સોમવારે રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર જૂથની બેઠક! કોવિડ-19ના વધુ ડોઝ અને બાળકોના રસીકરણ અંગે ચર્ચા કરવામાં આવશે

|

Dec 05, 2021 | 10:08 PM

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે સોમવારે યોજાનારી NTAGIની બેઠકમાં રોગપ્રતિકારક શક્તિ અને નબળી પ્રતિરક્ષા ધરાવતા લોકોને કોવિડ-19ના વધારાના ડોઝ આપવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

સોમવારે રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર જૂથની બેઠક! કોવિડ-19ના વધુ ડોઝ અને બાળકોના રસીકરણ અંગે ચર્ચા કરવામાં આવશે
File Image

Follow us on

રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથના (National Technical Advisory Group on Immunization) કોવિડ-19 કાર્યકારી જૂથની સોમવારે બેઠક થવાની સંભાવના છે. આ બેઠકમાં કોવિડ-19ના વધારાના ડોઝ અને બાળકોના રસીકરણ અંગે ચર્ચા કરવામાં આવશે. આ જાણકારી સૂત્રોએ આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રસીની વધારાની માત્રા બૂસ્ટર શોટથી અલગ છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ લોકસભામાં માહિતી આપી હતી કે નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI) અને નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19 (NEGVAC) આ પાસાને લગતા વૈજ્ઞાનિક પુરાવાઓ પર વિચાર કરી રહ્યા છે. હાલમાં બૂસ્ટર ડોઝનો મુદ્દો એજન્ડામાં નથી, કારણ કે તેની જરૂરિયાત અને મૂલ્યની ખાતરી કરવા માટે અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

 

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે સોમવારે યોજાનારી NTAGIની બેઠકમાં રોગપ્રતિકારક શક્તિ અને નબળી પ્રતિરક્ષા ધરાવતા લોકોને કોવિડ-19ના વધારાના ડોઝ આપવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. 29 નવેમ્બરે પોતાના બુલેટિનમાં ભારતીય Sars-Cov-2 જીનોમિક્સ પર કન્સોર્ટિયમ (INSACOG)એ 40 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝની ભલામણ ઉચ્ચ જોખમ અને ઉચ્ચ જોખમ ધરાવતી વસ્તીને પ્રાથમિકતા આપી હતી.

 

 

સીરમે બૂસ્ટર ડોઝ તરીકે કોવિશિલ્ડ માટે મંજૂરી માંગી

જો કે શનિવારે તેણે કહ્યું કે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે તેની ભલામણ કરવામાં આવી નથી કારણ કે તેની અસરનું મૂલ્યાંકન કરવા માટે ઘણા વધુ વૈજ્ઞાનિક પ્રયોગોની જરૂર છે. તાજેતરમાં જ સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાએ ડ્રગ રેગ્યુલેટર પાસે કોરોના વાઈરસ સંક્રમણની વિરૂદ્ધ બૂસ્ટર ડોઝ તરીકે કોવિશિલ્ડ માટે ડ્રગ રેગ્યુલેટર પાસેથી મંજૂરી માંગવામાં આવી છે.

 

ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DCGI)ને એક આવેદનમાં SIIએ કહ્યું કે યૂકે-એમએચઆરએએ પહેલા જ એસ્ટ્રાજેનેકા માટે બુસ્ટર ડોઝને મંજૂરી આપી દીધી છે, જ્યારે ભારતમાં કોવિશિલ્ડની કોઈ અછત નથી. અધિકારીઓ અનુસાર કોરોના વાઈરસના નવા વેરિએન્ટ ઓમીક્રોનના ખતરાને જોતા આ માંગ કરવામાં આવી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ભારતની પ્રથમ એવી કંપની છે, જે કોવિડ 19ના બુસ્ટર ડોઝ માટે મંજૂરી માંગી રહી છે.

 

આ પણ વાંચો: CORONA : ગુજરાતમાં નવા 48 કેસ, રાજ્યના 8 માંથી 6 મનપા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા, જાણો કોરોનાના તમામ સમાચાર

 

આ પણ વાંચો: Hybrid immunity: શું છે હાઇબ્રિડ ઇમ્યુનિટી? કોનામાં તે બને છે? તેનાથી ઘટે છે ઓમિક્રોન વેરિઅન્ટનું જોખમ?

Next Article