કહેવામાં આવી હતી. જેમાં નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓર્ગેનાઈઝેશન દ્વારા અધિકારીઓની બદલી, પોસ્ટિંગ સહિતની તકેદારી અને આકસ્મિક બાબતોનો સામનો કરવાનું કહેવામાં આવ્યું હતું.

આટલું જ નહીં, દિલ્હીના મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ ગૃહની ટીમ સહિત સીએમને સંયુક્ત રીતે અધ્યાદેશમાં સિવિલ સર્વિસ ઓથોરિટીના વડા તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. દિલ્હીના મુખ્ય સચિવને સેવાઓના મુદ્દા પર દિલ્હીના એલજીને સલાહ આપવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા.

દિલ્હી સરકારે વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

કેન્દ્ર સરકારના વટહુકમની કાયદેસરતાથી નારાજ દિલ્હી સરકારે તેને સહકારી સંઘવાદની વિરુદ્ધ ગણાવીને દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હી સરકારના કહેવા પ્રમાણે વટહુકમને કારણે સરકારના શાસનની પ્રક્રિયાને અસર થશે અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો બગડશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની અરજી પર સુનાવણીની તારીખ 20મી જુલાઈ એટલે કે ગુરુવારે નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસુ સત્ર ગુરુવારથી જ શરૂ થવા જઈ રહ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">