Lakhimpur Kheri Violence: દિલ્હી CMએ લગાવ્યો આરોપ, હત્યારાઓને સરકાર બચાવે છે, કેમ નથી કરાતી ધરપકડ ?

|

Oct 06, 2021 | 2:27 PM

Delhi CMએ કહ્યું કે લખીમપુર ખીરીમાં સમગ્ર વ્યવસ્થા કચડી નાખવામાં આવી છે. સરકારને પ્રશ્નો પૂછતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોએ સરકારનું શું બગડયું છે

Lakhimpur Kheri Violence: દિલ્હી CMએ લગાવ્યો આરોપ, હત્યારાઓને સરકાર બચાવે છે, કેમ નથી કરાતી ધરપકડ ?
Lakhimpur violence case

Follow us on

Lakhimpur Kheri Violence: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં રવિવારે થયેલી હિંસા બાદ રાજકારણ ગરમાયું છે. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM)એ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મોદી સરકાર પર આરોપ લગાવતા સીએમે કહ્યું કે કેન્દ્ર સરકાર હત્યારાઓને બચાવવામાં વ્યસ્ત છે.

આ દરમિયાન સીએમે કહ્યું કે લખીમપુર ખીરીમાં સમગ્ર વ્યવસ્થા કચડી નાખવામાં આવી છે. સરકારને પ્રશ્નો પૂછતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોએ સરકારનું શું બગડયું છે. પત્રકાર પરિષદ યોજીને મુખ્યમંત્રીએ લખીમપુર ખીરીની ઘટના અંગે કેન્દ્ર સરકાર પર એક પછી એક પ્રહાર કર્યા.

હકીકતમાં, મીડિયા સાથે વાત કરતી વખતે, દિલ્હીના સીએમએ કહ્યું, ‘લખીમપુરમાં જે પણ થયું, દેશ તેની ચર્ચા કરી રહ્યો છે. હત્યારાઓની હજુ સુધી ધરપકડ કેમ નથી થઈ? હત્યારાઓને કેમ બચાવવામાં આવી રહ્યા છે? સાથે જ કેન્દ્ર સરકાર હત્યારાઓને બચાવવામાં વ્યસ્ત છે. લખીમપુરમાં જે કંઈ થયું તે મને બ્રિટિશ રાજની યાદ અપાવે છે. ખેડૂતોએ સરકારનું શું બગાડ્યું છે?

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સમગ્ર દેશમાં લખીમપુર ખીરીની ચર્ચા
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ કહ્યું કે સરકારની મજબૂરી શું છે. તેઓ કેમ બચાવી રહ્યા છે? આટલી ભીડ સામે કોઈએ આટલા બધા લોકોને કચડીને બહાર જતાં રહે અને અને સમગ્ર તંત્રએ તે હત્યારાને બચાવવામાં વ્યસ્ત હોય !. આવું ફક્ત હિન્દી ફિલ્મોમાં જોવા મળતું હતું. આજે દરેક દેશવાસી ટીવી અને સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છે કે ખેડૂતોને એક કારે કચડી નાખ્યા.

જે રીતે સમગ્ર સરકાર હત્યારાઓને બચાવવા પ્રયાસ કરી રહી છે, તેનાથી શું સંદેશ આપવામાં આવી રહ્યો છે? તે ગાડીએ ત્યાં હાજર ખેડૂતોને જ નહીં, પણ દેશના તમામ ખેડૂતોને, સમગ્ર સરકાર અને સમગ્ર વ્યવસ્થાને કચડી નાખી છે.

તેમને લખીમપુર જવાથી કેમ રોકવામાં આવી રહ્યા છે – મુખ્યમંત્રી
આ દરમિયાન દિલ્હીના સીએમે કહ્યું કે એક તરફ સરકાર આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહી છે. બીજી તરફ વિપક્ષી નેતાઓને લખીમપુર ખીરી જતા અટકાવવામાં આવી રહ્યા છે. તેમને જેલમાં પુરવામાં આવી રહ્યા છે, આ આઝાદીની ઉજવણી શું છે, અંગ્રેજો આ કામ કરતા હતા. શું તેથી જ આપણા પૂર્વજોએ સ્વતંત્રતા માટે બલિદાન આપ્યું હતું, આખરે તે શું છે જે છુપાવવામાં આવી રહ્યું છે.

આરોપીની ધરપકડ થવી જોઈએ અને મંત્રીને હટાવી દેવા જોઈએ- મુખ્યમંત્રી
તમને જણાવી દઈએ કે CM એ કહ્યું કે આખું ભારત જાણવા માંગે છે કે લખીમપુરમાં શું થયું, કારમાં કોણ ચડ્યું, કાર કેમ ચડી, તે સત્ય જાણવાનો દેશની જનતાનો અધિકાર છે. છેલ્લા એક વર્ષથી ખેડૂત પોતાની માંગણી સાથે બોર્ડર પર બેઠા છે. જેના કારણે 600 થી વધુ ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, આજે ખેડૂતો પર ગાડી ચલાવવામાં આવી રહી છે, ખેડૂતો માટે આટલી નફરત શા માટે છે? દેશ ઈચ્છે છે કે આરોપીની ધરપકડ કરવામાં આવે અને કેન્દ્રીય મંત્રીને પદ પરથી હટાવવામાં આવે.

આ પણ વાંચો: સિંહનો શોખ શેખને ભારે પડી ગયો ! સિંહના બચ્ચાએ શેખના કર્યા હાલ-બેહાલ, Video જોઈને સૌ કોઈ આશ્વર્યમાં

આ પણ વાંચો: Horoscope Today 06 October : વાંચો આજનું મેષ થી મીન સુધીનું દૈનિક રાશિફળ સંક્ષિપ્તમાં

Next Article