AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘હર કૂત્તે કા દિન આતા હૈ’, International Dog Day પર જાણો લોકો કેમ સૌથી વધારે પાળે છે કૂતરાં

International Dog Day : કૂતરાએ મનુષ્યની સૌથી નજીકનું અને સૌથી વધારે પાળવામાં આવતુ પ્રાણી છે. તેની પાછળનું કારયણ કૂતરાની વફાદારી અને પ્રેમ છે.

'હર કૂત્તે કા દિન આતા હૈ', International Dog Day પર જાણો લોકો કેમ સૌથી વધારે પાળે છે કૂતરાં
International Dog Day 2022Image Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2022 | 10:14 PM
Share

‘હર કૂત્તે કા દિન આતા હૈ’ હિન્દી ફિલ્મોમાં તમે આ ફેમસ ડાયલોગ ક્યારેક ન કયારેક સાંભળ્યો જ હશે. આજે એ જ કૂતરાઓનો દિવસ આવી ગયો છે. દર વર્ષે 26 ઓગસ્ટના રોજ વિશ્વ કૂતરા દિવસ (International Dog Day) ઉજવવામાં આવે છે. દુનિયાભરમાં ઉજવાતા આ દિવસ પાછળનો ઉદેશ્ય લોકોને તેમના ઘરોમાં કૂતરાને અડોપ્ટ કરવા પ્રેરિત કરવાનો છે. લોકો ડોગ શોપમાંથી નહીં પણ જરુરિયાતમંદ કૂતરાઓને અડોપ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. કૂતરાએ મનુષ્યની સૌથી નજીકનું અને સૌથી વધારે પાળવામાં આવતુ પ્રાણી છે. તેની પાછળનું કારણ કૂતરાની વફાદારી અને પ્રેમ છે. મનુષ્યો અને કૂતરાઓનો સંબંધ વર્ષો જૂનો છે. કદાચ મનુષ્યના જીવનમાં કૂતરો જ એક એવુ પ્રાણી છે કે જે મનુષ્યને રોજ જોવા મળે છે. કૂતરા (Dogs) મનુષ્યોને માનસિકથી લઈને આર્થિક રીતે મદદરુપ થાય છે. તે તમારા ઘરને અને તમને સુરક્ષિત રાખવાનો પુરો પ્રયત્ન કરશે. અને તમારી એકલતાને પણ દૂર કરશે.

આજે તમને અનેક પ્રકારના કૂતરાની પ્રજાતિ જોવા મળશે. સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાના કૂતરાના ફોટો અને વીડિયો મુકીને તેમના પ્રત્યે પ્રેમ દર્શાવતા હોય છે. કેટલાક લોકો કૂતરા તો નથી પાળતા પણ રસ્તા પરના કૂતરાઓનું ખાસ ધ્યાન રાખતા હોય છે.  એવા અનેક લોકોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. તેઓ કૂતરાને રોજ ખાવાની અને તેમના સારવારની વ્યવસ્થા કરતા હોય છે અને બદલામાં તે રસ્તા પરના કૂતરા તે વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ અને વફાદારી જીવનભર રાખે છે. ચાલો જાણીએ કૂતરા પાળવાના ફાયદાઓ.

ભાવનાત્મક સહકાર – કૂતરાઓમાં એક પ્રતિભા હોય છે કે તેઓ માણસની લાગણીઓેને જાણી લે છે. તે તમારા ખરાબ સમયમાં સાથ અને સહકાર પણ આપશે અને તમારા દુ:ખ ભરેલી તમામ વાતો ચૂપચાપ સાંભળશે પણ. તે તમારો બેસ્ટ ઈમોશનલ સર્પોટર બની રહેશે.

સામાજિક પ્રાણી – તેની સાથે બહાર ચાલવા જવા પણ તમે લોકો સાથે વધારે મુલાકાતો કરી શકશો અને લોકો સાથે તમારા સંબંધો વધારે સારા બનશે. તેને કારણે તમે સામાજિક પ્રાણી બની રહેશો.

તણાવ દૂર થશે – તે તમારા મુશ્કેલ સમયમાં તમારી સાથે રમશે અને પ્રેમ પણ કરશે જેથી તમારો તણાવ દૂર થશે. આ સિવાય પણ કૂતરા તમને જીવનભર મદદરુપ થશે.

g clip-path="url(#clip0_868_265)">