Marutiએ શોધી કાઢી તેની પહેલી કાર, ભારતના આ રાજ્યમાં આવી હાલતમાં મળી કાર

|

Aug 27, 2022 | 7:22 PM

હાલમાં ભારતમાં કાર બનાવતી કંપની Marutiએ પોતે બનાવેલી પહેલી કાર શોધી કાઢી છે. આ કાર કંપનીએ 39 વર્ષ પહેલા બનાવી હતી. ચાલો જાણીએ કેવી રીતે અને ક્યાથી મળી આ જૂની કાર.

Marutiએ શોધી કાઢી તેની પહેલી કાર, ભારતના આ રાજ્યમાં આવી હાલતમાં મળી કાર
Maruti discovered its first car
Image Credit source: twitter

Follow us on

પ્રાચીનકાળમાં પૈડાની શોધ એક ક્રાંતિકારી શોધ હતી. તેના થકી જ આજે દુનિયામાં જાત જાતના વાહનો બન્યા છે અને બની રહ્યા છે. પૈડાની શોધ પરથી પ્રાણીઓ ખેંચીને લઈ જાય તેવા 2 પૈડાવાળા ગાડા બન્યા, ધીરે ધીરે બાઈક, કાર, ટ્રક અને વિમાન જેવા અવરજવરને સરળ બનાવતા સાધનો બન્યા. આજે આ વહાનો બનાવવા માટે દુનિયાભરમાં ઓટો મોબાઈલ ક્ષેત્ર કાર્યરત છે. જ્યાં નવી નવી કાર, બાઈક, ટ્રક, ટ્રેકટર વગેરે બને છે. મારુતિ (Maruti)એ ભારતની જાણીતી અને સૌથી પ્રખ્યાત કંપની છે. વર્ષોથી તેના દ્વારા બનેલી કાર અને બાઈક ભારતના રસ્તાઓ પર દોડે છે. આ કંપનીની મારુતિ-800 (Maruti-800) કાર આજે ભલે ભારતના રસ્તાઓ પર ઓછા જોવા મળે છે પણ એક સમયે તેણે ભારતના બજારોમાં ધૂમ મચાવી હતી. તે સમયે આ કાર ખરીદવી અનેક લોકોનું સપનું હતુ.

આજે આ કાર ભારતમાં ફરી ચર્ચાઓમાં છે. આ કંપનીએ પોતાની પહેલી કાર 39 વર્ષ પહેલા વર્ષ 1983માં લોન્ચ કરી હતી. તે સમયની પહેલી બનેલી કાર હાલ મારુતિના મુખ્યાલયમાં મુકવામાં આવી છે. આ કાર સૌથી પહેલા વેચવામાં આવી હતી અને તેને હાલ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. ચાલો જાણીએ કે આ કાર ક્યાથી અને કેવી રીતે મળી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

મારુતિ સુઝુકી ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશકની ટ્વિટ

 

આ કારને હરિયાણામાં મારુતિ સુઝુકીના મુખ્યાલયમાં પ્રદર્શન માટે મુકવામાં આવી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના કાર્યકારી નિર્દેશક શશાંક શ્રીવાસ્તવે આ અંગે ટ્વિટ કરી માહિતી આપી છે. તેમણે લખ્યુ છે કે જે રીતે 75 વર્ષ પહેલા ભારતે એક સ્વત્રંત રાષ્ટ્ર તરીકે પોતાનું પ્રથમ પગલુ ભર્યુ હતુ, તેમ મારુતિ સુઝુકીએ પહેલી મારુતિ-800 કાર 39 વર્ષ પહેલા લોન્ચ કરી હતી. તેમણે ટ્વિટમાં તે જૂની કારનો ફોટો પણ શેયર કર્યો છે.

આ વ્યક્તિ હતો આ કારનો માલિક

આ કારના માલિક નવી દિલ્હીમાં રહેતા હરપાલ સિંહ હતા. હરિયાણામાં કારનું ઉત્પાદન શરુ કરવામાં ઔપચારિક ઉદ્ઘાટનમાં પૂર્વ વડાપ્રધાન ઈન્ડિરા ગાંધીએ તેમને આ કારની ચાવીઓ આપી હતી. હરપાલ સિંહનું 2010માં નિધન થયુ હતુ. કંપનીએ હમણાં સુધી આવી 27 લાખ કાર વેચી છે. આ કાર પહેલા ખુબ ખરાબ હાલતમાં હતી, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કંપનીને જાણ થતા તેમણે તેને એકદમ ચકાચક કરી નાંખી પણ તે રસ્તા પર ચાલી શકે તેમ ન હતી. તેથી તેને પ્રદર્શનમાં મુકવામાં આવી છે. આ કારની શરુઆતની કિંમત 47,500 રુપિયા હતી. આ કાર વર્ષ 2004માં ભારતમાં સૌથી વધારે વેચાયેલી કાર બની હતી. કંપનીએ 2010માં આ કારનું ઉત્પાદન બંધ કર્યુ હતુ.

Next Article