બાપ રે ! યુવકે ઓનલાઈન આઈફોન ઓર્ડર કર્યો, પરંતુ પેકેટમાંથી આઈફોનને બદલે સાબુ નીકળતા યુવકના હોંશ ઉડી ગયા

|

Oct 23, 2021 | 7:23 PM

એક અઠવાડિયાની રાહ બાદ જ્યારે ઓર્ડરની ડિલેવરી થઈ ત્યારે નુરુલની ખુશીનો પાર ન રહ્યો. પરંતુ જ્યારે તેણે પાર્સલ ખોલ્યું તો તેના હોશ ઉડી ગયા.

બાપ રે  ! યુવકે ઓનલાઈન આઈફોન ઓર્ડર કર્યો, પરંતુ પેકેટમાંથી આઈફોનને બદલે સાબુ નીકળતા યુવકના હોંશ ઉડી ગયા
Viral Post Photo

Follow us on

Viral Post : કેરળમાં રહેતા એક વ્યક્તિએ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી આઈફોન (Apple iPhone 12) ઓર્ડર કર્યો હતો. પરંતુ, ડિલિવરી મળ્યા બાદ જ્યારે વ્યક્તિએ પેકેટ ખોલ્યું તો તેના હોશ ઉડી ગયા. કારણ કે, તેમાં આઈફોનને બદલે વાસણ ધોવા માટેનો સાબુ અને પાંચ રૂપિયાનો સિક્કો નિકળ્યો. આ તસવીર હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે.

મળતી માહિતી મુજબ, કેરળના અલુવાના રહેવાસી નુરુલ આમીન એક એનઆરઆઈ (NRI) છે. તેણે તાજેતરમાં જ એપલના આઇફોન 12 મોબાઇલનો ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. નુરુલના જણાવ્યા મુજબ, તેણે એમેઝોનથી આઇફોન મંગાવ્યો હતો, જેની કિંમત 70,900 રૂપિયા હતી.

આઈફોનને બદલે સાબુ નીકળ્યો !

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

એક અઠવાડિયાની રાહ બાદ જ્યારે ઓર્ડરની ડિલેવરી થઈ ત્યારે નુરુલની (Nurul) ખુશીનો પાર ન રહ્યો. પરંતુ જ્યારે તેણે પાર્સલ ખોલ્યું તો તેના હોશ ઉડી ગયા. કારણ કે પેકેટમાં 70,900 રૂપિયાની કિંમતના આઇફોનને બદલે વિમ બારનો સાબુ અને 5 રૂપિયાનો સિક્કો નીકળ્યો.

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં લીલા રંગના વિમ ડીશ વોશ સાબુ (Vim Soap) અને 5 રૂપિયાનો સિક્કો દેખાય છે. આ મામલે હાલ નુરુલે સાયબર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે આ મામલે કડક કાર્યવાહી કરવા સાયબર પોલીસને જણાવ્યુ છે.

સાયબર પોલીસે તપાસ શરૂ કરી

આ મામલે સાયબર પોલીસે યુવકની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. એક અધિકારીએ (Police Officer) આ મામલે જણાવ્યુ હતુ કે, અમે એમેઝોનના અધિકારીઓ અને તેલંગાણા સ્થિત સેલરનો સંપર્ક કર્યો છે. જ્યારે અમે વિક્રેતાનો સંપર્ક કર્યો ત્યારે તેણે કહ્યું કે ફોન સ્ટોકમાં નથી અને નુરુલ દ્વારા ચૂકવવામાં આવેલી રકમ પરત કરવામાં આવશે.

 

આ પણ વાંચો : કાકાએ તો ભારે કરી ! આર્યન ખાનની વધતી મુશ્કેલી વચ્ચે કાકાએ કહ્યુ ” હું આર્યનને જેલમાંથી છોડાવીશ” જુઓ Video

આ પણ વાંચો : Funny Video : લગ્નનો મંડપ બન્યો યુધ્ધનું મેદાન ! આ લગ્નની જુતા-ચોરીની રસમ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

Next Article