મુસાફરોનો આબાદ બચાવ, ટેક્નિકલ ખામીને કારણે એર અરેબિયાની ફ્લાઇટનું કરાયુ ઈમરજન્સી લેન્ડિંગ

એર અરેબિયાની ફ્લાઈટમાં (Air Arbia Flight) ટેક્નિકલ ખામીના કારણે કોચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ, આ દરમિયાન પ્લેનમાં 222 મુસાફરો સવાર હતા.

મુસાફરોનો આબાદ બચાવ, ટેક્નિકલ ખામીને કારણે એર અરેબિયાની ફ્લાઇટનું કરાયુ ઈમરજન્સી લેન્ડિંગ
Air Arabia Flight
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jul 15, 2022 | 10:20 PM

એર અરેબિયાની ફ્લાઈટમાં (Air Arbia Flight) ટેકનિકલ ખામી સર્જાતા તેનું કોચી એરપોર્ટ (Kochi Airport) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે ફ્લાઈટ (G9- 426) એ સંયુક્ત આરબ અમીરાતના શારજાહથી ઉડાન ભરી હતી. બાદમાં કોચી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એરક્રાફ્ટનું (Aircraft) હાઈડ્રોલિક્સ ફેઈલ થઈ ગયુ હતુ. આ દરમિયાન ફ્લાઈટમાં 7 ક્રૂ મેમ્બરો (Crew Member) સિવાય 222 મુસાફરો સવાર હતા. જો કે ફ્લાઈટ સારી રીતે લેન્ડ થતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ મુસાફરો સુરક્ષિત હોવાનુ કહેવામાં આવ્યુ છે.

એરક્રાફ્ટનું સંચાલન થોડા સમય માટે બંધ કરવામાં આવ્યુ

આ ઘટના બાદ કોચીન એરપોર્ટ પર એરક્રાફ્ટનું સંચાલન થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યુ હતુ પરંતુ ત્યારબાદ તેને શરૂ કરી દેવામાં આવ્યું છે. કોચીન એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ ચેન્નાઈ (Chennai) માટે રવાના થઈ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને અમદાવાદ એરપોર્ટ પર એર અરેબિયાના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. એરક્રાફ્ટનું એક એન્જીન બંધ થયા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ ફ્લાઈટે બાંગ્લાદેશથી (Bangladesh) અબુ ધાબી માટે ઉડાન ભરી હતી.

મોટાભાગના એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામી

એક દિવસ અગાઉ, 14 જુલાઈના રોજ દિલ્હીથી વડોદરા જઈ રહેલા ઈન્ડિગોનું એરક્રાફ્ટ 6E-859 જયપુર તરફ વાળવામાં આવ્યુ હતુ. વિમાનના એન્જિનમાં થોડીક સેકન્ડ માટે કંપન અનુભવ્યા બાદ સાવચેતીના ભાગ રૂપે પાઈલટ દ્વારા ફ્લાઈટ જયપુર લેન્ડ કરવામાં આવી હતી.

એરલાઈને (Airline) એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, દિલ્હીથી વડોદરા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-859ને 14 જુલાઈના રોજ જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાનના પાયલોટે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લીધો હતો. તમને જણાવી દઈએ કે, DGCA એ 6 જુલાઈએ સ્પાઈસ જેટને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati