નારી શક્તિ પુરસ્કારમાં મળે છે 2 લાખ રૂપિયા અને પ્રમાણપત્ર, આ રીતે ભરો તમારું નોમિનેશન
NARI SHAKTI PURASKAR 2022 : નારી શક્તિ પુરસ્કાર-2021 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8મી માર્ચ, 2022ના રોજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવશે.
આ પુરસ્કારો મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તીકરણના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્યને ઓળખ આપે છે.
DELHI : મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નારી શક્તિ પુરસ્કાર-2021 માટે નામાંકન આમંત્રિત કર્યા છે. અરજીઓ/નોમિનેશન માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ સ્વીકારવામાં આવશે અને www.awards.gov.in પોર્ટલ પર ફાઇલ કરી શકાશે. 31મી જાન્યુઆરી, 2022 સુધી પ્રાપ્ત થયેલ તમામ અરજીઓ/નોમિનેશન વર્ષ 2021 માટે નારી શક્તિ પુરસ્કાર માટે ધ્યાનમાં લેવામાં આવશે.
આ પુરસ્કારો મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તીકરણના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્યને ઓળખ આપે છે. નારી શક્તિ પુરસ્કાર-2021 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8મી માર્ચ, 2022ના રોજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવશે.
નારી શક્તિ પુરસ્કાર માટે પાત્રતા માપદંડો અને અન્ય વિગતો સંબંધિત માર્ગદર્શિકા https://wcd.nic.in/acts/guidelines-nari-shakti-puraskar-2021-onwards પર ઉપલબ્ધ છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે વ્યક્તિઓ અને સંસ્થાઓને મહિલા સશક્તીકરણ, ખાસ કરીને નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલી મહિલાઓ માટે તેમની સેવાની માન્યતામાં નારી શક્તિ પુરસ્કાર એનાયત કરે છે. એવોર્ડમાં પ્રમાણપત્ર અને પુરસ્કાર દીઠ બે લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે.
પુરસ્કારો તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે ખુલ્લા છે. પુરસ્કારોની મહત્તમ સંખ્યા (વ્યક્તિગત અને સંસ્થાકીય સહિત) 15 હોઈ શકે છે. જો કે, મહિલા અને બાળ વિકાસ મંત્રીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની વિવેકબુદ્ધિથી આ મહત્તમ સંખ્યામાં કોઈપણ છૂટછાટની મંજૂરી આપવામાં આવી શકે છે.
પુરસ્કારો માટે સ્વ-નોમિનેશન અને ભલામણો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પસંદગી સમિતિ, પૂરતા સમર્થન સાથે, પુરસ્કાર માટે વ્યક્તિગત/સંસ્થાની ભલામણ પણ કરી શકે છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવ સ્તરના અધિકારીની આગેવાની હેઠળની સ્ક્રિનિંગ કમિટી, પુરસ્કારો માટે અરજી કરેલ/ભલામણ કરેલ સંસ્થાઓ અને વ્યક્તિઓની સિદ્ધિઓને ધ્યાનમાં લઈને પુરસ્કારો માટે મળેલા નામાંકનોની ચકાસણી કરશે અને ટૂંકી યાદી બનાવશે. પુરસ્કાર વિજેતાઓની અંતિમ પસંદગી સ્ક્રીનીંગ કમિટીની ભલામણોના આધારે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે.
આ પણ વાંચો : CABINET : મહાકાલી નદી પર પુલ બનાવવાની કેબિનેટે આપી મંજૂરી, ભારત અને નેપાળના સંબંધો વધુ મજબૂત થશે