Surat : વરાછામાં શાકભાજીની ખરીદી મહિલાને 72 હજારમાં પડી, અજાણી મહિલા નજર ચૂકવી સોનાના પેન્ડલ સાથેની ચેઈન ચોરી રફુચક્કર

જયાબેન છેલ્લે મસાલાની દુકાનમાં ગયા ત્યારે તેમને સોનાની ચેઈન ચોરાય હોવાની ખબર પડી હતી. ઘરે આવ્યા બાદ પતિ સહિત પરિવારના સભ્યોને વાત કરી હતી. અને ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે જયાબેનની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat : વરાછામાં શાકભાજીની ખરીદી મહિલાને 72 હજારમાં પડી, અજાણી મહિલા નજર ચૂકવી સોનાના પેન્ડલ સાથેની ચેઈન ચોરી રફુચક્કર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 21, 2021 | 5:44 PM

Surat :  અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતા ગતરોજ તેની વેવાણ સાથે વરાછામાં ભરતનગરમાં આવેલ શાકભાજીની માર્કેટમાં ખરીદી માટે ગઈ હતી. આ સમયે કોઈ અજાણી મહિલાએ પરિણીતાની નજર ચૂકવી સોનાના પેન્ડલ સાથેની 72 હજારની ચેઇન ચોરી ફરાર થઇ ગઈ હતી.

જેથી બાદમાં પરિણીતાને ઘરે આવીને આ વાતની જાણ થઇ હતી. જેથી આખરે બાદમાં તેણીએ વરાછા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચેઇન ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવની વિગત એવી છે કે અમરોલી રીલાયન્સ નગરમાં રહેતા મૂળ જામનગરના વતની 45 વર્ષીય જયાબેન કનુભાઈ સોલંકી ગત તા 16મીના રોજ તેના વેવાણ સવીતાબેન સાથે સાંજે વરાછા ભરતનગરમાં આવેલ માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે ગયા હતા.

બંને જણાએ શાકભાજી ખરીદ્યા બાદ ત્યાંથી સાડીની દુકાને અને કટલરીની દુકાને ગયા હતા. આ સમયગાળા દરમ્યાન કોઈ અજાણી મહિલાએ ભીડનો લાભ ઉઠાવી જયાબેનની નજર ચુકવી તેમના ગળામાંથી રૂપિયા 72,069 ના મતાની સોનાના પેન્ડલ સાથેની ચેઈન ચોરી નાસી ગઈ હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જયાબેન છેલ્લે મસાલાની દુકાનમાં ગયા ત્યારે તેમને સોનાની ચેઈન ચોરાય હોવાની ખબર પડી હતી. ઘરે આવ્યા બાદ પતિ સહિત પરિવારના સભ્યોને વાત કરી હતી. અને ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે જયાબેનની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : PAPER LEAK : કમલમમાં જે રીતે કાર્યકરો ઘુસ્યા એ આવકાર્ય નથી, ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં ચલાવી નહીં લેવાય : પાટીલ

આ પણ વાંચો : Rajya Sabha: TMC નેતા ડેરેક ઓ’બ્રાયને મહાસચિવ પર રૂલ બુક ફેંકી, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને પીયૂષ ગોયલે વ્યક્ત કરી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">