Manipur Violence: મણિપુર વાયરલ વીડિયોની CBIએ તપાસ શરૂ કરી, આ મામલે FIR નોંધવામાં આવી

બીજી તરફ વાયરલ વીડિયો કેસમાં ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારના ડેટાના આધારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, મણિપુર પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં 14 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Manipur Violence: મણિપુર વાયરલ વીડિયોની CBIએ તપાસ શરૂ કરી, આ મામલે FIR નોંધવામાં આવી
CBI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 3:07 PM

મણિપુરમાં (Manipur) મહિલાઓ સાથેના અત્યાચારની તપાસ CBIએ હવે પોતાના હાથમાં લીધી છે. એજન્સીએ આજે એટલે કે ​​શનિવારે આ મામલે FIR નોંધી છે. રાજ્યના કાંગપોકપી જિલ્લામાં કુકી મહિલાઓની નિર્વસ્ત્ર પરેડ કરવાનો મામલો સામે આવ્યો હતો. રાજ્યમાં હિંસા શરૂ થઈ ત્યરબાદ 4 મેના રોજ આ ઘટના બની હતી.

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. (Indian National Developmental Inclusive Alliance) ના નેતા પણ આજથી મણિપુરની બે દિવસની મુલાકાતે છે. તેઓ તે સ્થળની પણ મુલાકાત લેશે જ્યાં મહિલાઓનું શોષણ અને અત્યાચાર થતો હતો.

કેસની તપાસ રાજ્યની બહાર થવી જોઈએ

સુપ્રિમ કોર્ટે 20 જુલાઈના રોજ વાયરલ વિડિયો પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે આ જઘન્ય અપરાધના ગુનેગારો સામે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કડક શબ્દોમાં કહ્યું હતું કે, “અમે સરકારને થોડો સમય આપીશું, ત્યારબાદ અમે આ મામલાની જાતે તપાસ કરીશું.” તેના જવાબમાં કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે આ મામલાની તપાસ CBI દ્વારા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રએ કોર્ટ પાસે એવી પણ માગ કરી હતી કે કેસની તપાસ રાજ્યની બહાર થવી જોઈએ.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

CBIની વિશેષ ટીમ કરી રહી છે તપાસ

કાંગપોકપીમાં 3 મહિલાઓએ સાથે અત્યાચાર થયો હતો. બે મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરવામાં આવી હતી અને એક મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. CBI એ તેની પ્રક્રિયા મુજબ, મણિપુર પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને ટેક ઓવર કરી હતી. સીબીઆઈ પાસે પહેલાથી જ મણિપુર હિંસા સંબંધિત 6 કેસ છે, જેની તપાસ એજન્સી કરી રહી છે. સીબીઆઈની વિશેષ તપાસ ટીમ રાજ્યમાં કામ કરી રહી છે.

આ પણ વાંચો : Manipur Violence: ‘મણિપુર હિંસામાં ચીનનો હાથ’, પૂર્વ સેના પ્રમુખ નરવણેના નિવેદનથી મચ્યો ખળભળાટ

વાયરલ વીડિયો મામલે 7 લોકોની ધરપકડ

SITની ટીમમાં DIG રેન્કના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીબીઆઈની ટીમમાં મહિલા અધિકારીઓ, ફોરેન્સિક નિષ્ણાતોને પણ સામેલ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર સીબીઆઈએ અત્યાર સુધી 6 કેસમાં કોઈની ધરપકડ કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે એજન્સી કેસોની તપાસને ગુપ્ત રાખી રહી છે.

બીજી તરફ વાયરલ વીડિયો કેસમાં ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારના ડેટાના આધારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, મણિપુર પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં 14 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. વીડિયો બનાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">