Ludhiana Court Blast update : બ્લાસ્ટ કેસમાં પોલીસને લાગી મહત્વની કડી હાથ , SFJ આતંકવાદીની જર્મનીથી કરી ધરપકડ

લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસમાં જર્મનીમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે દિલ્હી અને મુંબઈને પણ નિશાન બનાવવાની યોજના હતી.

Ludhiana Court Blast update : બ્લાસ્ટ કેસમાં પોલીસને લાગી મહત્વની કડી હાથ , SFJ આતંકવાદીની જર્મનીથી કરી ધરપકડ
Jaswinder Singh Multani ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:35 AM

Ludhiana Court Blast :  ગત અઠવાડિયે લુધિયાણા કોર્ટમાં (Ludhiana Court) બ્લાસ્ટ થયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા.  પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. જર્મની પોલીસે ગયા અઠવાડિયે લુધિયાણા કોર્ટ બ્લાસ્ટમાં સંડોવણી અને દિલ્હી અને મુંબઈને નિશાન બનાવવાનું કાવતરું ઘડવાના આરોપમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સભ્ય જસવિંદર સિંહ મુલતાનીની (Jaswinder Singh Multani) ધરપકડ કરી છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ આ માહિતી આપી છે. મધ્ય જર્મનીના એર્ફર્ટથી સંઘીય પોલીસે મુલતાનીની ધરપકડ કરી હતી.

તમને જણાવી દઈએ કે બોન (જર્મની શહેર) અને નવી દિલ્હી સ્થિત રાજદ્વારીઓનું કહેવું છે કે, નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે જર્મન સત્તાવાળાઓને પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા અને સરહદ પાર કરનારા ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓની ધરપકડ કરવા વિનંતી કરી હતી. પંજાબમાં હથિયારો અને દારૂગોળો તસ્કરીમાં સામેલ  હોય. એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે આ પહેલા પંજાબના હોશિયારપુરના રહેવાસી 45 વર્ષીય મુલતાની SFJના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુના નજીકના સહયોગી રહી ચૂક્યા છે અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે.

પંજાબમાં વધુ વિસ્ફોટોની યોજના હતી

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મુલતાની પંજાબમાં આવો જ બીજો બ્લાસ્ટ અને અન્ય આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. આ રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. બીજી તરફ લુધિયાણા કોર્ટ બ્લાસ્ટની વાત કરવામાં આવે તો તે ગુરુવારે થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા.

પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલો પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો દ્વારા સ્થાનિક બદમાશો દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કોર્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. તેમનો હેતુ શક્ય તેટલું વધુ નુકસાન પહોંચાડવાનો હતો. જોકે હુમલાખોર બોમ્બને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે વિસ્ફોટ થઇ ગયો હતો.

પાકિસ્તાન સાથે જોડાયેલ છે તાર  

એક અધિકારીએ જણાવ્યું હતું કે મુલતાની તાજેતરમાં પાકિસ્તાની ઓપરેટિવ્સની મદદથી સરહદ પારથી વિસ્ફોટક, ગ્રેનેડ અને પિસ્તોલના હથિયારોના કન્સાઇનમેન્ટની વ્યવસ્થા કરવા માટે સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. અગાઉ 7 ફેબ્રુઆરીએ પંજાબ પોલીસે ત અમૃતસર અને ફિરોઝપુરમાંથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

તેમની પાસેથી આઠ પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો. ધરપકડ કરાયેલા લોકોએ પંજાબમાં કટ્ટરપંથી પ્રવૃત્તિઓ કરવા માટે ગેરકાયદેસર હથિયારો ખરીદ્યા હતા. પોલીસે પાછળથી અન્ય એક વ્યક્તિ, જીવન સિંઘની ધરપકડ કરી હતી, જેને સોશિયલ મીડિયા પર અગ્રણી ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલને નિશાન બનાવવા માટે જર્મન પ્રો-ખાલિસ્તાન નેતા મુલતાની દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Happy birthday Cezanne Khan : વિવાદોમાં રહ્યો હતો સીઝેન ખાન, એક પાકિસ્તાની મહિલાએ કર્યો હતો લગ્નનો દાવો

આ પણ વાંચો : PM Svanidhi Yojana: આ યોજન હેઠળ કેન્દ્ર સરકાર આપી રહી છે 10,000 રૂપિયા, આ રીતે ચેક કરો યોગ્યતા અને જાણો લાભ લેવાની રીત

g clip-path="url(#clip0_868_265)">