AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિટકોઇનની જેમ ભારતની પણ હશે પોતાની ડિજિટલ કરન્સી, RBIની ઇન્ટર પેનલ કરી રહી છે કામ

RBIની આંતરિક પેનલ સેન્ટ્રલ બેંકના ડિજિટલ ચલણના મોડલ પર કામ કરી રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

બિટકોઇનની જેમ ભારતની પણ હશે પોતાની ડિજિટલ કરન્સી, RBIની ઇન્ટર પેનલ કરી રહી છે કામ
RBI
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 06, 2021 | 10:48 AM
Share

RBI વહેલી તકે દેશમાં ઓફિસીયલ ડિજિટલ કરન્સી દેશમાં લાવવાનું કામ કરી રહી છે. આ નાણાને ક્રિપ્ટોકરન્સીની રીતે જ લાવવાની તૈયારી ચાલી રહી છે. RBI તે જાણવાના પ્રયાસ કરી રહી છે કે ડિજિટલ કરન્સી લાવવામાં શું ફાયદો થશે અને તે કેટલું ઉપયોગી થશે.

આ અંગે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બી.પી. કાનૂનગોએ કહ્યું કે આરબીઆઈની આંતરિક પેનલ સેન્ટ્રલ બેંકના ડિજિટલ ચલણના મોડલ પર કામ કરી રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

RBI ગવર્નર શક્તિકાંતે પણ શુક્રવારે જણાવ્યું કે, “ડિજિટલ ચલણ અંગે અમે પહેલાથી જ દસ્તાવેજ જાહેર કર્યો છે. ડિજિટલ ચુકવણી દસ્તાવેજ એ વાતની સાબિતી છે કે ડિજિટલ ચલણ આરબીઆઈમાં પ્રગતિ પર છે.” ક્રિપ્ટોકરન્સીની શરૂઆત 2009 માં થઈ હતી. જે “બિટકોઇન” હતી. આ કરન્સી જાપાનના સતોષી નાકમોતો નામના એન્જિનિયર દ્વારા બનાવવામાં આવી હતી. શરૂઆતમાં તે એટલી ચાલી નહીં પરંતુ ધીરે ધીરે તેના ભાવ આસમાને પહોચ્યા. અને તે સફળ બનતી ગઈ. બજારમાં અત્યાર સુધીમાં લગભગ 1000 પ્રકારની ક્રિપ્ટોકરન્સી ઉપલબ્ધ છે.

આરબીઆઇએ અગાઉ જ “બિટકોઇન” જેવી ક્રિપ્ટોકરન્સીના પ્રસાર સામે એક સત્તાવાર ડિજિટલ ચલણ સાથે આવવાના નિર્ણયને જાહેર કર્યો હતો. આ બાબતે કેન્દ્રીય બેંકને ઘણી ચિંતાઓ હતી. સરકાર ગયા સપ્તાહે ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મુકવા માટે પણ આગળ વધી. કેન્દ્રીય બેંકે જાન્યુઆરીમાં એક અહેવાલમાં જણાવ્યું હતું, “આરબીઆઈ એ સંભાવના પર તપાસ કરી રહી છે કે ફિયાટ ચલણના ડિજિટલ સંસ્કરણની જરૂર છે કે નહીં, અને તેને કેવી રીતે ચાલુ કરી શકાય.”

g clip-path="url(#clip0_868_265)">