કેરળ હાઇકોર્ટનો મોટો ચુકાદો, માત્ર પોલીસ યુનિફોર્મમાં હોવાથી જ IPCની કલમ 353 લાગુ થતી નથી

કેરળ હાઈકોર્ટે(Kerala Highcourt)  યુનિફોર્મમાં પોલીસ અધિકારી(Police)  પર હુમલો(Attack)  કરવાના આરોપી વકીલોને આગોતરા જામીન આપ્યા છે. આ હુમલો ત્યારે થયો હતો જયારે તેમની સામે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં તે અદાલતમાં હતા. જસ્ટિસ પી.વી. કુન્હીક્રિષ્નને એવી શંકાના આધારે અરજીને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો કે તેમની પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 353 હેઠળ બિનજામીનપાત્ર ગુનામાં ફસાવવાના હેતુપૂર્વક […]

કેરળ હાઇકોર્ટનો મોટો ચુકાદો, માત્ર પોલીસ યુનિફોર્મમાં હોવાથી જ IPCની કલમ 353 લાગુ થતી નથી
Kerala HighcourtImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 9:50 PM

કેરળ હાઈકોર્ટે(Kerala Highcourt)  યુનિફોર્મમાં પોલીસ અધિકારી(Police)  પર હુમલો(Attack)  કરવાના આરોપી વકીલોને આગોતરા જામીન આપ્યા છે. આ હુમલો ત્યારે થયો હતો જયારે તેમની સામે ચાલી રહેલી તપાસના સંદર્ભમાં તે અદાલતમાં હતા. જસ્ટિસ પી.વી. કુન્હીક્રિષ્નને એવી શંકાના આધારે અરજીને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો કે તેમની પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 353 હેઠળ બિનજામીનપાત્ર ગુનામાં ફસાવવાના હેતુપૂર્વક ગુનો નોંધવામાં આવ્યો હતો.કોર્ટે અવલોકન કર્યું, “IPCની કલમ 353ને હેઠળ ગુનો નોંધવા માટે માટે મુખ્ય એક એ છે કે હુમલો અથવા અપરાધિક બળ એ જાહેર સેવકને અટકાવવા માટે વાપરવામાં આવ્યું છે તેની સત્તાવાર ફરજ નિભાવી રહ્યો હતો. વાસ્તવમાં ફરિયાદી વકીલની અરજી પર તે એક તપાસમાં ભાગ લઈ રહ્યો હતો.

 ફરિયાદી કથિત ઘટના સમયે જાહેર સેવક તરીકેની તેની ફરજ કાયદેસર રીતે નિભાવતો હતો

તેથી એવી કલ્પના ના કરી  શકાય કે વાસ્તવિક ફરિયાદી કથિત ઘટના સમયે જાહેર સેવક તરીકેની તેની ફરજ કાયદેસર રીતે નિભાવતો હતો. તે પોલીસ યુનિફોર્મમાં હોવાના લીધે ફરજ નિભાવી રહ્યો છે તેમ કહી શકાય નહિ. તેમજ તેના લીધે આઇપીસીની કલમ 353 હ લાગુ થશે નહીં.”

પોલીસ અધિકારીઓ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ટ્રાફિકની ઘટનામાં આરોપી હોવાના કારણે ચેરથલા પોલીસ દ્વારા વકીલની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ તેણે પોલીસ અધિકારીઓ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. વકીલને મુક્ત કરવાની માંગ સાથે સાથે અનેક વકીલો પોલીસ સ્ટેશનની સામે એકઠા થયા હતા. તદનુસાર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એડવોકેટ જનરલ દ્વારા 15.02.2021 ના ​​રોજ હાઇકોર્ટના પરિસરમાં એડવોકેટ જનરલની ઓફિસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉક્ત વકીલ અને સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર તપાસમાં સામેલ થવા હાઈકોર્ટ પહોંચ્યા હતા.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

કલમ 353નો સમાવેશ વકીલોને બિનજામીનપાત્ર ગુનામાં ફસાવવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો

જ્યારે સર્કલ ઇન્સ્પેક્ટર કોર્ટ પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અરજદારો સહિત ઘણા વકીલોએ કથિત રીતે  એકઠા થયા હતા. તેમજ ઘાતક હથિયારો સાથે તોફાનો કર્યા અને  તેમની સાથે દુર્વ્યવહાર અને હુમલો કર્યો. જેથી અરજદારો અને અન્ય લોકો સામે IPCની કલમ 143, 147, 148, 353, 323, 294 (b) r/w 149 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ બાબુ એસ. નાયરે રજૂઆત કરી હતી કે અરજદારો સામેનો એકમાત્ર બિનજામીનપાત્ર ગુનો IPCની કલમ 353 હેઠળ નોંધવામાં આવ્યો છે. જો સમગ્ર આરોપો સ્વીકારવામાં આવે તો પણ કલમ 353 હેઠળનો ગુનો બનતો નથી. તેઓએ દલીલ કરી હતી કે કલમ 353નો સમાવેશ વકીલોને બિનજામીનપાત્ર ગુનામાં ફસાવવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો.

અરજદારોની દલીલમાં થોડું બળ છે

આ મામલે રાજ્ય સરકાર વતી સરકારી વકીલ શ્રીજા વી હાજર રહ્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે અરજદારો સામે એક માત્ર બિનજામીનપાત્ર ગુનો આઈપીસીની કલમ 353 હેઠળ છે. વધુમાં, મને લાગે છે કે અરજદારોની દલીલમાં થોડું બળ છે કે વકીલોને બિન-જામીનપાત્ર ગુનામાં ફસાવવા માટે IPCની કલમ 353 ઉમેરવામાં આવી છે. વરિષ્ઠ અધિકારીઓએ આ બાબતની તપાસ કરવી જોઈએ અને કાયદા મુજબ યોગ્ય પગલાં લેવા જોઈએ. આ બાબતની યોગ્યતા અંગે વધુ કોઈ ટિપ્પણી કરવા ઈચ્છતો નથી. હું તેને ત્યાં જ છોડી દઉં છું.

અધિકારીઓ આ ક્રમમાં કોઈપણ અવલોકનથી પ્રભાવિત થયા વિના તપાસ કરવા માટે સ્વતંત્ર છે.” જો કે, એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ અવલોકનો સખત રીતે જામીન અરજીની વિચારણાના મર્યાદિત અવકાશમાં છે. તેથી, આદેશ આપવામાં આવ્યો હતો કે જો અરજદારોની ધરપકડ કરવામાં આવે છે, તો તેમને રૂ. 50,000ના વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવામાં આવે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">