કોરોના સામે જંગમાં એક મોટી પહેલ, હવે અંતરિયાળ વિસ્તારમાં ડ્રોનથી રસી પહોંચાડશે સરકાર

દેશનાઅંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો હજી પણ કોરોનાની  રસી મેળવી શકયા નથી. ત્યારે સરકાર ટૂંક સમયમાં ડ્રોન(Drone)દ્વારા દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આ રસી પહોંચાડશે. 

કોરોના સામે જંગમાં એક મોટી પહેલ, હવે અંતરિયાળ વિસ્તારમાં ડ્રોનથી રસી પહોંચાડશે સરકાર
હવે અંતરિયાળ વિસ્તારમાં ડ્રોનથી રસી પહોંચાડશે સરકાર

Corona વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે. પરંતુ સરકાર હવે ટૂંક સમયમાં કોઈ પણ બેદરકારી વિના કોરોના વાયરસથી વધુને વધુ વસ્તીનું રસીકરણ(Vaccination)  કરવા માંગે છે. જેની માટે શહેરોમાં મોટા પાયે રસીકરણ(Vaccination)  અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો હજી પણ કોરોનાની  રસી મેળવી શકયા નથી. ત્યારે સરકાર ટૂંક સમયમાં ડ્રોન(Drone)દ્વારા દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આ રસી પહોંચાડશે.

જેની માટે ટૂંક સમયમાં આ સમસ્યા પણ દૂર થવા જઇ રહી છે કારણ કે ટૂંક સમયમાં ડ્રોન(Drone)દ્વારા દેશના દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને આ રસી પહોંચાડવામાં આવશે. જેની માટે સરકારે ટેન્ડર મંગાવ્યા છે.

જેની માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ વતી એચએલએલ(HLL)ઇન્ફ્રા ટેક સર્વિસીસ લિમિટેડે પણ માનવરહિત હવાઈ વાહન (અનમેન એરિયલ વ્હીકલ )અથવા ડ્રોન(Drone)દ્વારા રસી પહોંચાડવા માટે ટેન્ડર મંગાવ્યા છે. આ માટે કંપનીએ નિવિદા પણ બહાર પાડી છે.

પેરાશૂટ આધારિત ડિલિવરીને પ્રાધાન્ય આપવામાં આવશે નહીં.

એચ.એલ.એલ. એ ઉલ્લેખ કર્યો છે કે યુએવીએ આ યોજના માટે શું વિશિષ્ટતાઓ હોવી જોઈએ. કંપનીની નોંધ મુજબ, ડ્રોન(Drone) 100 મીટરની ઉંચાઇએ ઓછામાં ઓછા 35 કિ.મી.ના હવાઈ અંતરને આવરી લેવામાં સક્ષમ હોવું જોઈએ. આ ઉપરાંત તે ઓછામાં ઓછું 4 કિલો વજન લઇ જવા માટે સક્ષમ હોવું જોઈએ અને તેના સ્ટેશન અથવા કેન્દ્ર પર પાછું ફરવું જોઈએ. એચ.એલ.એલ. એ પણ સ્પષ્ટ કર્યું છે કે પેરાશૂટ આધારિત ડિલિવરીને પ્રાધાન્ય આપવામાં આવશે નહીં.

આ કરાર 90 દિવસ માટે માન્ય રહેશે અને યુએવી ઓપરેટરની કામગીરી તેમજ અને ઓપરેશનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આગળ વધારી શકાય છે.

આઇસીએમઆરએ આ પ્રોજેક્ટ માટે આઈઆઈટી-કાનપુર સાથે ભાગીદારી કરી

તમને જણાવી દઈએ કે બે મહિના પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન નિયામક મંત્રાલયે (ડીજીસીએ) આઇસીએમઆરને ડ્રોન દ્વારા કોવિડ -19 રસી પહોંચાડવાનો અભ્યાસ કરવાની મંજૂરી આપી હતી. આઇસીએમઆરએ આ પ્રોજેક્ટ માટે આઈઆઈટી-કાનપુર સાથે ભાગીદારી કરી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે, આઇસીએમઆરને અપાયેલી આ મુક્તિ આગામી હુકમ આવે તે પહેલાં અથવા એક વર્ષ માટે માન્ય છે.

આ દરમ્યાન ઇ- કોમર્સ કંપની ફ્લિપકાર્ટે શુક્રવારે કહ્યું કે તે તેલંગાના સરકાર સાથે કોરોના રસી અને અન્ય આવશ્યક ચીજોને ડ્રોન દ્વારા આંતરિયાળ વિસ્તારોમાં પહોંચાડવા માટે સમજૂતી કરી છે. તેલંગાના માં ‘મેડિસિન્સ ફ્રોમ ધ સ્કાય’ પ્રોજેક્ટ શરૂ થયા બાદ 6 દિવસ સુધી પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati