AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Sanskrit Day 2021: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્ર સરકારે કરી નવી શરૂઆત, જુઓ Video

સમગ્ર ભારતમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. સૌ પ્રથમ વર્ષ 1969 માં ભારત સરકારના આદેશથી કેન્દ્ર અને રાજ્ય સ્તરે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

World Sanskrit Day 2021: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્ર સરકારે કરી નવી શરૂઆત, જુઓ Video
Mentoring program for tribal youth at statue of unity
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 12:36 PM
Share

World Sanskrit Day 2021 : ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્નારા વર્ષ 1969 માં કેન્દ્ર અને રાજ્ય સ્તરે સંસ્કૃત દિવસની ઉજવણી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારથી સમગ્ર ભારતમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પ્રાચીન ભારતમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે શિક્ષણ સત્ર (Education Session) શરૂ કરવામાં આવ્યુ હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્ર સરકારે કરી નવી શરૂઆત

વિશ્વ સંસ્કૃત દિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઘણા મંત્રીઓ દ્વારા દેશવાસીઓને શુભેચ્છાઓ આપવામાં આવી છે, ત્યારે  IAS  રાજીવ ગુપ્તાએ પણ એક વીડિયો ટ્વિટ (Tweet) કર્યો છે, જેમાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) ખાતે કેન્દ્ર સરકારે કરેલી નવી શરૂઆત વિશે જાણકારી આપી છે.

તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, “વિશ્વની સૌથી જૂની ભાષા અને ભારતનું ગૌરવ, સંસ્કૃત નોલેજનો ભરપૂર ખજાનો છે અને સંસ્કૃત ભાષાને વિશ્વવ્યાપી આદર મળ્યો છે. કેવડિયામાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister) પ્રેરણાથી, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા જ્યા આવેલી છે તે Statue Of Unity ખાતે 15 આદિવાસી યુવક અને યુવતીઓ માટે સંસ્કૃત ભાષા માર્ગદર્શન કાર્યક્રમ અને રેડિયો જોકી દ્વારા પણ સંસ્કૃત ભાષાનું પઠન કરવામાં આવ્યુ.”

જુઓ વીડિયો

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં સ્થાનિકોને વિવિધ ભાષામાં પારંગત બનાવીને તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગાઈડ તરીકેની તાલિમ આપી છે. જે દેશ વિદેશથી આવનારા અનેક પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓપ યુનિટી ખાતે તેમને જરૂરી માહિતી પૂરી પાડે છે.

મહત્વનું છે કે,પ્રાચીન સમયમાં (Ancient Times) શ્રાવણ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કરતા હતા. જેમાં પોષ મહિનાની પૂર્ણિમાથી લઈને શ્રાવણ મહિનાની પૂર્ણિમા સુધી અભ્યાસ બંધ રાખવામાં આવતો હતો.

હાલમાં પણ શ્રાવણ પૂર્ણિમાથી ગુરુકુળમાં વૈદિક અભ્યાસ શરૂ થાય છે. તેથી જ આ દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજકાલ સંસ્કૃત ઉત્સવ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનું (State Government) યોગદાન પણ નોંધપાત્ર છે.

આ પણ વાંચો: Raksha Bandhan 2021 : રક્ષાબંધન નિમિતે બજારોમાં રોનક, બંગાળમાં PM મોદી-CM મમતા તો મહારાષ્ટ્રમાં Goldની રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો:  Raksha Bandhan 2021 : રક્ષાબંધનના તહેવાર પર બહેનોને ખુશ કરવા માટે આપો આ ખાસ ગિફ્ટ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">