કાકાએ તો ભારે કરી ! આર્યન ખાનની વધતી મુશ્કેલી વચ્ચે કાકાએ કહ્યુ ” હું આર્યનને જેલમાંથી છોડાવીશ” જુઓ Video

આર્યન ખાનને વકીલોના લાખ પ્રયત્નો પછી પણ જામીન મળી શક્યા નથી, પરંતુ આ દિવસોમાં એક કાકાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે આર્યનને જામીન આપવાની વાત કરી રહ્યા છે.

કાકાએ તો ભારે કરી ! આર્યન ખાનની વધતી મુશ્કેલી વચ્ચે કાકાએ કહ્યુ  હું આર્યનને જેલમાંથી છોડાવીશ જુઓ Video
old man claims to get bail for aryan khan

Funny Video : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પણ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સ્થિતિમાં આર્યન ખાનની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે, ત્યારે આર્યન ખાનના (Aryan Khan) જામીનને લઈને એક કાકા સોશિયલ મીડિયા પર છવાયા છે. જેમાં કાકા જે રીતે આર્યનને છોડાવવાનો દાવો કરે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

આ કાકા આર્યન ખાનને જેલમાંથી છોડાવશે

આપણે બધા જાણીએ છીએ કે આર્યન ખાનના વકીલના લાખ પ્રયત્નો પછી પણ તેને જામીન મળી રહ્યા નથી, પરંતુ આ દિવસોમાં એક કાકાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આર્યન ખાનને જામીન આપવાની વાત કરી રહ્યો છે. આ જોઈને તમને પણ હસવુ આવશે.

આર્યન ખાનને જેલમાંથી છોડાવીશ અને હોટલમાં ચા પણ પીવડાવીશ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Video) તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બોલી રહ્યો છે કે, એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને તે જેલમાંથી છોડાવશે અને બાદમાં તેને હોટલમાં ચા પણ પીવડાવશે. આ સાંભળીને યુઝર્સ (Users) પણ હસીને લોટ પોટ થઈ ગયા.

જુઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde)

આ રમુજી વિડીયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આ વિડીયો પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યું કે, ‘જો NCB આ વીડિયો જોશે, તો કાકાને પણ લઈ જશે.’ જ્યારે અન્ય યુઝર્સ લખ્યું કે, ‘તેમને માત્ર આર્યનનો કેસ આપો.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : Funny Video : લગ્નનો મંડપ બન્યો યુધ્ધનું મેદાન ! આ લગ્નની જુતા-ચોરીની રસમ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો : ગજબ ! આ યુવતીએ ‘સ્કેટિંગ શુઝ’ પહેરીને કર્યો રાજસ્થાની ફોક ડાન્સ, આ સ્કેટિંગ ચેમ્પિયનને જોઈને લોકો મંત્ર મુગ્ધ થયા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati