Labour Code: કર્મચારીઓ માટે ખુશખબર, જાણો નવા શ્રમ કાયદા બાદ પગાર અને PFમાં શું આવશે બદલાવ

Labour Code:કેન્દ્ર સરકાર નવા શ્રમ કાયદાને અમલ કરવા માટેની તૈયારી જોવા મળી રહી છે. આ નવા શ્રમ કાયદા લાગુ થયા બાદ કર્મચારીઓની બેઝિક સેલેરી(Basic Salary) અને પ્રોવિડન્ડ ફંડમાં (Provident Fund)બદલાવ કરવામાં આવશે.

Labour Code: કર્મચારીઓ માટે ખુશખબર, જાણો નવા શ્રમ કાયદા બાદ પગાર અને PFમાં શું આવશે બદલાવ
Labour code
Follow Us:
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 08, 2021 | 12:46 PM

Labour Code : કેન્દ્ર સરકાર  દ્વારા  નવા શ્રમ કાયદાને અમલ કરવા માટેની તૈયારી જોવા મળી રહી છે. આ નવા શ્રમ કાયદા લાગુ થયા બાદ કર્મચારીઓની બેઝિક સેલેરી (Basic Salary) અને પ્રોવિડન્ડ ફંડમાં (Provident Fund) બદલાવ કરવામાં આવશે.

જો કે ,કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય (Ministry of Labour) દ્વારા નવા કાયદાને એપ્રિલ (April) મહિનામાં જ લાગુ કરવાની તૈયારી હતી પરંતુ  કેટલાક રાજ્યો આ કાયદો લાગુ કરવાની પરિસ્થિતિમાં(Situation) ન હોવાને કારણે કાયદાનો અમલ થઈ શક્યો નહિ.

એક અહેવાલ અનુસાર, આગામી ચાર મહિનામાં શ્રમ કાયદાનો અમલ થાય એ માટે કેન્દ્ર સરકાર(Central government) તૈયારી કરી રહી છે. આકાયદાના અમલીકરણથી કર્મચારીઓના ઇન-હેન્ડ પગારમાં ઘટાડો (Decrease)થશે. ઉપરાંત, કંપનીઓએ કર્મચારીઓના પીએફ ફંડમાં વધુ ફાળો આપવો પડશે. આ કાયદાના અમલ સાથે, કર્મચારીઓના મૂળ પગાર, ભથ્થાઓ અને પ્રોવિડન્ડ ફંડનાં યોગદાનની ગણતરીમાં મોટા ફેરફાર થશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ચાર નવા શ્રમ કાયદા

નવા ચાર શ્રમ કાયદામાં ઔદ્યોગિક સંબંધો (Industrial relation)પરનો કાયદો,વિશેષ સલામતીનો કાયદો,આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓનો કાયદો,સામાજિક અને વ્યવસાયિક સલામતી જેવા કાયદાઓનો સમાવેશ થાય છે.  કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષની શરુઆતમાં જ અમલીકરણની તૈયારી હતી,પરંતુ કેટલાક રાજ્યોની તૈયારી ન હોવાથી નવા કાયદાઓનું અમલીકરણ થઈ શક્યું નહિ.

નવા શ્રમ કાયદાઓને લાગુ કરવા માટે એમ્પ્લોયરોને(Employer) તેમના કર્મચારીઓના પગારનું પુનર્ગઠન કરવા માટે વધુ સમય આપવામાં આવ્યો હતો, જેથી તે નવા  નિયમોનો અમલ કરી શકે. કેન્દ્રનાં શ્રમ મંત્રાલયે આ ચાર કાયદા હેઠળના નિયમોને પણ અંતિમ સ્વરૂપ આપ્યું હોવા છતાં આનો અમલ થઈ શક્યો નહીં કારણ કે ઘણા રાજ્યો તેમના  આ નિયમો લાગુ કરવાની સ્થિતિમાં નહોતા.

મહત્વપૂર્ણ છે કે, ભારતના બંધારણ (Constitution)હેઠળ મજૂર એ સમવર્તી વિષય છે,એટલે કે કેન્દ્રએ રાજ્યોને આ ચાર કાયદા હેઠળનાં નિયમોની જાણ કરવી પડશે અને રાજ્ય સહમત થાય, તો જ આ કાયદા સંબંધિત રાજ્યોમાં અસરકારક રહેશે.

નવા વેતન કાયદા હેઠળના કર્મચારીઓના ઇન-હેન્ડ (In Hand) પગારમાં ઘટાડો થશે. ઉપરાંત, કંપનીઓએ કર્મચારીઓના પીએફ (PF) ફંડમાં વધુ ફાળો આપવો પડશે, જેથી કર્મચારીની બચત (Savings)વધશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">