Mathura: 6 ડિસેમ્બર માટે કરાયેલી જાહેરાતના પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો, શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ રેડ ઝોનમાં

|

Dec 03, 2021 | 10:41 PM

સરકાર અને જિલ્લા પ્રશાસને કહ્યું કે, તેઓ અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસની વર્ષગાંઠ એટલે કે 6 ડિસેમ્બરે શાંતિ જાળવવા માટે સંપૂર્ણ રીતે સતર્ક છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સંકુલમાં સ્થિત તમામ મંદિરો અને શાહી ઇદગાહની સુરક્ષામાં બે હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

Mathura: 6 ડિસેમ્બર માટે કરાયેલી જાહેરાતના પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો, શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ રેડ ઝોનમાં
File Photo

Follow us on

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં આવેલી શાહી ઈદગાહને તેના મૂળ માલિક શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપવાની માગ કરવામાં આવી છે. જે માટે અખિલ ભારતીય હિંદુ મહાસભા (Akhil Bharatiya Hindu Mahasabha) સહિત અનેક સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને મથુરા(Mathura)માં સુરક્ષા (Security) વધારી દેવામાં આવી હોવાની અધિકારીઓએ માહિતી આપી છે.

શ્રી કૃષ્ણ જન્મભૂમિ-રોયલ ઇદગાહ સંકુલ રેડ ઝોનમાં

એસએસપી ગ્રોવરે જણાવ્યું કે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ સંકુલના રેડ ઝોન, આસપાસના વિસ્તારના યલો ઝોન અને ગ્રીન ઝોનમાં આવતા શહેરના બાકીના વિસ્તારોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા દરેક વ્યક્તિને દરેક જગ્યાએ અને દરેક પરિસ્થિતિમાં સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

7 ડિસેમ્બર સુધી સુરક્ષા રહેશે

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

તેમણે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, જે લોકો શહેરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતમાં કોઈ ઢીલાશ રાખવામાં આવશે નહીં. શુક્રવારથી સ્પેશિયલ ફોર્સ પણ તૈયાર થઈ ગઈ છે, જે આગામી 7 ડિસેમ્બર સુધી હાજર રહેશે.

સોશિયલ મીડિયા પર પણ નજર

ગ્રોવરે કહ્યું, “અમે સોશિયલ મીડિયા પર પણ નજીકથી નજર રાખી રહ્યા છીએ. જો કોઈ વ્યક્તિ કે સંસ્થાએ કોઈ ભડકાઉ સામગ્રી મુકી હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

બે હજાર સુરક્ષા જવાનો તૈનાત

સરકાર અને જિલ્લા પ્રશાસને કહ્યું કે, તેઓ અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસની વર્ષગાંઠ એટલે કે 6 ડિસેમ્બરે શાંતિ જાળવવા માટે સંપૂર્ણ રીતે સતર્ક છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સંકુલમાં સ્થિત તમામ મંદિરો અને શાહી ઇદગાહની સુરક્ષામાં બે હજાર સુરક્ષા જવાનો ઉપરાંત અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

પહેલેથી જ કલમ 144 લાગુ

SSP (મથુરા) ગૌરવ ગ્રોવરે જણાવ્યું કે, જિલ્લામાં પહેલેથી જ કલમ 144 લાગુ છે. અફવા ફેલાવનાર કે શહેરનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમને માહિતી મળી છે કે કેટલીક સંસ્થાઓ 6 ડિસેમ્બરે કોઈ કાર્યક્રમ અથવા પગપાળા માર્ચનું આયોજન કરવાનો પ્રયાસ કરી રહી છે.

 

આ પણ વાંચો: Narmada: જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદથી અંદાજે 10 હજાર હેક્ટરમાં ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન

આ પણ વાંચો: આમળાની ખેતી, એક વખત લગાવો છોડ વર્ષો સુધી થશે કમાણી, ખેતી વિશે જાણો આ ખાસ 5 બાબત

Published On - 10:40 pm, Fri, 3 December 21

Next Article