આ શું ? ટ્રેનમાં ચડ્ડી-બનિયાનમાં ફરવા લાગ્યા MLA ! યાત્રા દરમ્યાન યાત્રીઓ સાથે ગેરવર્તનનો પણ લાગ્યો આરોપ

એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં MLA અન્ડરવેર અને ગંજી પહેરીને ટ્રેનમાં આંટા-ફેરા કરી રહ્યા છે.

આ શું ? ટ્રેનમાં ચડ્ડી-બનિયાનમાં ફરવા લાગ્યા MLA ! યાત્રા દરમ્યાન યાત્રીઓ સાથે ગેરવર્તનનો પણ લાગ્યો આરોપ
જેડીયુના ધારાસભ્ય નરેન્દ્ર કુમાર ઉર્ફે ગોપાલ મંડલ

ભાગલપુરના ગોપાલપુરના જેડીયુ ધારાસભ્ય (JDU MLA) ગોપાલ મંડલ (Gopal Mandal), જેઓ તેમના નિવેદનો માટે ચર્ચાઓમાં છે. આ વખતે તેમની હરકતોને કારણેથી ચર્ચામાં આવ્યા છે. તેની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે અન્ડરવેર અને ગંજી પહેરીને ટ્રેનમાં આંટા-ફેરા કરી રહ્યા છે. તે મુસાફરો સાથે અભદ્ર વર્તન અને મારપીટના આરોપોનો પણ સામનો કરી રહ્યા છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે.

મળતી માહિતી મુજબ જેડીયુના ધારાસભ્ય નરેન્દ્ર કુમાર ઉર્ફે ગોપાલ મંડલ ગુરુવારે રાત્રે પટના-નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસના (Tejas Express) એ -1 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે પટના (Patna) થી ટ્રેન ઉપડી ત્યારે બધું બરાબર હતું. ટ્રેન કોઈલવર પાર કર્યા બાદ ધારાસભ્યએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું.

ટ્રેનમાં મહિલાઓ પણ હતી. ટ્રેનમાં એક જ કોચમાં મુસાફરી કરતા મુસાફર પ્રહલાદ પાસવાને કહ્યું કે જ્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો કે ટ્રેનમાં મહિલાઓ પણ છે અને તમે જન પ્રતિનિધિ છો અને તમે આમ ન કરી શકો, તો તે ગોળી મારી દેવાની અને જોઈ લેવાની વાત કરવા લાગ્યા હતા.

આ દરમિયાન ગોપાલ મંડલે લોકો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. પ્રવાસીએ કહ્યું કે જેડીયુના ધારાસભ્ય સાથે વધુ ત્રણ લોકો હતા. કોઈએ તેમને સમજાવ્યા નહીં. જ્યારે મુસાફરો સાથે ઝઘડો થયો ત્યારે જેડીયુ ધારાસભ્ય સાથે આવેલા લોકોએ પાછળથી ગોપાલ મંડલને મનાવવાનું શરૂ કર્યું. સ્થળ પર પહોંચેલા TTE એ બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. GRP ઈન્સ્પેક્ટર અશોક કુમાર દુબે અને RPF ઈન્સ્પેક્ટર સંજીવ કુમારે જણાવ્યું કે બંને તરફથી કોઈએ કોઈ ફરિયાદ કરી નથી.

રાજીનામાની કરવી જોઈએ માગ
આ અંગે આરજેડીના ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવે કહ્યું કે જો નીતીશ કુમાર (Nitish Kumar) આ ઘટના જોઈ રહ્યા છે તો તેમને તાત્કાલિક પાર્ટીમાંથી બહાર કરી દેવા જોઈએ. નીતિશ કુમારે તેમના રાજીનામાની માગણી કરવી જોઈએ. આ સાથે જ જ્યારે જેડીયુના પ્રવક્તા અભિષેક ઝા સાથે આ અંગે વાત કરવામાં આવી તો તેમણે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો. હાલમાં, જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

આ પણ વાંચો: ફરી એકવાર Gautam Adani એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા, આ મામલે તો તેમણે મુકેશ Ambani ને પણ પાછળ છોડી દીધા

આ પણ વાંચો: તમામ રોગોનું જોખમ ઘટાડે છે આ 4 શાકભાજી! આજે જ સામેલ કરો તમારા આહારમાં

Click on your DTH Provider to Add TV9 Gujarati