કામની વાત : આધાર કાર્ડ ખોવાઇ ગયુ હોય અથવા તો તેને લઇને કોઇ પણ સમસ્યા હોય તો આ નંબર પર કોલ કરો

|

Aug 23, 2021 | 7:08 AM

UIDAI એ હાલમાં જ હૈશટેગ આધાર હેલ્પલાઇન લખીને એક ટ્વીટ કર્યુ હતુ જેમાં એક નંબર વિશે જાણકારી આપવામાં આવી હતી. તે નંબર થે 1947. આ ટોલ ફ્રી નંબર છે

કામની વાત : આધાર કાર્ડ ખોવાઇ ગયુ હોય અથવા તો તેને લઇને કોઇ પણ સમસ્યા હોય તો આ નંબર પર કોલ કરો
Reduction in Aadhar Card Authentication Charges

Follow us on

આધારકાર્ડ કેટલુ જરૂરી છે તે તો સૌને ખબર જ છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાથી લઇને બેંક એકાઉન્ટ ખુલાવવા સુધી, બાળકોનું સ્કૂલમાં એડમિશન કરાવવાથી લઇને પીએફમાંથી પૈસા નિકાળવા સુધી દરેક જગ્યાએ આધારકાર્ડ જરૂરી છે. તેવામાં આધારકાર્ડને લઇને આપણા મનમાં ઘણા બધા સવાલો ઉભા થાય છે જેના જવાબ મેળવવા માટે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો.

આધારકાર્ડ સાથે જોડાયેલી કોઇ પણ સમસ્યાના નિરાકરણ માટે તમે કસ્ટમર કેરમાં કોલ કરી શકો છો. આધાર નંબર જાહેર કરવા વાળી સંસ્થા ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટર પર ટ્વીટ કરીને કસ્ટરમ કેરની જાણકારી આપી છે. UIDAI એ હાલમાં જ હૈશટેગ આધાર હેલ્પલાઇન લખીને એક ટ્વીટ કર્યુ હતુ જેમાં એક નંબર વિશે જાણકારી આપવામાં આવી હતી. તે નંબર થે 1947. આ ટોલ ફ્રી નંબર છે અને આધાર સાથે જોડાયેલી કોઇ પણ સમસ્યાનું સમાધાન તમને તેના પર મળી જશે.

4 પ્રકારના હોય છે આધારકાર્ડ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આધાર લેટર વિશે તો આપણે સૌ જાણીએ છીએ કારણ કે તે જ પહેલા આપણા ઘરે પોસ્ટના માધ્યમથી આવે છે. પણ શુ તમને ખબર છે કે તેના સિવાય પણ ત્રણ અન્ય આધારકાર્ડના રૂપમાં છે.

PVC આધાર કાર્ડ

પીવીસી આધાર કાર્ડ એક કોમ્પેક્ટ સાઇઝનો આધાર કાર્ડ હોય છે. તેની સાઇઝ એટીએમ અથવા તો ક્રેડિટ કાર્ડ જેટલી જ હોય છે. સાથે જ તેમાં હોલોગ્રામ અને ક્યૂઆર કોડ વગેરે પણ લગાવેલા હોય છે. આ આધાર કાર્ડને UIDAI ની વેબસાઇટ પર જઇને માત્ર 50 રૂપિયા ભરીને ઘરે મંગાવી શકાય છે.

e-Aadhaar

ઇ આધારનો મતલબ છે કે ઇલેક્ટ્રોનિક આધાર કોપી. તે પાસવર્ડની સુરક્ષા સાથે આવે છે. તેને યૂઝર્સ ફોનમાં અથવા તો કોઇ ડિવાઇઝમાં સુરક્ષિત કરીને રાખી શકાય છે. તેને મફતમાં UIDAI ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

m-Aadhaar

m-Aadhaar એક એપ છે. તેની અંદર તમારુ આધાર કાર્ડ સુરક્ષિત રહે છે. આ એપને ફ્રીમાં ગુગલ પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરી શકાય છે. આ એપમાં આધાર નંબરની ડિટેલ્સ ભરીને તેને સેવ કરી શકાય છે. તેમાં આધાર કાર્ડ એક ક્યૂઆર કોડ તરીકે સેવ રહે છે અને જરૂર પડવા પર તેને સ્કેન કરીને આધાર કાર્ડ સેવ કરી શકાય છે.

આધાર લેટર

UIDAI ઘરે પોસ્ટની મદદથી આધાર કાર્ડ મોકલે છે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ. તેને એક જાડા રંગીન કાગળ પર તૈયાર કરવામાં આવે છે. તેના પર આધાર નંબર, ડેટ ઓફ બર્થ, જેન્ડર અને ઘરનો એડ્રેસ આપેલો હોય છે.

આ પણ વાંચો –

Super Dancer Chapter 4 : પવનદીપ, અરુણિતા અને ઇન્ડિયન આઇડલ સ્પર્ધકોના તાલ પર ડાન્સ કરશે સુપર ડાન્સર, જુઓ વીડિયો

આ પણ વાંચો –

અમેરિકી નાગરિકો અને અફઘાનોને કાબુલમાંથી બહાર કાઢવાનો અમેરિકાનો મોટા નિર્ણય, કોમર્શિયલ એરલાઇન્સની લેવાશે મદદ

Next Article