AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવધાન! લાંબા નખ રાખવાના શોખીન છો, તો આ ‘અજાણ્યા જોખમ’થી થઈ જાવ સાવધાન, જેના પર દવાઓ પણ બિનઅસરકારક થઈ શકે છે સાબિત

Side effect of Long fingernails: લાંબા નખ (Long Nails) રાખવાનો ટ્રેન્ડ છે. નખની નીચે રહેલા બેક્ટેરિયા અને ફૂગને નરી આંખે જોઈ શકાતા નથી. તેથી આ 'અજાણ્યા જોખમ'થી પોતાને સજાગ કરવાની જરૂર છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ તેમના તાજેતરના સંશોધનમાં આ ખતરાને લઈને ચેતવણી આપી છે.

સાવધાન! લાંબા નખ રાખવાના શોખીન છો, તો આ 'અજાણ્યા જોખમ'થી થઈ જાવ સાવધાન, જેના પર દવાઓ પણ બિનઅસરકારક થઈ શકે છે સાબિત
American rapper Cardi-B had to get her long nails cut short in 2020
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 9:24 AM
Share

લાંબા નખ રાખવાનો ટ્રેન્ડ છે. સુંદરતાની દૃષ્ટિએ આ ટ્રેન્ડ ભલે સારો હોય, પરંતુ વૈજ્ઞાનિકોએ લાંબા નખ પર કરેલું સંશોધન ચોંકાવનારું છે અને ચેતવણી પણ આપે છે. સંશોધન કહે છે કે લાંબા માનવ નખ 32થી વધુ બેક્ટેરિયા (Bacteria) અને ફૂગની (Fungus) 28થી વધુ પ્રજાતિઓનું ઘર હોઈ શકે છે. આ દાવો અમેરિકન યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન DCના (American University) વૈજ્ઞાનિકોએ કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે, સંશોધન દરમિયાન લાંબા નખમાં સ્ટેફ ઓરિયસ નામના બેક્ટેરિયા પણ જોવા મળ્યા છે. આ એક બેક્ટેરિયા છે. જે ત્વચાના ચેપ માટે જવાબદાર છે અને એન્ટિબાયોટિક્સથી પ્રભાવિત નથી. આ બેક્ટેરિયા નખની નીચે જ હોઈ શકે છે. જ્યારે તેઓ વસ્તુઓને સ્પર્શ કરે છે અને ચેપના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ નખ સુધી પહોંચે છે.

નખની નીચે રહેલા બેક્ટેરિયા અને ફૂગને નરી આંખે જોઈ શકાતા નથી. તેથી આ ‘અજાણ્યા જોખમ’થી પોતાને સજાગ કરવાની જરૂર છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ તેમના તાજેતરના સંશોધનમાં આ ખતરાને લઈને ચેતવણી આપી છે.

નખમાં હાજર બેક્ટેરિયા અને ફૂગનો ચેપ કેવી રીતે ફેલાય છે, કયા પ્રકારના નખ તેના જોખમને વધુ વધારે છે અને કયા લક્ષણો ચેતવણી આપતા હોય છે? જાણો આ સવાલોના જવાબ…

આવી રીતે નખથી વધુ જોખમ

વોશિંગ્ટન DCના જીવવિજ્ઞાની ડો. જેફરી કૈપ્લેનના જણાવ્યા અનુસાર, હાલમાં લાંબા કૃત્રિમ, કુદરતી, જેલ અને એક્રેલિક નખનો ટ્રેન્ડ છે. આ પ્રકારના નખ વધુ જોખમમાં છે. કારણ કે તે વધુ બેક્ટેરિયા અને ફૂગનું ઘર બની શકે છે. નખને ખાવાથી, મોં વડે કાપવાથી કે ખંજવાળ પર નખમાં રહેલા આ બેક્ટેરિયા શરીરના ઘણા ભાગોમાં પહોંચી જાય છે અને ચેપનું કારણ બને છે. જ્યારે આવું થાય છે, ત્યારે નખનો આકાર પણ બગડવા લાગે છે.

આ લક્ષણો સૂચવે છે ચેપ

મીડિયાના રિપોર્ટમાં સંશોધકોનું કહેવું છે કે, સામાન્ય રીતે આ બેક્ટેરિયા નુકસાન નથી કરતા. પરંતુ જો તેનું ગંભીર ઈન્ફેક્શન ફેલાઈ જાય તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, નખના ભાગમાં સોજો, નખ જાડા થવા જેવા લક્ષણો દેખાવા લાગે છે.

નખ નિષ્ણાંત કાયલા ન્યુમેન નવા સંશોધન પર કહે છે, હું આ સંશોધન સાથે સહમત નથી. કારણ કે જે લોકો લાંબા નખને પ્રોત્સાહન આપે છે. તેઓ સારી રીતે જાણે છે કે તેમને કેવી રીતે સ્વચ્છ રાખવા.

2020માં એક સંશોધન થયું હતું. જેમાં સંશોધકોએ દાવો કર્યો હતો કે, ફૂગની 100થી વધુ પ્રજાતિઓ મનુષ્યના પગ અને નખ નીચે રહે છે. અમેરિકન રેપર કાર્ડી-બીને 2020માં તેના લાંબા નખ કાપવા પડ્યા હતા. અમેરિકન સિંગર બિલી ઇલિશ પણ લાંબા નખના કિસ્સાનું એક ઉદાહરણ છે.

જો તમારા નખ લાંબા હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું? તેના પર યુએસ હેલ્થ એજન્સી સીડીસીનું કહેવું છે કે, નખ નાના રાખવા જોઈએ. જેથી કરીને તેમાં ધૂળ અને બેક્ટેરિયાનું ઘર ન બને. આ તે છે જ્યાં ચેપ ફેલાય છે. આ સાથે નખની સુંદરતા વધારવા માટે વપરાતા સાધનોને ઉપયોગ પહેલા અને પછી સ્ટેરિલાઈઝ કરવાની જરૂર છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  જમ્મુ-કાશ્મીરમાં PM મોદીની રેલી સ્થળથી 12 કિમી દૂર વિસ્ફોટ, પોલીસ ઘટના સ્થળે પહોંચી, તપાસ ચાલુ

આ પણ વાંચો:  Knowledge: અનોખો રેકોર્ડ: 7 વર્ષના બાળકે હિમાલયનું 5500 મીટર ઊંચું શિખર કર્યું સર, ડાઉન સિન્ડ્રોમથી પીડિત પ્રથમ વિશેષ બાળક

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">