Army Helicopter Crash: શિમલાની આ સ્કૂલ સાથે જોડાયેલી છે CDS બિપિન રાવતની ઘણી યાદો, સ્કૂલની વિઝિટર બુકમાં આ લખ્યું હતું

|

Dec 08, 2021 | 7:50 PM

શિમલાની મુલાકાત દરમિયાન જનરલ બિપિન રાવતે સેન્ટ એડવર્ડ સ્કૂલની એનસીસી વિંગના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે જો તમારામાં દેશ સેવા કરવાનો જુસ્સો હોય તો સેનામાં જોડાઓ. તેમના સંબોધનથી સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થયા હતા.

Army Helicopter Crash: શિમલાની આ સ્કૂલ સાથે જોડાયેલી છે CDS બિપિન રાવતની ઘણી યાદો, સ્કૂલની વિઝિટર બુકમાં આ લખ્યું હતું
Bipin Rawat

Follow us on

ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર(Helicopter) તમિલનાડુના નીલગિરી હિલ્સમાં ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત(Madhulika Rawat) સહિતના લોકો સવાર હતા. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે સેનાનો એક જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેની સૈન્ય હોસ્પિટલ(Military Hospital)માં સારવાર ચાલી રહી છે. વાયુસેના(Air Force)એ કહ્યું કે અકસ્માતની ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’ના આદેશ આપવામાં આવ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત હિમાચલ પ્રદેશના શિમલા સાથે સંબંધ ધરાવે છે.

 

સ્કૂલમાં વિતાવેલી પળોને યાદ કરી હતી

બિપિન રાવત 13 મે 2019ના રોજ શિમલા આવ્યા હતા. બિપિન રાવતે શિમલાની સેન્ટ એડવર્ડ સ્કૂલની મુલાકાત લીધી હતી અને સ્કૂલમાં વિતાવેલી પળોને યાદ કરી હતી. તેમણે આ શાળામાં થોડા વર્ષો અભ્યાસ પણ કર્યો છે. શિમલાની સેન્ટ એડવર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓએ બિપિન રાવતને ઘણા પ્રશ્નો પણ પૂછ્યા હતા. વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવાની સાથે તેમણે જીવનમાં સફળતા મેળવવા સતત મહેનત કરવાનો મૂળ મંત્ર પણ આપ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જો તમારામાં દેશ સેવા કરવાનો જુસ્સો હોય તો સેનામાં જોડાઓ

આ દરમિયાન જનરલ બિપિન રાવતે એનસીસી વિંગના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે જો તમારામાં દેશ સેવા કરવાનો જુસ્સો છે તો સેનામાં જોડાઓ. તેમના સંબોધનથી સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થયા હતા. જનરલ બિપિન રાવતે સ્કૂલની વિઝિટર બુકમાં લખ્યું છે કે, “NCC કેડેટ્સની ભાવના અને ઉત્સાહ જોઈને હું ખૂબ પ્રભાવિત થયો છું. હું તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું.

જનરલ બિપિન રાવત ત્રણ દિવસીય શિમલાના પ્રવાસે ગયા હતા

જનરલ બિપિન રાવત ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે શિમલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મોલ રોડ પર સીટીઓથી હોટેલ ક્લાર્ક સુધી ચાલવાની અને શિમલાના ખુશનુમા હવામાનની મજા માણી હતી. શિમલામાં તેમના રોકાણ દરમિયાન, તેમણે ફોરવર્ડ એરિયામાં સુરક્ષાની સ્થિતિ જાણવા માટે સૈનિકોની તૈનાતીની સમીક્ષા પણ કરી હતી. આ સિવાય બિપિન રાવતે રાજ્યના રાજ્યપાલ અને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. આર્મી ચીફની સાથે તેમની પત્ની અને આર્મી ફેમિલી વેલ્ફેર ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ મધુલિકા રાવત પણ શિમલા આવ્યા હતા.

આ પણ વાંચો :  આવનારા સમયમાં મોંઘવારી વધુ વકરશે ! દેશના સામાન્ય માણસે જરૂર જાણવી જોઈએ RBI ગવર્નરની આ 5 મોટી વાતો

આ પણ વાંચોઃ MI-17V5 Helicopter Crash: રશિયાથી ખરીદેલા આ હેલિકોપ્ટર, છેલ્લા 5 વર્ષમાં 6 વખત થયા ક્રેશ, જાણો અહી 

 

Next Article