મહાદેવ એપ કૌભાંડના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયતમાં, ભારત લાવવાની તૈયારીઓ શરુ

મહાદેવ એપ કૌભાંડ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. દુબઈ પોલીસે સૌરભ ચંદ્રાકરની અટકાયત કરીને પોતાની દેખરેખ હેઠળ રાખ્યો છે. સૌરભ ચંદ્રાકરને ભારત લાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

મહાદેવ એપ કૌભાંડના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયતમાં, ભારત લાવવાની તૈયારીઓ શરુ
Saurabh Chandrakar detained in Dubai
Follow Us:
| Updated on: Dec 27, 2023 | 10:55 AM

મહાદેવ એપ કૌભાંડ કેસના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દુબઈ પોલીસે સૌરભ ચંદ્રાકરની અટકાયત કરીને પોતાની દેખરેખ હેઠળ રાખ્યો છે. ચંદ્રાકરને દુબઈના એક ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યો છે. સૌરભ ચંદ્રાકરના પ્રત્યાર્પણની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની વિનંતી પર ઇન્ટરપોલે મુખ્ય આરોપી સૌરભ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ અનુસાર, સૌરભ ચંદ્રાકર અને અન્ય પ્રમોટર રવિ ઉપ્પલ યુનાઈટેડ આરબ અમિરાતની સેન્ટ્રલાઈઝ્ડ ઓફિસમાંથી મહાદેવ સટ્ટાબાજીની એપનું સંચાલન કરતા હતા. આ સાથે મની લોન્ડરિંગ અને હવાલા દ્વારા ભારતમાં નાણાંની લેવડ-દેવડ પણ થતી હતી. તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના જણાવ્યા અનુસાર મહાદેવ એપ કૌભાંડ લગભગ 6000 કરોડ રૂપિયાનું છે. તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના કહેવા પર ઈન્ટરપોલે આરોપી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી.

મહાદેવ એપના સૌરભનું ડોન દાઉદ સાથે કનેક્શન

મહાદેવ એપને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે અનુસાર, મહાદેવ એપ ઓપરેટ કરનાર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ પાકિસ્તાનમાં ડી-કંપનીને સપોર્ટ કરતા હતા. તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે ડી કંપનીના કહેવા પર સૌરભ ચંદ્રકરે દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુસ્તાકીમ ઈબ્રાહીમ કાસકર સાથે મળીને એપ ઓપરેટ કરી હતી અને આ એપ બનાવી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સટ્ટાબાજીની એપ્સ પર સરકાર નિયંત્રણ લાદી રહી છે

ભારત સરકારે મહાદેવ બુક સહિત ગેરકાયદેસર સટ્ટાબાજીની 22 એપ અને વેબસાઇટ્સ સામે મોટી કાર્યવાહી કરી હતી. સરકારે આ તમામ એપ અને વેબસાઈટને બ્લોક કરી દીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા કરાયેલી વિનંતી બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. તેની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે આ એપ્સના સંચાલનને ગેરકાયદેસર જાહેર કર્યું હતું.

આ કૌભાંડમાં ફિલ્મી હસ્તીઓના નામ પણ સામે આવ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનામાં જ દેશભરમાંથી 12 લાખથી વધુ લોકો મહાદેવ એપ સાથે જોડાયા હતા. આ એપના માધ્યમથી લોકો ક્રિકેટથી માંડીને ચૂંટણીમાં મતદાન સુધીની દરેક વસ્તુ પર સટ્ટો લગાવતા હતા. આ કૌભાંડમાં બોલિવૂડની મોટી હસ્તીઓના નામ પણ સામે આવ્યા હતા. આ અંગે અનેક બોલિવૂડની હસ્તીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા. ફિલ્મ સ્ટાર્સે આ એપનું પ્રમોશન કર્યું હતું. જેના પગલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
g clip-path="url(#clip0_868_265)">