Lucknow: ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે કરી મુલાકાત
આ બેઠકના રાજકીય અર્થો પણ કાઢવામાં આવી રહ્યા છે. માનવામાં આવે છે કે આ સૌજન્ય મુલાકાત આગામી લોકસભા ચૂંટણીની તૈયારી માટે સપાની ચૂંટણી રણનીતિનો એક ભાગ હોય શકે છે. મીટિંગ બાદ મીડિયા સાથે વાત કરતા વાઘેલાએ કહ્યું કે, હું મુલાયમ સિંહ યાદવને ઘણા વર્ષોથી ઓળખું છું.
લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટેની તમામ પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ વિપક્ષી એકતા માટે બિહારના પટનામાં નિતિશ કુમારની (Nitish Kumar) આગેવાની હેઠળ મહાગઠબંદનની બેઠક યોજાઈ હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લખનૌમાં સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. શંકરસિંહ વાઘેલા બુધવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પહોંચ્યા હતા. અહીં તેઓ સપા પ્રમુખ અખિલેશ યાદવને મળ્યા હતા.
હું મુલાયમ સિંહ યાદવને ઘણા વર્ષોથી ઓળખું છું: શંકરસિંહ વાઘેલા
આ બેઠકના રાજકીય અર્થો પણ કાઢવામાં આવી રહ્યા છે. માનવામાં આવે છે કે આ સૌજન્ય મુલાકાત આગામી લોકસભા ચૂંટણીની તૈયારી માટે સપાની ચૂંટણી રણનીતિનો એક ભાગ હોય શકે છે. મીટિંગ બાદ મીડિયા સાથે વાત કરતા વાઘેલાએ કહ્યું કે, હું મુલાયમ સિંહ યાદવને ઘણા વર્ષોથી ઓળખું છું. તેથી જ મારા અખિલેશ સાથે પણ સારા સંબંધો છે.
શંકરસિંહ વાઘેલા લગભગ 5 દાયકાથી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે. CM અને કેન્દ્રીય મંત્રી સહિતના મહત્વના હોદ્દા પર રહેલા વાઘેલા ભાજપ, કોંગ્રેસ અને NCPમાં રહી ચૂક્યા છે. તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાની પાર્ટી પણ બનાવી હતી, પરંતુ તેની કોઈ અસર દેખાઈ શકી ન હતી. ઉત્તર પ્રદેશમાં પડકારનો સામનો કરી રહેલી સમાજવાદી પાર્ટી રાજ્યની બહાર તેના રાજકીય વિસ્તરણની શક્યતાઓ શોધી રહી છે અને ગુજરાત પણ તેમાંનું એક રાજ્ય છે.
આ પણ વાંચો : Breaking News: મણિપુરમાં રાહુલ ગાંધીના કાફલાને પોલીસે ઈમ્ફાલ પહોંચતા પહેલા જ રોક્યો
લોકસભાની ચૂંટણી પહેલા અખિલેશ યાદવ ઘણા વિપક્ષી નેતાઓને મળી રહ્યા છે અને તેમને એકસાથે આવીને ભાજપ વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડવા માટે કહી રહ્યા છે. સપાના વડાએ બિહાર, દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી છે. હાલમાં જ પટનામાં યોજાયેલી બેઠકમાં પણ અખિલેશ યાદવે હાજરી આપી હતી. અખિલેશની ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથેની મુલાકાતને પણ આ ચૂંટણી રણનીતિના સંદર્ભમાં જોવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ 20 બેઠકો પર ચૂંટણી લડી હતી
ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ 20 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાથી એક સીટ પર તેમને જીત મળી હતી. આ પહેલા અખિલેશ યાદવ માર્ચ મહિનામાં ગુજરાતની મુલાકાત પર હતા તે દરમિયાન શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા. જો કે વાઘેલા અખિલેશ સાથેની તાજેતરની મુલાકાતને સૌજન્ય મુલાકાત તરીકે વર્ણવી રહ્યા છે, પરંતુ તેમના યુપી પ્રવાસમાં અખિલેશને મળવા સિવાય અન્ય કોઈ કાર્યક્રમ નહોતો.