મિશન ચંદ્રયાન-2ને પ્રક્ષેપણની 56 મિનિટ પહેલા જ રોકવામાં આવ્યું, નવી તારીખની જાહેરાત થોડા દિવસમાં કરવામાં આવશે

મિશન ચંદ્રયાન-2ને પ્રક્ષેપણની 56 મિનિટ પહેલા જ રોકવામાં આવ્યું, નવી તારીખની જાહેરાત થોડા દિવસમાં કરવામાં આવશે

ભારતનું સૌથી મોટુ મિશન ચંદ્રયાન-2ને લોન્ચિંગ કરતી વખતે ટેકનિક્લ કારણોસર હાલમાં આ મિશનને સ્થગિત રાખવામાં આવ્યું છે. સોમવારે વહેલી સવારે 2 કલાક 51 મિનિટ વાગ્યે શ્રીહરિકોટાથી ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ થવાનું હતું, તેના માટે પુરી તૈયારી પણ કરી લેવામાં આવી હતી પણ 56 મિનિટ અને 24 સેકન્ડ પહેલા જ આ મિશનને રોકવામાં આવ્યુ હતું. થોડા સમયમાં જ […]

Kunjan Shukal

|

Jul 15, 2019 | 3:50 AM

ભારતનું સૌથી મોટુ મિશન ચંદ્રયાન-2ને લોન્ચિંગ કરતી વખતે ટેકનિક્લ કારણોસર હાલમાં આ મિશનને સ્થગિત રાખવામાં આવ્યું છે. સોમવારે વહેલી સવારે 2 કલાક 51 મિનિટ વાગ્યે શ્રીહરિકોટાથી ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ થવાનું હતું, તેના માટે પુરી તૈયારી પણ કરી લેવામાં આવી હતી પણ 56 મિનિટ અને 24 સેકન્ડ પહેલા જ આ મિશનને રોકવામાં આવ્યુ હતું. થોડા સમયમાં જ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.

ઈસરો મુજબ આ મિશનને રદ કરવામાં આવ્યું નથી. ટુંક સમયમાં જ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે અને આ મહત્વપૂર્ણ મિશનને પુરૂ કરવામાં આવશે. તેની સાથે જ ભારત આ મિશન કરનારો દુનિયાનો ચોથો દેશ હશે. દુનિયામાં અંતરિક્ષ મહાશક્તિવાળા ભારત માટે આ એક મોટી સિદ્ધિ હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 20 કલાક પહેલા સવારે 6.51 વાગ્યે ચંદ્રયાન પ્રક્ષેપણની ઉલટી ગણતરી શરૂ કરવામાં આવી હતી. GSLV માર્ક-3ના ભાગમાં ઈંધણ ભરીને તૈયાર કરવામાં આવ્યુ હતું. અડધી રાત્રે 1.34 વાગ્યે હાઈડ્રોજન પણ ભરવાનો શરૂ કરવામાં આવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અચાનક ટેકનીકલ ખામીને કારણે પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી. ઈસરો દ્વારા મોકલવામાં આવેલા મિશન ચંદ્રયાન-1ને ચંદ્ર પર પાણીની શોધમાં મળેલી સફળતા પછી 11 વર્ષ પછી ચંદ્રયાન-2થી ભારત સહિત પુરા વિશ્વમાં ઘણી આશાઓ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: વિશ્વ કપમાં એમ્પાયરિંગ કરી રહેલા કુમાર ધર્મસેના સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને આવ્યા, Memes થયા વાયરલ

ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ જોવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહ્યાં હતા. રાષ્ટ્રપતિ રવિવાર સાંજે જ શ્રીહરિકોટા પહોંચી ચૂક્યા હતા. 5000 લોકોની સંખ્યામાં વૈજ્ઞાનિક, રાજનેતાઓ, ખગોળશાસ્ત્રી અને વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati