Manipur Assembly Election 2022: કાકચિંગ વિધાનસભા સીટ જીતીને પણ કોંગ્રેસ હારી, જાણો તેની સાથે જોડાયેલ દરેક અપડેટ

કાકચિંગ વિધાનસભા બેઠક પર, કોંગ્રેસ છેલ્લી ત્રણ ચૂંટણીમાં સતત જીતી રહી છે.

Manipur Assembly Election 2022: કાકચિંગ વિધાનસભા સીટ જીતીને પણ કોંગ્રેસ હારી, જાણો તેની સાથે જોડાયેલ દરેક અપડેટ
Manipur Assembly Election 2022: Kakching Assembly Seat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 4:59 PM

આગામી ત્રણ મહિનામાં ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં 2022ની વિધાનસભા ચૂંટણીઓ (Manipur Assembly Election 2022) યોજાવા જઈ રહી છે. જ્યાં ભારતીય જનતા પાર્ટી ( Bharatiya Janata Party ) પોતાના બળે સત્તાના સિંહાસન પર કબજો કરવા માટે તમામ તાકાત લગાવી રહી છે. 2017માં યોજાયેલી મણિપુર વિધાનસભાની (Manipur Assembly) ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી, બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. પરંતુ ભાજપે પ્રાદેશિક પક્ષો સાથે મળીને ત્યાંની સત્તા કબજે કરી લીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વધુ જોરદાર રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભાજપમાંથી ટિકિટ લેવા માટે પડાપડી થઈ રહી છે.

ટિકિટ મેળવવાની સ્પર્ધા કાકચિંગ ( Kakching Assembly Seat ) મણિપુર રાજ્યની એક મહત્વપૂર્ણ વિધાનસભા બેઠક છે. 1967થી 2017ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસ, સીપીઆઈ, એસએસપી સહિતના પ્રાદેશિક પક્ષોનો દબદબો હતો. પરંતુ અહીં છેલ્લી ત્રણ ચૂંટણીઓથી કોંગ્રેસ સતત આ બેઠક જીતી રહી છે. 2017ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી અહીં બીજા નંબરે પહોંચવામાં સફળ રહી હતી. ત્યારથી અહીં ભાજપના કાર્યકરો ખૂબ જ ઉત્સાહિત છે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાકચિંગ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ મેળવવા માટે સ્પર્ધા છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી ચૂંટણીમાં ભાજપ છેલ્લી 2017ની ચૂંટણીની જેમ પ્રાદેશિક પક્ષોનો સાથ લઈને વૈતરણી પાર કરવા માંગતી નથી, પરંતુ મણિપુરમાં ભાજપ સંપૂર્ણ બહુમતીની સરકાર બનાવવા માટે તમામ તાકાત લગાવી દેશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ભાજપના ધારાસભ્ય કોર્ટમાંથી જીત્યા 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વાય સુરચંદ્ર (Y SurChandra)કાકચિંગ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનાર મયમલંબમ રામેશ્વર સિંહે (Mayanglambam Rameshwar Singh) મણિપુર હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટે વાય સુર ચંદ્રની ચૂંટણીને રદ્દ કરી હતી અને મયમલંબમ રામેશ્વરને કાકચિંગ વિધાનસભા બેઠકના વિજેતા ધારાસભ્ય તરીકે જાહેર કર્યા હતા. 2020માં કાકચિંગ બેઠકના ધારાસભ્ય તરીકે મયમલંબમ રામેશ્વર સિંહે વિધાનસભાના શપથ લીધા અને આ સાથે કોંગ્રેસની જીતેલી બેઠક ભાજપ પાસે ગઈ.

કોણ ક્યારે જીત્યું? કોંગ્રેસ પાર્ટીના નિમાઈ સિંહ 2000માં કાકચિંગ સીટ (Kakching Assembly Seat) જીત્યા અને વિધાનસભામાં પહોંચ્યા. તેઓ 2002માં સીપીઆઈના થોકચોમ ટોબા ધારાસભ્ય બન્યા. કોંગ્રેસ પાર્ટીમાંથી સુર ચંદ્ર 2007, 2012, 2017ની ચૂંટણી જીત્યા. આગામી ચૂંટણીમાં કાકચિંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જામશે.

આ પણ વાંચોઃ

Manipur Assembly Election 2022: વાંગખેઈ વિધાનસભા સીટ પર કોંગ્રેસનો દબદબો, જાણો તેને લગતી દરેક અપડેટ

આ પણ વાંચોઃ

Manipur Assembly Election 2022: 2002 થી 2017 સુધી, કાંગુજમ રણજીત સિંહ સુગનુ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">