સૈન્ય ઓપરેશન્સના નવા ડિરેક્ટર જનરલ તરીકે લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારની નિમણૂક કરવામાં આવી, 1 મેથી ચાર્જ સંભાળશે

લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમારને તેમના કાર્યક્ષમ સૈન્ય વહીવટ અને સફળ વ્યૂહરચના માટે અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) થી પણ નવાજવામાં આવ્યા છે.

સૈન્ય ઓપરેશન્સના નવા ડિરેક્ટર જનરલ તરીકે લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારની નિમણૂક કરવામાં આવી, 1 મેથી ચાર્જ સંભાળશે
Lieutenant General Manoj Kumar Katiyar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 6:00 PM

લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારને (Lieutenant General Manoj Kumar Katiyar) સૈન્ય ઓપરેશન્સના આગામી મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કટિયાર 1 મેથી તેમની નવી જવાબદારી સંભાળશે. મનોજે પ્રારંભિક શિક્ષણ સૈનિક સ્કૂલ, ઘોડાખાલમાંથી મેળવ્યું હતું. લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમારને તેમના કાર્યક્ષમ સૈન્ય વહીવટ અને સફળ વ્યૂહરચના માટે અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) થી પણ નવાજવામાં આવ્યા છે. નેશનલ ડિફેન્સ એકેડમી અને ઈન્ડિયન મિલિટરી એકેડેમી (દેહરાદૂન) ખાતે તેમની સૈન્ય તાલીમ પછી, તેઓ જૂન 1986માં રાજપૂત રેજિમેન્ટની 23મી બટાલિયનમાં નિયુક્ત થયા હતા.

તેમણે જમ્મુ અને કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં નિયંત્રણ રેખા (LOC) પર બે વાર તેમની બટાલિયનને કમાન્ડ કરી હતી. એટલું જ નહીં, કટિયારે પશ્ચિમ સરહદે એક પાયદળ બ્રિગેડ અને આર્મી હેડક્વાર્ટર રિઝર્વ માઉન્ટેન ડિવિઝનની કમાન પણ સંભાળી છે. ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોર્સથી લઈને કટિયારે તમામ જરૂરી કોર્સ કર્યા છે.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

મનોજ કુમાર કટિયારે નેશનલ ડિફેન્સ કોલેજમાં અભ્યાસ કર્યો. મનોજ અમેરિકાની પ્રતિષ્ઠિત નેશનલ વોર કોલેજમાંથી સ્નાતક પણ છે. તેમણે ભૂટાનમાં ભારતીય સૈન્ય તાલીમ ટીમમાં પ્રશિક્ષક તરીકે અને ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટીંગ સ્ટાફ તરીકે પણ સેવા આપી છે.

આ પણ વાંચો : ‘સમુદ્રની સફાઇની દિશામાં મોટું પગલું’, ભારતીય તટરક્ષક દ્વારા NATPOLREX-VIII એક્સરસાઈઝનું આયોજન, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની હાજરી

આ પણ વાંચો : માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે નૌકાદળના વડા આર હરિ કુમાર સાથે કરી મુલાકાત, હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા સહિત આ મુદ્દાઓ પર કરી ચર્ચા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">