લાખો ખેડુતોને મળશે 36,000 રૂપિયા પેન્શન, જાણો કેવી રીતે મેળવી શકાય છે આ યોજનાનો લાભ

લાખો ખેડુતોને મળશે 36,000 રૂપિયા પેન્શન, જાણો કેવી રીતે મેળવી શકાય છે આ યોજનાનો લાભ
પ્રતિકાત્મક તસ્વીર

પ્રધાનમંત્રી કિસાન માન ધનનો સૌથી વધુ લાભ હરિયાણામાં ખેડૂતો લઇ રહ્યા છે. ખેડૂતોની જાગૃતિને લીધે અહીં લગભગ સાડા ચાર લાખ રજિસ્ટ્રેશન થયા છે.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 11, 2021 | 9:54 AM

દેશના 21,19,316 ખેડુતોએ તેમની વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરી લીધી છે. આટલા ખેડૂતોએ પેન્શન યોજનામાં (farmers pension scheme) પોતાનું નામ નોંધાવ્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને સરળતાથી આ પેન્શનનો લાભ મળશે. આ સ્કીમ એક ફ્રી સ્કીમ જેવી છે. આવા લાભાર્થી ખેડૂતોના ખિસ્સામાંથી આ યોજનાનું પ્રીમિયમ કાપવામાં આવશે નહીં. ઉપરાંત સરકાર વાર્ષિક 6000 રૂપિયા આપે છે એમાંથી જ કાપવામાં આવશે. આ માટે ખેડૂતે વિકલ્પ પસંદ કરવો પડશે.

આ યોજનાની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડથી કરી હતી. યોજના 12 સપ્ટેમ્બર 2019 ના રોજ શરૂ થઇ હતી. આ તોજના અંતર્ગત 9 ઓગસ્ટથી જ નોંધણી શરૂ થઈ ગઈ હતી. યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના (Pradhan Mantri Kisan Maan Dhan Yojana) છે. આ ખેડૂતોને સમર્પિત સૌથી મોટી પેન્શન યોજના છે. જેમાં સામેલ લોકોને 60 વર્ષની વય પૂર્ણ કરવા પર મહીને 3000 રૂપિયા પેન્શન મળશે.

માન ધન યોજનામાં હરિયાણા પ્રથમ ક્રમે પ્રધાનમંત્રી કિસાન માન ધનનો સૌથી વધુ લાભ હરિયાણામાં ખેડૂતો લઇ રહ્યા છે. જોકે હરિયાણામાં ઓછી વસ્તી છે. ખેડૂતોની જાગૃતિને લીધે અહીં લગભગ સાડા ચાર લાખ રજિસ્ટ્રેશન થયા છે. હરિયાણામાં કુલ 17 લાખ ખેડૂત પરિવારો છે. તુલનામાં, રાજસ્થાન અને પંજાબમાં પેન્શન યોજનામાં નોંધણી કરનાર ખેડૂતોની સંખ્યા એકદમ ઓછી છે. રાજસ્થાનમાં ફક્ત 35,617 અને પંજાબમાં માત્ર 12,639 ખેડુતોએ આ યોજના હેઠળ નોંધણી કરાવી છે. પશ્ચિમ બંગાળમાં ફક્ત 4032 લોકોએ આ યોજનામાં નોંધણી કરાવી છે. જ્યારે અહીં 70 લાખ ખેડૂત પરિવારો છે.

કેટલું ચૂકવવું પડશે પ્રીમિયમ જો પોલિસી ધારક ખેડૂતનું મૃત્યુ થઇ જાય છે તો તેની પત્નીને 50 ટકા રકમ મળતી રહશે. જે દર મહિને 1500 રૂપિયા હશે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) ખેડૂતોના પેન્શન ફંડનું સંચાલન કરશે. આ સ્કીમનું લઘુતમ પ્રીમિયમ 55 છે તેમજ મહત્તમ 200 રૂપિયા છે. જો કોઈ આ સ્કીમને વચ્ચે છોડી દેવા માંગે છે, તો તે ખેડૂતને ડિપોઝિટની રકમ અને વ્યાજ મળશે.

નોંધણી માટેની મહત્વપૂર્ણ બાબતો – પેન્શન યોજનાના લાભ લેવા માટે કોમન સર્વિસ સેન્ટર (CSC) પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. – આ માટે આધારકાર્ડ આપવું મહત્વપૂર્ણ છે. – જો તમને પીએમ કિસાન યોજનાનો લાભ નથી ​​મળી રહ્યો. તો તમારે જમીનના ડોક્યુમેન્ટની નકલ આપવી પડશે. – 2 ફોટો અને બેંક પાસબુક – નોંધણી દરમિયાન કિસાન પેન્શન યુનિક નંબર અને પેન્શન કાર્ડ બનાવવામાં આવશે.

અડધું પ્રીમિયમ ચૂકવી રહી છે સરકાર આ સ્કીમમાં અડધું પ્રીમિયમ મોદી સરકાર આપી રહી છે. અને માત્ર અડધું જ તમારે ચૂકાવાવનું રહેશે. તમે ઇચ્છો ત્યારે પણ આ યોજના છોડી શકો છો. જેમાં તમારું નુકશાન નહીં થાય. જો તમે યોજના છોડો છો તો ત્યાં સુધી જમા થયેલા પૈસા બેંકોના બચત ખાતા સમાન વ્યાજ સહીત પાછા મળશે.

5 કરોડ ખેડુતોને લાભ આપવાનું લક્ષ્યાંક આ પેન્શન યોજના PMKMY હેઠળ પ્રથમ તબક્કામાં 5 કરોડ ખેડુતોને 60 વર્ષ પછી 3000 રૂપિયા પેન્શન આપવાનું લક્ષ્ય છે. સરકારે તમામ 12 કરોડ નાના અને સીમાંત ખેડુતોને તેનો લાભ આપવાની યોજના બનાવી છે. નાના અને સીમાંત ખેડૂત તે છે જેની પાસે 2 હેક્ટર સુધી ખેતીલાયક જમીન હોય.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati