AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat: PM મોદી આજે 11 વાગ્યે ફરી દેશવાસીઓ સાથે કરશે ‘મન કી બાત’, જમ્મુમાં અનેક પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

Mann Ki Baat: પીએમ મોદી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેઓ અહીં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ દેશની તમામ ગ્રામસભાઓને સંબોધિત કરશે.

Mann Ki Baat: PM મોદી આજે 11 વાગ્યે ફરી દેશવાસીઓ સાથે કરશે 'મન કી બાત', જમ્મુમાં અનેક પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
PM Modi (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 9:35 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે આકાશવાણી (Akashvani) પરથી મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમમાં લોકો સાથે પોતાના વિચારો શેયર કરશે. સવારે 11 વાગ્યે રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં પીએમ દેશ-વિદેશના લોકો સાથે વાત કરશે અને પોતાના વિચારો જણાવશે. આ માસિક રેડિયો પ્રોગ્રામનો આ 88મો એપિસોડ હશે, જે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના તમામ નેટવર્ક્સ પર પ્રસારિત થશે. મન કી બાત કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન સિવાય વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આ કાર્યક્રમનું ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીનું ટ્વીટ

થોડા દિવસો પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને મન કી બાતની પાછલી આવૃત્તિ પર આધારિત એક મેગેઝિન શેયર કર્યું હતું. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘ગયા મહિનાની મન કી બાત પર આ એક રસપ્રદ મેગેઝિન છે, જેમાં અમે ભારતની નિકાસ વધારવા, આયુર્વેદ સ્ટાર્ટઅપ્સ, જળ સંરક્ષણ અને પરંપરાગત મેળાઓ જેવા ઘણા વિષયો પર ચર્ચા કરી હતી. 24મી એપ્રિલે આગામી આવૃત્તિમાં જોડાઓ.

જમ્મુ-કાશ્મીરને 20 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપવામાં આવશે

પીએમ મોદી રવિવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેઓ અહીં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ દેશની તમામ ગ્રામસભાઓને સંબોધિત કરશે. તેઓ સાંબા જિલ્લાની પલ્લી પંચાયતની પણ મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન મોદી શિલાન્યાસ કરશે અને લગભગ 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન મોદી 3,100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર બનિહાલ-કાઝીગુંડ રોડ ટનલનું પણ ઉદ્ઘાટન કરશે. આ લગભગ 9 કિલોમીટર લાંબી ટનલ શરૂ થવાથી બનિહાલ અને કાઝીગુંડ વચ્ચેની 16 કિલોમીટરની મુસાફરી લગભગ દોઢ કલાકમાં પૂર્ણ થશે. મોદી 7,500 કરોડ રૂપિયાના ખર્ચાવાળા દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ પણ કરશે. તે અમૃત સરોવરની પણ શરૂઆત કરશે.

આ પણ વાંચો: સાવધાન! લાંબા નખ રાખવાના શોખીન છો, તો આ ‘અજાણ્યા જોખમ’થી થઈ જાવ સાવધાન, જેના પર દવાઓ પણ બિનઅસરકારક થઈ શકે છે સાબિત

આ પણ વાંચો: Gulkhaira Farming: દવાઓ બનાવવા માટે થાય છે આ છોડનો ઉપયોગ, ગુલખૈરાની ખેતીથી થોડા સમયમાં જ મેળવી શકાય છે સારો નફો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">