CABINET : મહાકાલી નદી પર પુલ બનાવવાની કેબિનેટે આપી મંજૂરી, ભારત અને નેપાળના સંબંધો વધુ મજબૂત થશે

Mahakali River Bridge : ઉત્તરાખંડના ધારચુલામાં મહાકાલી નદી પર ભારત અને નેપાળ વચ્ચે પુલ બનાવવામાં આવશે.

CABINET : મહાકાલી નદી પર પુલ બનાવવાની કેબિનેટે આપી મંજૂરી, ભારત અને નેપાળના સંબંધો વધુ મજબૂત  થશે
Cabinet approves plan to build a bridge over Mahakali river
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 6:55 PM

કેન્દ્રીય મંત્રી  ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામીને મોટો મુદ્દો ગણાવ્યો હતો.

DELHI : ભારત (INDIA) અને નેપાળ (NEPAL) વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ઉત્તરાખંડના ધારચુલામાં મહાકાલી નદી (Mahakali river)પર એક પુલ બનાવવામાં આવશે. આ બ્રિજ માટે ટૂંક સમયમાં MOU સાઈન કરવામાં આવશે. આ સંદર્ભમાં માહિતી આપતા કેન્દ્રીય રમતગમત, યુવા કાર્યક્રમ અને માહિતી પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur)એ કેબિનેટની બેઠક (Cabinet) બાદ કહ્યું કે, ઉત્તરાખંડના ધારચુલામાં મહાકાલી નદી પર ભારત અને નેપાળ વચ્ચે પુલ બનાવવામાં આવશે. તેનાથી નેપાળ સાથે ભારતનો ‘રોટી-બેટી”નો સંબંધ વધુ મજબૂત થશે.

અન્ય પ્રોજેક્ટને પણ કેબીનેટની બેઠકમાં મંજુરી અપાઈ આ સિવાય અન્ય ઘણા પ્રોજેક્ટને પણ કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન મોદી (PM MODI)ની આગેવાનીમાં કેબિનેટની બેઠકમાં ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ગ્રીન એનર્જી કોરિડોરના ફેઝ-2ને મંજૂરી આપવામાં આવી છે અને તેના પર 12,500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

તેમણે કહ્યું કે ફેઝ-2માં 7 રાજ્યો ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાનમાં 10750 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનનું નિર્માણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રથમ તબક્કામાં 80% કામ પૂર્ણ થયું છે, જેમાં 8 રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ ગ્રીન એનર્જીના ઉત્પાદનને વેગ આપશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

PMની સુરક્ષામાં ખામી મોટો મુદ્દો આ દરમિયાન અનુરાગ ઠાકુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ખામીને મોટો મુદ્દો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ગઈકાલે પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે. કેટલાક લોકો આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા છે અને ગૃહમંત્રાલયે પણ આ સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે.

દેશની ન્યાયવ્યવસ્થા દરેકને ન્યાય આપે છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ભૂલ બાદ બધાએ પોત-પોતાના મંતવ્યો આપ્યા છે. સુપ્રીમ કોર્ટ અને ગૃહ મંત્રાલય આમાં પોતાનું કામ કરી રહ્યા છે. જ્યારે આ પ્રકારની ભૂલ થાય છે ત્યારે ત્યારે સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : CORONA : ગુજરાતમાં નવી કોરોના ગાઈડલાઈન જાહેર થવાની શક્યતા, જાણો ક્યાં ક્યાં ફેરફારો થઇ શકે છે ?

g clip-path="url(#clip0_868_265)">