હવે બ્રેડની સાથે પ્રોસેસ્ડ યોગર્ટ પનીર ખાઈને બનવો સ્વાસ્થ્ય, આ યુનિવર્સિટીએ તૈયાર કરી એક ખાસ વસ્તુ

ગુરુ અંગદ દેવ વેટરનરી અને એનિમલ સાયન્સ યુનિવર્સિટી (GADVASU) ની કોલેજ ઓફ ડેરી સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકો પૌષ્ટિક્તાથી ભરપૂર પનીર તૈયાર કર્યું છે.

હવે બ્રેડની સાથે પ્રોસેસ્ડ યોગર્ટ પનીર ખાઈને બનવો સ્વાસ્થ્ય, આ યુનિવર્સિટીએ તૈયાર કરી એક ખાસ વસ્તુ
Processed Yogurt Cheese
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 20, 2021 | 2:26 PM

શહેરોમાં રોજિંદા ભાગદોડની વચ્ચે, મોટાભાગના લોકો નાસ્તામાં બ્રેડ બટર લે છે. આ પેટ ભરે છે, પરંતુ શરીરને પૂરતું પોષણ મળતું નથી. તેને ધ્યાનમાં રાખીને, ગુરુ અંગદ દેવ વેટરનરી અને એનિમલ સાયન્સ યુનિવર્સિટી (GADVASU) ની કોલેજ ઓફ ડેરી સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકો પૌષ્ટિક્તાથી ભરપૂર પનીર તૈયાર કર્યું છે.

વૈજ્ઞાનિકો કહે છે કે, તેને નાસ્તામાં બટરની જગ્યાએ બ્રેડ સાથે લઇ શકાય છે. છ મહિના સંશોધન પછી તૈયાર કરેલા આ પનીરનો સ્વાદ પણ ઉત્તમ છે. બ્રેડ સિવાય તેને નાસ્તા, બેકરી, સેન્ડવીચ, બ્રેડના ટુકડા અને પીઝા સાથે પણ ખાઈ શકાય છે. ડેરી સાયન્સ એન્ડ ટેકનોલોજીના સહાયક પ્રોફેસર ડો.વિનસ બંસલ કહે છે કે, પ્રોસેસ્ડ દહીં પનીરમાં ખૂબ ઓછી ચરબી છે અને મિલ્ક પ્રોટીન વધુ છે. આ ઉપરાંત, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ ભરપૂર છે. આ સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બેક્ટેરિયા પણ છે. આપણને હેલ્થી રાખવા માટે આ બધા પોષક તત્વો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તો બીજી બાજુ બટરમાં ફેટની માત્ર વધારે હોય છે. જે આગળ જતાં જાડાપણાનું કારણ બને છે. જે દૂધ નથી લઈ શકતા તે પ્રોસેસ્ડ યોગર્ટ ચીઝ લઈ શકે છે. ડો. વિનસ કહે છે કે, જે લોકો લેકટોસ ઇન્ટોલરેટ (દૂધ તેમજ દૂધની બનાવટી વસ્તુઓ ન પચાવી શકતા) છે, તેના માટે પ્રોસેસ્ડ યોગર્ટ ચીઝ લાભકારી છે. જેમાં લેકટોસની માત્ર ઘણી ઓછી છે. જેના લીધે તેને પચાવવામાં ઘણી સરળતા રહે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નાના બાળકોથી લઈ વડીલો સૌ કોઈ લઈ શકે છે ડો. બંસલ કહે છે કે, આમાં શુગર હોતું નથી જેથી કરીને તેને ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે. આ સિવાય નાના બાળકોથી લઈને વડીલો પણ પ્રોસેસ્ડ યોગર્ટને લઈ શકે છે. ખાસ વાત એ છે કે, આમનો સ્વાદ ઘણો લાજવાબ છે. ડો. બંસલ કહે છે આને બનાવવા માટે કોઈ મોટી મશીનોની જરૂર પડતી નથી. કોઈ પણ આને બનાવવા માટે આ ટેકનોલોજી લઈ શકે છે અને આ ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર છે.

ભારતમાં લગભગ 73 ટકા લોકોમાં પ્રોટીનનો અભાવ છે

ટેકનોલોજી ટ્રાન્સફર હેઠળ, અમે પ્રોસેસ્ડ દહીં ચીઝ બનાવવાની તાલીમ પણ આપીશું. ડેરી સાઇન્સ અને ટેકનોલોજી કોલેજના ડીન ડો.રમનીકસિંહે કહ્યું હતું કે, ભારતમાં લગભગ 73 ટકા લોકોમાં પ્રોટીનનો અભાવ છે. પ્રોટીનનો અભાવ ઘણા રોગોનું કારણ બને છે. આ કિસ્સામાં પ્રોસેસ્ડ દહીં ચીઝ દ્વારા પ્રોટીન મેળવી શકાય છે. આ ઉત્પાદન સાથે, ગ્રાહકોને સારા સ્વાસ્થ્ય માટે એક નવો ઉત્પાદન વિકલ્પ મળશે. પશ્ચિમી દેશમાં આવા ખોરાક ખૂબ જ પ્રચલિત છે. હવે ભારતમાં પણ આવા ખોરાકને પસંદ કરવામાં આવી રહ્યો છે.

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">