નાગરિકતા સંશોધન બિલ: નાગરિકતાના શું છે નિયમ? જાણો સરકાર શું ફેરફાર કરવા જઈ રહી છે

કલમ 370, NRC પછી હવે મોદી સરકારે એક મોટું પગલું ભર્યુ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યુ. આ બિલ હેઠળ દેશમાં આવેલા શરણાર્થીઓને મળનારી નાગરિકતાને લઈ નિયમ બદલાઈ જશે. કેન્દ્ર સરકારના આ કાયદાનો વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે અને આ બિલને ભારતના મૂળ નિયમોની વિરૂદ્ધ જણાવી રહી છે. જાણો નાગરિક […]

નાગરિકતા સંશોધન બિલ: નાગરિકતાના શું છે નિયમ? જાણો સરકાર શું ફેરફાર કરવા જઈ રહી છે
Follow Us:
| Updated on: Dec 09, 2019 | 8:38 AM

કલમ 370, NRC પછી હવે મોદી સરકારે એક મોટું પગલું ભર્યુ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યુ. આ બિલ હેઠળ દેશમાં આવેલા શરણાર્થીઓને મળનારી નાગરિકતાને લઈ નિયમ બદલાઈ જશે. કેન્દ્ર સરકારના આ કાયદાનો વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે અને આ બિલને ભારતના મૂળ નિયમોની વિરૂદ્ધ જણાવી રહી છે.

modi government citizen amendment bill details in 10 points nagrikta na shu che niyam jano sarkar shu ferfar karva jai rahi che

જાણો નાગરિક સંશોધન બિલથી જોડાયેલી 10 વાતો

1. મોદી સરકાર જે નવું બિલ લાવી રહી છે, તેને નાગરિક સંશોધન બિલ 2019 નામ આપ્યું છે. આ બિલ આવવાથી સિટિઝન એક્ટ 1955માં ફેરફાર થશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

2. મોદી સરકારના આ બિલ હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનથી આવનારા હિન્દુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ સમુદાયના શરર્ણાથીઓને ભારતની નાગરિકતા આપવાની વાત કહેવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

3. તેની સાથે જ આ તમામ શરણાર્થીઓને ભારતમાં ગેરકાયદેસર નાગરિક તરીકે ગણવામાં આવશે નહીં. હાલમાં કાયદા હેઠળ ભારતમાં ગેરકાયદેસર રીતથી આવેલા લોકોને તેમના દેશમાં પરત મોકલવા કે પછી કસ્ટડીમાં લેવાની વાત છે.

4. આ તમામ શરણાર્થીઓને ભારતમાં હવે નાગરિકતા લેવા માટે ઓછામાં ઓછા 6 વર્ષનો સમય પસાર કરવો પડશે. પહેલા આ સમયમર્યાદા 11 વર્ષ માટે હતી.

5. અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમના ઈનર લાઈન પરમિટ એરિયાને આ બિલથી બહાર રાખવામાં આવ્યા છે. તે સિવાય આ બિલ નોર્થ ઈસ્ટના છઠ્ઠા શેડ્યુલનો પણ બચાવ કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

6. નવા કાયદા મુજબ અફઘાનિસ્તાન-બાંગ્લાદેશ-પાકિસ્તાનથી આવેલા કોઈ પણ હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, ઈસાઈ નાગરિક જે 31 ડિસેમ્બર 2014થી પહેલા ભારતમાં આવેલા હોય, તેને ગેરકાયદેસર નાગરિક નહીં માનવામાં આવે.

7. તેમાંથી જે પણ નાગરિક OCI હોલ્ડર છે. જો તેમને કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યુ છે તો તેને એક વખત તેમની વાત મુકવાની તક આપવામાં આવશે.

8. આ બિલનો વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે અને ભારતના બંધારણનું ઉલ્લંઘન જણાવી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે કેન્દ્ર સરકાર જે બિલ લાવી રહ્યું છે, તે દેશમાં ધર્મના આધારે વિતરણ કરશે, જે સમાનતાના અધિકારની વિરુદ્ધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

9. ઉત્તર-પૂર્વમાં બિલનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે, ઉત્તર-પૂર્વના લોકોનું માનવું છે કે બાંગ્લાદેશથી વધારેમાં વધારે હિન્દુ આવીને અસમ, અરૂણાચલ, મણિપુર જેવા રાજ્યોમાં આવીને વસવાટ કરે છે. ઉત્તર-પૂર્વના રાજ્યો માટે સારૂ રહેશે નહીં. ઉત્તર-પૂર્વમાં ઘણા વિદ્યાર્થી સંગઠન, રાજકીય પાર્ટીઓ આ બિલના વિરોધમાં છે.

10. NDAમાં ભાજપની સાથી પાર્ટી અસમ ગણ પરિષદે પણ આ બિલનો વિરોધ કર્યો છે. બિલ લોકસભામાં આવવા પર તે ગઠબંધનથી અલગ થયા હતા. ત્યારે કાર્યકાલ પુરો થવા પર જ્યારે બિલ ખત્મ થયું તો તે પાર્ટીમાં પરત જોડાયા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">