કોરોના વેક્સિન : જાણો અન્ય કોરોના રસીથી કેવી રીતે અલગ છે રશિયાની રસી Sputnik V

રશિયાની કોરોના રસી Sputnik V  ને  ભારતમાં કટોકટી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રથમ રસી હશે જે વિદેશી હશે. તો આવી જાણીએ કે આ રસી શું છે અને તે અન્ય બે રસીભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ થી કેવી રીતે અલગ છે.

કોરોના વેક્સિન : જાણો અન્ય કોરોના રસીથી કેવી રીતે અલગ છે રશિયાની રસી Sputnik V
રશિયાની કોરોના રસી Sputnik V ( File Photo)

ભારતમાં કોરોના રસીના ડોઝની અછત વચ્ચે રસી અંગેની વિષય નિષ્ણાત સમિતિ (એસઈસી) એ રશિયાની કોરોના રસી Sputnik V  ને  ભારતમાં કટોકટી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રથમ રસી હશે જે વિદેશી હશે. તો આવી જાણીએ કે આ રસી શું છે અને તે અન્ય બે રસીભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ થી કેવી રીતે અલગ છે.

ચાલો હવે સમજીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે? 

રશિયાની Sputnik V  રસી સામાન્ય શરદી પેદા કરનારા એડેનોવાયરસ પર આધારિત છે. આ કૃત્રિમ રસી કોરોના વાયરસમાં જોવા મળતા કાંટાદાર પ્રોટીનની નકલ કરે છે. જે આપણા શરીર પરનો પ્રથમ હુમલો છે. આ રસી શરીરમાં પહોંચતાંની સાથે જ શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ જાય છે અને આ રીતે આપણી અંદર એન્ટિબોડીઝ ઉત્પન્ન થાય છે. રસીમાં દાખલ કરાયેલ વાયરસ વાસ્તવિક નથી રિપોર્ટ પ્રમાણે, તેનાથી કોઈ ચેપ લાગવાનું જોખમ નથી.

ત્રણ રસી વચ્ચે શું તફાવત છે

હવે જો આપણે ભારતમાં આપવામાં આવતી બે રસી સાથે તેને સરખાવીએ તો ઘણા તફાવત છે. જેમાં ત્રીજા તબક્કાના પરિક્ષણમાં Sputnik V ની કાર્યક્ષમતા 91% જોવા મળી. જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડની કાર્યક્ષમતા બંને તુલનાત્મક રીતે ઓછી છે. ડોઝ આપવાના અંતર વિશે વાત કરતાં ત્રણેય રસી થોડા અઠવાડિયાના તફાવત પર આપવામાં આવે છે. આ સમય ત્રણેય માટે જુદો છે. જ્યારે એક સમાનતા એ છે કે ત્રણેયના બે ડોઝ લેવાના છે. આ ઉપરાંત Sputnik V માં બંને ડોઝનું ડ્રગ  અલગ અલગ છે. જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડના બંને ડોઝમાં એક જ ડ્રગ છે.

59 દેશોએ મંજૂરી આપી

રશિયા દ્વારા બનાવાયેલી  રસીને રશિયાએ બનાવેલા પ્રથમ ઉપગ્રહનું નામ  સ્પુટનિક વી  આપવામાં આવ્યું છે. આ એડેનોવાયરસ પર આધારિત એક રસી છે, જે રશિયામાં પણ મોટા પાયે આપવામાં આવી રહી છે. અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એમ પણ કહ્યું હતું કે તેમની બે પુત્રીમાંથી એકએ બંને રસીના ડોઝ લીધા છે અને તે સ્વસ્થ છે. આપણા દેશમાં જે રીતે તેના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે તે જ રીતે વિશ્વના 59 દેશોએ આ રસીને મંજૂરી આપી છે.

હાલ ભારતમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને રસી સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે ઉપલબ્ધ છે તેવા સમયે સ્પુટનિક વી રસીની કિંમત એક ડોઝની કિંમત 995 નક્કી કરવામાં આવી છે. તેમજ રસી ઓછા ખર્ચે ઉપલબ્ધ થાય તે માટે સ્પુટનિક વી રસીના 10 કરોડ ડોઝ ભારતમાં ડો.રેડ્ડી લેબોરેટરીમાં બનાવવાનો કરાર પણ કરવામાં આવ્યો છે.