Air pollution: પ્રદૂષણને કાબુમાં લેવા દિલ્લીમાં લગાવાશે લોકડાઉન ! સરકાર આજે સુપ્રીમકોર્ટમાં રજૂ કરશે પ્લાન

Pollution: દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું હતુ કે લોકડાઉન લાદવુ એ એક મોટો નિર્ણય હશે. આવો કોઈ નિર્ણય લેતા પહેલા વ્યાપક પરામર્શ કરવામાં આવશે.

Air pollution: પ્રદૂષણને કાબુમાં લેવા દિલ્લીમાં લગાવાશે લોકડાઉન ! સરકાર આજે સુપ્રીમકોર્ટમાં રજૂ કરશે પ્લાન
Arvind Kejriwal, Chief Minister, Delhi (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 7:49 AM

દિલ્લીમાં વધતા જતા પ્રદૂષણને લઈને આમ આદમી પાર્ટીની સરકાર રાજધાનીમાં લોકડાઉન લાગુ કરવા માટે સોમવારે સુપ્રીમ કોર્ટમાં પ્રસ્તાવ રજૂ કરશે. શનિવારે સુપ્રીમ કોર્ટે, સરકારને પ્રદૂષણને કાબૂમાં લેવા માટે બે દિવસનું લોકડાઉન લાદવા વિચારવાનું કહ્યું હતું. દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું હતુ કે લોકડાઉન લાદવુ એ એક મોટો નિર્ણય હશે. આવો કોઈ નિર્ણય લેતા પહેલા વ્યાપક પરામર્શ કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે સરકાર લોકડાઉન અને તેની રીતભાત માટે ડ્રાફ્ટ પ્રસ્તાવ તૈયાર કરશે અને તેને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે.

દિલ્હી-એનસીઆરમાં (Delhi-NCR) પ્રદૂષણની સ્થિતિ પર 10 અપડેટ્સ:

1. દિલ્હીની તમામ શાળાઓ 15 નવેમ્બરથી એક સપ્તાહ માટે બંધ રહેશે. હરિયાણાના ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, ઝજ્જરમાં પણ શાળાઓ 17 નવેમ્બર સુધી બંધ રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

2. દિલ્હીમાં 17 નવેમ્બર સુધી બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે.

3. હરિયાણા સરકારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ચાર જિલ્લાઓમાં બાંધકામના કામો ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે.

4. ઇમરજન્સી સેવાઓ સિવાય, દિલ્હીમાં તમામ સરકારી કચેરીઓ ઘરેથી ( વર્ક ફ્રોમ હોમ ) કામ કરશે. હરિયાણા સરકારે ઓફિસોને પણ શક્ય હોય ત્યાં સુધી ઘરેથી જ કામ કરવા વિનંતી કરી છે.

5. AAP સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હીમાં ડીઝલ જનરેટર સેટ અને કોલસાની ભઠ્ઠીઓ બંધ કરવા, પાર્કિંગ ચાર્જ વધારવા, મેટ્રો અને બસની ટ્રીપ વધારવા વગેરેનું પણ સૂચન કર્યું છે.

6. દિલ્હીમાં 400 ટેન્કરો થકી રજકણ-ધૂળને હવામાં ઉડતી અટકાવવા માટે પાણીનો છંટકાવ કરશે.

7. 20 નવેમ્બર સુધીમાં, સરકાર 4,000 એકર ખેતરોમાં પરાળને નષ્ટ કરવા માટે બાયો-ડિકોમ્પોઝર સોલ્યુશન છાંટવાનું કામ પૂર્ણ કરશે.

8. દિલ્હી અને હરિયાણામાં શાળાઓ બંધ હોવાથી એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને રવિવારે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને પ્રતિબંધો લાગુ કરવા અંગે વિચારણા કરવાની સલાહ આપી હતી.

9. રવિવારે દિલ્હીની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો કારણ કે હવા ગુણવત્તા સૂચકાંક શનિવારે 437 અને શુક્રવારે 471 ની સામે 330 હતો. દિલ્લીના પાડોશી રાજ્યોના ગાઝિયાબાદ, ગુડગાંવ, નોઈડા, ફરીદાબાદ, ગ્રેટર નોઈડામાં હવા ગુણવત્તા સૂચકાંક અનુક્રમે 331, 287, 321, 298 અને 310 નોંધાયો હતો.

10. અનુમાન મુજબ, બાંધકામ પ્રવૃત્તિઓ પરના નિયંત્રણોને કારણે આગામી બે દિવસમાં દિલ્હીમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થઈ શકે છે.

આ પણ વાંચોઃ

EPF: નોકરીમાંથી નિવૃત્તિ બાદ PF ના કેટલા મળશે પૈસા? 35 વર્ષની ઉંમર અને 15 વર્ષના બેઝિકના ઉદાહરણ સાથે સમજો સંપૂર્ણ ગણતરી

આ પણ વાંચોઃ

Rani Kamlapati Railway Station: PM મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે, રાણી કમલાપતિ રેલવે સ્ટેશનને જનતાને સમર્પિત કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">