Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artificial leg for Animals: માનવોની જેમ પશુઓને પણ લગાડવામાં આવશે કૃત્રિમ પગ, આ રાજ્યએ કરી શરૂઆત

Artificial leg for Animals: મધ્ય પ્રદેશના જબલપુરમાં દેશનું પહેલુ એવું સેંટર બની રહ્યું છે, જ્યાં પશુઓના કૃત્રિમ પગ બનાવવામાં આવશે. જે પશુઓના કલ્યાણ માટે એક સારી પહેલ માનવામાં આવી રહી છે

Artificial leg for Animals: માનવોની જેમ પશુઓને પણ લગાડવામાં આવશે કૃત્રિમ પગ, આ રાજ્યએ કરી શરૂઆત
Animals will be fitted with artificial legs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 6:49 PM

Artificial leg for Animals: માનવોની જેમ હવે પશુઓને પણ કૃત્રિમ પગ લગાવામાં આવશે. જેની શરૂઆત મધ્ય પ્રદેશએ (Madhya Pradesh)કરી છે. જબલપુરના નાનાજી દેશમુખ વૈટનરી યુનિવર્સિટીમાં પશુઓને આર્ટિફિશિયલ પગ લગાવા માટે બજાર માર્કેટિંગએ 2 કરોડ 17 લાખ રૂપિયા મંજુર કર્યા છે.

જણાવામાં આવી રહ્યું છે કે, મધ્ય પ્રદેશના જબલપુરમાં દેશનું પહેલુ એવું સેંટર બની રહ્યું છે, જ્યાં પશુઓના કૃત્રિમ પગ બનાવવામાં આવશે. જે પશુઓના કલ્યાણ માટે એક સારી પહેલ માનવામાં આવી રહી છે. નાનાજી દેશમુખ વૈટનરી યુનિવર્સિટીમાં કાર્યરત ડો. શોભા જાવરેએ જણાવ્યું કે, પશુઓ માટે કૃત્રિમ પગ (Artificial leg for Animals)બનાવાને લઈ 2016-17 થી વિચાર કરવામાં આવી રહ્યો છે.

તેઓએ આગળ જણાવ્યું કે, 3-4 વર્ષ પહેલા એક ગાયના વાછરડાને પગમાં ટ્યૂમર થયું હતું. ત્યાર બાદ તેના પગને કાપવામાં આવ્યો હતો. પગ કપાઈ જતાં વાછરડાને ચાલવામાં મુશ્કેલી આવવા લાગી, તેને જોતા નાનાજી દેશમુખ યુનિવર્સિટીના ડોક્ટરોએ વાછરડાને કૃત્રિમ પગ લગાડવાનું વિચાર્યું હતું.

Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો
'ગૌરી મેમ'ના પ્રેમમાં પડ્યો 'ગબ્બર' શિખર ધવન, જુઓ ફોટો
જો તમે તરબૂચના બીજ ખાઓ છો તો શું થશે?
IPL 2025 : ટેટૂ પ્રેમી છે મુંબઈ ઈન્ડિયન્સનો આ ક્રિકેટર, જુઓ ફોટો
ઘરમાં પોપટ પાળવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
લોકો કેમ ઘરની બહાર કે બાલ્કનીમાં કાળી પોલીથીન લટકાવી રહ્યા છે?

અહીંથી થઈ શરૂઆત ત્યાર બાદ ડોક્ટરોએ રાજેશ અહિરવાર સાથે મુલાકાત કરી જે માનવો માટે નકલી પગ બનાવતા હતા. તેઓએ વાછરડા માટે કૃત્રિમ પગ બનાવ્યો જે ઘણા અંશે સફળ રહ્યો હતો. વાઈલ્ડ લાઈફ ડાયરેક્ટર ડો. શોભા જાવરેના મતે વર્તમાનમાં ચાર ગાયો (Cow)ના કૃત્રિમ પગ હાલ રાકેશ અહરિવાર પાસેથી બનાવામાં આવી રહ્યા છે. જેને તૈયાર કરીને જલ્દી જ એ ગાયોમાં લગાવામાં આવશે. જેમના પગ કપાઈ ગયા છે.

પશુઓને મળશે રાહત આ સાથે જ નાનાજી દેશમુખ યુનિવર્સિટી એ પણ પ્રયત્ન્ન કરશે કે ગાય-બળદ સિવાય અન્ય નાના મોટા પશુઓને પણ કૃત્રિમ પગ લગાવામાં આવે. દેશમાં પહેલીવાર આવું સેંટર જબલપુરમાં હશે. જ્યાં ગાય-બળદ અને અન્ય પશુઓ માટે કૃત્રિમ પગ લગાવામાં આવશે. તેના માટે બજાર માર્કેટિંગએ નાનાજી દેશમુખ યુનિવર્સિટીને 2 કરોડ 17 લાખ રૂપિયા મંજુર કર્યા છે. આ બજેટમાં લગભગ 75 લાખ રૂપિયામાં બિલ્ડિંગ બનાવામાં આવશે. જ્યારે કૃત્રિમ પગ બનાવાનું સેંટર બની જશે ત્યારે એવા પશુઓને રાહત મળશે જેમના પગમાં કોઈને કોઈ મુશ્કેલી છે.

g clip-path="url(#clip0_868_265)">