Lady Don મુખ્તાર અને અતીકની પત્ની જ નહીં, આ છે યુપીની મોસ્ટ વોન્ટેડ લેડી ડોન, જેમના પર છે પાંચ લાખનું ઈનામ, જાણો
ઉતરપ્રદેશ પોલીસ છેલ્લા ચાર વર્ષથી યુપીની સૌથી મોટી લેડી ડોનને શોધી રહી છે. આ લેડી ડોન વિરુદ્ધ 100 થી વધુ કેસ નોંધાયેલા છે. પોલીસે તેના પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે.

આ દિવસોમાં યુપીમાં બે લેડી ડોનની ખૂબ ચર્ચા છે. એક અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન અને બીજી માફિયા મુખ્તાર અંસારીની પત્ની અફશાન અંસારી. બંને પર 50-50 હજાર રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેના કરતા પણ મોટી એક લેડી ડોન છે. જેને ઉત્તર પ્રદેશની પોલીસ છેલ્લા ચાર વર્ષથી શોધી રહી છે. આ લેડી ડોન પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયેલ છે. તેનું નામ દીપ્તિ બહેલ છે. દીપ્તિ મૂળ ગાઝિયાબાદની છે. આવો જાણીએ લેડી ડોનના ગુન્હાની વિગત. તેની સામે શું આરોપો છે?
દીપ્તિ બહેલ
દીપ્તિ બહેલ યુપીની સૌથી વધુ વધુ ઈનામ ધરાવતી લેડી ડોન છે. દીપ્તિ ગાઝિયાબાદની રહેવાસી છે. તેના સાસરિયાંનું ઘર બદ્રીપુરમ, કાંકરખેડા, મેરઠમાં છે. ઉત્તર પ્રદેશ પોલીસે દીપ્તિ પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. દીપ્તિ છેલ્લા ચાર વર્ષથી ફરાર છે.
વર્ષ 2020 માં, EOW એ દીપ્તિ સામે સૌપ્રથમ 50 હજારનું ઈનામ રાખ્યું હતું. વર્ષ 2022માં તે વધીને પાંચ લાખ રૂપિયા થઈ ગયુ. દીપ્તિ 4200 કરોડના બાઇક બોટ કૌભાંડના માસ્ટરમાઇન્ડ સંજય ભાટીની પત્ની છે. તેની સામે દેશભરમાં 100 થી વધુ નામજોગ એફઆઈઆર નોંધાઈ છે.
આ જ કારણ છે કે દીપ્તિ બહલની શોધ માત્ર યુપીમાં જ નથી, પરંતુ ઘણા રાજ્યોની પોલીસ કરી રહી છે. બાઇક બોટ સ્કીમ ઓગસ્ટ 2017માં મોસ્ટ વોન્ટેડ લેડી માફિયા દીપ્તિ બહેલના પતિ સંજય ભાટીની કંપની ગર્વિત ઇનોવેટિવ પ્રમોટર્સ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ બાઇક ટેક્સી શરૂ કરવામાં આવી હતી. આમાં એક વ્યક્તિએ 62,100 રૂપિયાનું રોકાણ કરવાની વાત કરાઈ હતી. રોકાણકારોને એક વર્ષ માટે દર મહિને 9,765 રૂપિયા આપવામાં આવશે તેવું વચન આપવામાં આવ્યું હતું. પૈસાના લોભમાં ઘણા લોકોએ લોભામણી સ્કીમમાં રોકાણ કર્યું. બાદમાં 2019ની શરૂઆતમાં ભાટીની કંપની ગાયબ થઈ ગઈ. રોકાણકારોનો આરોપ છે કે તેમને કોઈ પૈસા આપવામાં આવ્યા નથી. સ્કીમ ઓપરેટર ફરાર થઈ જતાં લોકોએ કેસ કરવા માંડ્યા.
બાઇક બોટ કૌભાંડમાં ED, CBI, UP STF સહિતની ઘણી એજન્સીઓ દીપ્તિને શોધી રહી છે. મળતી માહિતી મુજબ બાઇક બોટ કંપનીમાં દીપ્તિ બહેલની 38 ટકા ભાગીદારી છે. 17 માર્ચ, 2021 ના રોજ, EOW મેરઠએ આ કેસમાં નામ આપવામાં આવેલ દીપ્તિ બહલનું ગાઝિયાબાદના લોની ખાતેનુ ઘર અટેચ કર્યું.
મુખ્તારની પત્ની અફશાન અન્સારી પર 75 હજારનું ઈનામ
મુખ્તાર અંસારીની પત્ની અફશાન અંસારી ઉપરના ઈનામમાં ત્રણ દિવસમાં બીજી વખત 25,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેના પર પહેલેથી જ 25 હજારનું ઈનામ હતું. બાદમાં તેને વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી હતી. હવે ઈનામની રકમ વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે.
અફશાન અંસારી ઘણા સમયથી ફરાર છે. અફશાન પર ગાઝીપુર કોટવાલ, મુહમ્મદાબાદ કોતવાલી, નંદગંજ, મઉ, લખનૌમાં પણ ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે. ગઝલ હોટલ જમીનના સોદા સિવાય અફશાન પર નંદગંજમાં સરકારી જમીન પર અતિક્રમણ કરવાનો આરોપ છે. 2022માં અફશાન ઉપર પણ ગેંગસ્ટર એક્ટ લાગ્યો છે.
અતીક અહેમદની પત્ની પર 50 હજારનું ઈનામ
માફિયા ડોન અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન પર 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. શાઇસ્તા, ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી છે. શાઇસ્તા પર ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડવાનો અને હત્યારાઓને રક્ષણ આપવાનો આરોપ છે. શાઇસ્તા પર, અતીક જ્યારે જેલમાં હતો ત્યારે અતીકના આતંકી કારોબારને હેન્ડલ કરવાનો પણ આરોપ છે. ઉમેશ પાલ મર્ડર કેસમાં પહેલા શાઈસ્તા પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. શાઇસ્તાના પતિ અતીક અહેમદ, સાળા અશરફની પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ સિવાય પુત્ર અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.
અશરફની પત્ની ઝૈનબ ફાતિમા અને બહેન આયશા નૂરી પણ ફરાર છે
માફિશ અશરફની પત્ની ઝૈનબ ફાતિમા પણ ફરાર છે. યુપી પોલીસે ઝૈનબ પર 50,000 રૂપિયાનું ઈનામ રાખ્યું છે. ઝૈનબ પર ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપીઓને સુરક્ષા આપવાનો પણ આરોપ છે. આ સિવાય અતીકની બહેન આયેશા નૂરી ઉપર પણ 50 હજાર રૂપિયાનું ઈનામ છે. આયશા પણ હાલ ફરાર છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…