Madras High Court : ચૂંટણીપંચ પર ચાલે હત્યાનો કેસ, તેને કારણે જ થયો કોરોના વિસ્ફોટ

Madras High Court : ચૂંટણીપંચ તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયું છે.

Madras High Court : ચૂંટણીપંચ પર ચાલે હત્યાનો કેસ, તેને કારણે જ થયો કોરોના વિસ્ફોટ
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 5:14 PM

Madras High Court : છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના કેસોમાં ઝડપથી વધારા માટે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે. આટલું જ નહીં કોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું છે કે ચૂંટણીપંચ સામે ગેરવાજબી વર્તન માટે હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ.

જવાબદારી નિભાવવામાં ચૂંટણીપંચ નિષ્ફળ મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court )એ કહ્યું કે ચૂંટણીપંચ તેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયું છે. ખંડપીઠે કહ્યું કે રાજકીય પક્ષોએ ચૂંટણીઓમાં કોરોના પ્રોટોકોલનું ઘણું ઉલ્લંઘન કર્યું છે અને પંચ તેમને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. કોર્ટે કહ્યું કે ચૂંટણીપંચને લીધે પરિસ્થિતિ એટલી કડક બની ગઈ છે કે તે રાજકીય પક્ષો ઉપર કબજો લેવામાં નિષ્ફળ ગઈ છે. મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની ખંડપીઠે કહ્યું, ‘એક સંસ્થા તરીકે ચૂંટણીપંચ આજે આ સ્થિતિ માટે સંપૂર્ણ જવાબદાર છે. તમે તમારા અધિકારનો ઉપયોગ કર્યો નથી. કોર્ટના અનેક આદેશો બાદ પણ તમારા વતી રાજકીય પક્ષો વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

મદ્રાસ હાઈકોર્ટ રોકશે મત ગણતરી મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court )એ કહ્યું કે કોવિડ પ્રોટોકોલ જાળવી રાખવા માટેની તમામ અપીલ અને ઓર્ડરને અવગણવામાં આવ્યા છે. કોર્ટે ચૂંટણીપંચને કહ્યું કે જો તમે કોવિડ પ્રોટોકોલનું કોઈ બ્લુપ્રિન્ટ તૈયાર કર્યું નથી તો અમે 2 મેના રોજ યોજાનારી મતગણતરી પણ રોકી શકીશું. કોર્ટે કહ્યું કે તમારી મૂર્ખતાને કારણે આવા સંજોગો ઉભા થયા છે. કોર્ટે કહ્યું કે, કોઈપણ કિંમતે કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનમાં પણ મતની ગણતરી ચાલુ રાખી શકાતી નથી. કોર્ટે કહ્યું કે જાહેર આરોગ્ય આપણા માટે સર્વોચ્ચ મહત્વ ધરાવે છે અને તેની સાથે કોઈપણ રીતે સમાધાન કરી શકાતું નથી. કોર્ટે કહ્યું કે બંધારણીય સંસ્થાઓએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમિલનાડુમાં લાગ્યા નવા પ્રતિબંધો તમિલનાડુમાં કોરોના સંક્રમણના 15,000 થી વધુ કેસ નોંધાયા છે ત્યારે સરકારે સોમવાર સવારથી નવા પ્રતિબંધો લગાવી દીધા છે. 20 એપ્રિલથી રાજ્યમાં નાઇટ કર્ફ્યુ રજૂ કરવામાં આવ્યો હતો અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે પહેલીવાર છે.

કોરોના દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે ઓક્સિજનનું સંકટ સર્જાયું છે. તમિલનાડુ સરકારે ચાર મહિના માટે ઓક્સિજન ઉત્પાદન માટે તુતીકોરિન ખાતે વેદાંતના સ્ટરલાઇટ પ્લાન્ટને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો : કોરોનાના સંકટમાં પણ ચીનની નફ્ફટાઈ, રોકી રહ્યું છે ઓક્સીજન સંબંધી માલ-સામાન

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">