Lord Jagannath Temple: પુરીનું જગન્નાથ મંદિર આજથી ભક્તો માટે ખુલ્લું, દર્શન પહેલાં ભક્તોએ પાળવી પડશે આ શરત

|

Aug 23, 2021 | 2:03 PM

કોરોના માર્ગદર્શિકા અનુસાર, તમામ ભક્તોને સોમવારથી શુક્રવાર સવારે 7 વાગ્યાથી સાંજેના 7 વાગ્યા સુધી જગન્નાથ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે શનિવાર અને રવિવારે સફાઈ માટે મંદિર બંધ રાખવામાં આવશે.

Lord Jagannath Temple: પુરીનું જગન્નાથ મંદિર આજથી ભક્તો માટે ખુલ્લું, દર્શન પહેલાં ભક્તોએ પાળવી પડશે આ શરત
Lord Jagannath Temple Puri

Follow us on

Odisha: પુરીના વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ( Jagannath Temple ) લગભગ ચાર મહિના સુધી બંધ રહ્યા બાદ સોમવારથી ખુલી ગયુ છે. એક દિવસ અગાઉ, એટલે કે રવિવારે, પોલીસે ભક્તોને અપીલ કરી હતી કે તેઓ મંદિરમાં ભગવાનના દર્શન કરવાનો અનુભવ પોલીસને જણાવે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ભક્તો મંદિરમાં દર્શન કરવા અંગે તેમના અનુભવો પોલીસ ને જણાવી શકે છે, જેના માટે તેમણે એક ફોર્મ ભરવાનું રહેશે.

તેમણે એમ પણ જણાવ્યુ છે કે, ભક્તો ઓનલાઇન ‘QR કોડ’ દ્વારા પણ તેમના પ્રતિભાવ આપી શકે છે. તેમ પુરી પોલીસે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, ‘અમારી અપીલ છે કે તમારા અનુભવો અમારી સાથે શેર કરો જેથી મંદિરમાં દર્શનનો તમારો અનુભવ અન્ય ભક્તો માટે દર્શન કરવા બાબતે વધુ સારી અને સરળ પધ્ધતિ બનાવી શકાય. મંદિર 24 એપ્રિલના રોજ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વેક્સિન સર્ટિફિકેટ અથવા કોવિડ રિપોર્ટ જરૂરી

ભક્તોએ મંદિરમાં પ્રવેશતા પહેલા કોરોનાની રસી લીધી હોવાનુ સર્ટિફિકેટ અથવા તો કોવિડ ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે મંદિરને ફરીથી ભક્તો માટે ખોલતા પહેલા ફરજ પરના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની વિગતવાર બ્રીફિંગ કરવામાં આવ્યુ છે. કોરોના માર્ગદર્શિકા અનુસાર, તમામ ભક્તોને સોમવારથી શુક્રવાર સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે મંદિર બીજી સુચના આપવામાં ના આવે ત્યા સુધી દર શનિવાર અને રવિવારે જરૂરી સાફ સફાઈ માટે બંધ રાખવામાં આવશે.

96 કલાકથી જૂનો રિપોર્ટ માન્ય નથી

દર્શન કરવા આવનારા લોકોની ભીડને ટાળવા માટે મુખ્ય તહેવારો દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંદિરમાં આવતા ભક્તો માટે કોરોના રસી લીધી હોવાનુ સર્ટિફિકેટ અથવા તો કોવિડનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ લાવવો જરૂરી રહેશે. જો કે, કોરોના પરિક્ષણનો ટેસ્ટ રિપોર્ટ 96 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. તેમ પણ જણાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ  Ahmedabad : 4 ફૂટની મૂર્તિ સાથે ગણેશ પર્વની ઉજવણીને મંજૂરી, જોકે સાર્વજનિક પંડાલને લઈને અસમંજસ, માટીની મૂર્તિની ડિમાન્ડમાં વધારો

આ પણ વાંચોઃ Gujarat : ઘરની અંદર દારૂ પીવા અંગે હાઇકોર્ટનો મહત્વનો હુકમ, અંગતતાના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઇકોર્ટમાં ટકી શકે

Next Article