AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે PM મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર અટલ સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા.

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે PM મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી બાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 11:03 AM
Share

આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ હંમેશા એવા નેતાઓમાં થાય છે જેમનું સન્માન વિપક્ષના નેતાઓ પણ કરતા હતા. સંસદ ગૃહમાં તેમના સંબોધનથી વિપક્ષ પર આકરા પ્રહાર કરતા હતા, જો કે ત્યાર બાદ જેવા તેઓ સેન્ટ્રલ હોલમાં આ જ વિપક્ષના નેતાઓેને મળતા હતા, ત્યારે એવું લાગતું નહોતું કે થોડીવાર પહેલા અટલ બિહારી બાજપેયી આટલો હુમલો કરી રહ્યા હતા. પીએમ મોદીએ રવિવારે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે તેમની સમાધિ પર પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ ભાજપનો પાયો નાખનાર અટલજી બિહારી બાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર અટલ સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. ભાજપ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે પણ ઉજવે છે. આ સંદર્ભે પાર્ટી અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરે છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અટલ બિહારી બાજપેયીની સમાધિ ‘સદૈવ અટલ’ પર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ સાથે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને પણ અટલજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યુ હતુ કે, ભારત માટે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમનું નેતૃત્વ અને દ્રષ્ટિકોણ લાખો લોકોને પ્રેરણા આપે છે.

1924માં થયો હતો અટલજીનો જન્મ

25 ડિસેમ્બર વર્ષ 1924માં  અટલ બિહારી વાજપેયીનો જન્મ થયો હતો. તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપકોમાંના એક હતા. તેઓ ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા. 1996માં તેમનો પ્રથમ કાર્યકાળ માત્ર 13 દિવસનો હતો. આ પછી તેઓ 1998માં ફરી વડાપ્રધાન બન્યા અને 13 મહિના સુધી આ પદ સંભાળ્યું. વર્ષ 1999માં તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરનાર તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હતા.

g clip-path="url(#clip0_868_265)">