Lakhimpur kheri Violence Case: લખીમપુર ખીરી હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રા જેલમાંથી મુક્ત, થોડા સમય પહેલા જ આવી ગયો હતો મુક્તિનો આદેશ

|

Feb 15, 2022 | 6:28 PM

Lakhimpur kheri Violence Case: અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) સોમવારે તેના સુધારેલા આદેશમાં ઓક્ટોબર 2021ની ઘટનાના સંબંધમાં આશિષ મિશ્રાને જામીન આપ્યા હતા.

Lakhimpur kheri Violence Case: લખીમપુર ખીરી હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રા જેલમાંથી મુક્ત, થોડા સમય પહેલા જ આવી ગયો હતો મુક્તિનો આદેશ
Lakhimpur kheri main accused Ashish Mishra released from jail

Follow us on

લખીમપુર ખીરીમાં ચાર ખેડૂતોના મોતના મામલા (Lakhimpur kheri Violence Case) માં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) ને મંગળવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) સોમવારે તેના સુધારેલા આદેશમાં ઓક્ટોબર 2021ની ઘટનાના સંબંધમાં આશિષ મિશ્રાને જામીન (Bail) આપ્યા હતા. આ પહેલા ગુરુવારે આશિષ મિશ્રાને જામીન મળ્યા હતા. પરંતુ જામીનના આદેશમાં બે વિભાગો કાઢી નાખવામાં આવ્યા હતા, જેને જોડવા માટે આશિષ મિશ્રાના વકીલ શુક્રવારે હાઈકોર્ટની લખનૌ બેંચ પહોંચ્યા હતા.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, “તે માત્ર એક ટાઇપોગ્રાફિકલ ભૂલ છે જ્યારે કોર્ટે આ કલમો હેઠળ જામીન અંગે વિચારણા કરી છે અને તેથી, આદેશમાં આ કલમો ઉમેરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.” જસ્ટિસ રાજીવ સિંહની બેન્ચે સોમવારે સુધારા અરજી પર આદેશ આપ્યો. ગુરુવારે પસાર કરાયેલા જામીન આદેશમાં આઈપીસીની કલમ 147, 148, 149, 307, 326, 427 સાથે આર્મ્સ એક્ટની કલમ 34, 30 અને મોટર વ્હીકલ એક્ટની કલમ 177નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ કલમ 302 અને 120 (B)નો ઉલ્લેખ ત્યજી દેવામાં આવ્યો હતો.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

આઠ લોકો મૃત્યુ પામ્યા

3 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી ખાતે ખેડૂતોના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. દરમિયાન, સંયુક્ત કિસાન મોરચા (SKM) એ લખીમપુર ખેરી હિંસા કેસમાં આશિષ મિશ્રાને જામીન આપવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયની નિંદા કરી છે અને કહ્યું છે કે આ આદેશ કેસમાં નિષ્પક્ષ તપાસ અને ન્યાયની આશાને કલંકિત કરે છે.

આશિષ મિશ્રા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જશે રાકેશ ટિકૈત
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) મંગળવારે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા (SKM) લખીમપુર ખેરી હિંસા કેસ પર સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે. રાકેશ ટિકૈતે કહ્યું, “આખા દેશ અને આખી દુનિયાએ અજય ટેની અને આશિષ ટેનીનો સૌથી કુખ્યાત લખીમપુર ખેરીની ઘટના જોઈ છે. આશિષ મિશ્રાએ જઘન્ય ગુનો કર્યો હોવા છતાં ત્રણ મહિનામાં જ જામીન મળી ગયા.

તેમણે વધુમાં કહ્યું કે, શું આવી સરમુખત્યારશાહી સરકારની જરૂર છે કે પછી એવી વ્યવસ્થાની જરૂર છે જેમાં કોઈ વ્યક્તિ લોકોને વાહન નીચે કચડી નાખે અને તે ત્રણ મહિનામાં જેલમાંથી બહાર આવી જાય. આવનારા સમયમાં તેઓ જનતા સાથે કેવો વ્યવહાર કરશે?”

આ પણ વાંચો: Surgical Strike મામલે તેલંગાણાના મુખ્યપ્રધાને ઉઠાવ્યા સવાલ, આસામમાં ચંદ્રશેખર રાવ વિરુધ્ધ ફરિયાદ દાખલ

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે આપ્યુ રાજીનામુ

Next Article