AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યસભામાં શુક્રવારે નમાજ પઢવા મળતી હતી વિશેષ રિસેસ, હવે નહીં મળે

રાજ્યસભાના ગૃહની રૂલ બુક અનુસાર, રાજ્યસભા કામકાજના દિવસે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલે છે. બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી એક કલાકનો લંચ બ્રેક આપવામાં આવતો હોય છે, પરંતુ શુક્રવારે રાજ્યસભાનુ કામકાજ બપોરે 2.30 વાગ્યે લંચ પછી હાથ ધરાતુ હોય છે.

રાજ્યસભામાં શુક્રવારે નમાજ પઢવા મળતી હતી વિશેષ રિસેસ, હવે નહીં મળે
Jagdeep Dhankhar
| Updated on: Dec 11, 2023 | 5:34 PM
Share

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે, રાજ્યસભાના સભ્યોને દર શુક્રવારે નમાઝ પઢવા માટે આપવામાં આવેલ 30 મિનિટનો વધારાનો વિરામ હટાવી લીધો છે અને વિરામના નિયમોમાં ફેરફાર કર્યો છે. જગદીપ ધનખરે 8 ડિસેમ્બરે ગૃહમાં જણાવ્યું હતું કે, શુક્રવારે બેઠકનો સમય લોકસભાના સમય સાથે મેળ જાળવી રાખવા માટે બદલ્યો હતો. હવે રાજ્યસભાના મુસ્લિમ સભ્યોને શુક્રવારની નમાજ માટે આપવામાં આવતો 30 મિનિટનો વધારાનો સમય સમાપ્ત કરી દેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આ વાત ત્યારે કહી જ્યારે ડીએમકેના સાંસદ તિરુચી એન. શિવાએ જણાવ્યું હતું કે, વ્યવસાયની સુધારેલી સૂચિમાં, શુક્રવાર, 8 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે એક એજન્ડા સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. તેમણે મામલો ઉઠાવ્યો કે રાજ્યસભામાં પ્રક્રિયા અને સંચાલનના નિયમો મુજબ શુક્રવારે વધારાના 30 મિનિટનો લંચ બ્રેક આપવામાં આવે છે, જેથી રાજ્યસભાના મુસ્લિમ સભ્યો શુક્રવારે નમાઝ અદા કરી શકે.

મીડિયા રિપોર્ટમાં કરાયેલા ઉલ્લેખ મુજબ, રાજ્યસભાના ગૃહની રૂલ બુક અનુસાર, રાજ્યસભા કામકાજના દિવસે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલે છે. બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી એક કલાકનો લંચ બ્રેક આપવામાં આવતો હોય છે, પરંતુ શુક્રવારે રાજ્યસભાનુ કામકાજ બપોરે 2.30 વાગ્યે લંચ પછી હાથ ધરાતુ હોય છે. જો કે તેનો ઉલ્લેખ કરાયો નથી, એવું માનવામાં આવે છે કે શુક્રવારે નમાજ પઢવા માટે આ વધારાના વિરામની મંજૂરી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભામાં નમાઝ પઢવા માટે શુક્રવારે વધારાનો વિરામ આપવામાં આવતો નથી, આ પ્રથા માત્ર રાજ્યસભામાં જ હતી. જેના વિશે જગદીપ ધનખરે કહ્યું કે, લોકસભામાં વિરામ બાદ બપોરે 2 વાગ્યે કામકાજ કરવામાં આવે છે. સંસદના અભિન્ન અંગો હોવાને કારણે, લોકસભા અને રાજ્યસભાએ શક્ય હોય ત્યાં સુધી સમાન સમયને અનુસરવાની જરૂર છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">