તળાવોની સ્વચ્છતા જાળવવા આ એન્જિનિયરે નોકરી છોડી, જાણો PM મોદીએ જેની પ્રશંશા કરી તે રામવીર તંવર કોણ છે?

|

Oct 26, 2021 | 10:27 AM

મિકેનિકલ એન્જિનિયર રામવીર તંવરે કુદરતી જળ સંસાધનો બચાવવા વર્ષ 2018માં નોકરી છોડી દીધી હતી. આજે લોકો તેને 'પોન્ડ મેન ઓફ ઈન્ડિયા' (Pond Man Of India) તરીકે ઓળખે છે.

તળાવોની સ્વચ્છતા જાળવવા આ એન્જિનિયરે નોકરી છોડી, જાણો PM મોદીએ જેની પ્રશંશા કરી તે રામવીર તંવર કોણ છે?
Ramveer Tanwar (File Photo)

Follow us on

Uttar Pradesh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં એવા યુવાનોનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ સામાજિક હિતમાં અલગ રીતે કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના રામવીર તંવરને Pond Man ગણાવ્યા હતા અને તેના કામની પ્રશંશા કરી હતી. તમને જણાવી દઈએ કે રામવીર તળાવને પુનર્જીવિત કરવા અને સુંદર બનાવવા માટે છેલ્લા 6 વર્ષથી કામ કરી રહ્યા છે.

 

40 જેટલા તળાવોને રામવીરે નવું જીવન આપ્યું

અત્યાર સુધીમાં રામવીરે (Ramveer Tanwar) પોતાના પ્રયાસોથી ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, સહારનપુર, પલવલ, માનેસર અને દિલ્હીમાં 40 જેટલા તળાવોને નવું જીવન આપ્યું છે. તેમણે આ અભિયાન 2015થી શરૂ કર્યું હતું. રામવીર લોકોને તળાવો અને અન્ય કુદરતી જળ સ્ત્રોતોને બચાવવા માટે જાગૃત કરે છે. તળાવોની સ્વચ્છતા માટે રામવીર છેલ્લા છ વર્ષથી કાર્ય કરી રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

વર્ષ 2018માં તળાવોની સ્વચ્છતા માટે નોકરી છોડી દીધી

આ અભિયાનમાં તેમની સાથે 14 લોકોની ટીમ જોડાઈ છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર (Mechanical Engineer) રામવીર તંવરે કુદરતી જળ સંસાધનો બચાવવા 2018માં નોકરી છોડી દીધી હતી. હવે તેને ‘પોન્ડ મેન ઓફ ઈન્ડિયા’ (Pond Man Of India) તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ‘સેલ્ફી વિથ પોન્ડ’ અભિયાન શરૂ કર્યું, જેથી લોકો કુદરતી જળ સ્ત્રોતોના મહત્વ અને દુર્દશા વિશે જાગૃત થાય.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં રામવીર તંવરની પ્રશંસા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ (Man Ki Baat) કાર્યક્રમમાં રામવીર તંવરની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રામવીરને અન્ય લોકો માટે પ્રેરણારૂપ ગણાવ્યા. વડાપ્રધાન મોદીએ રામવીરની પ્રશંશા કરતા તે ખૂબ ખુશ છે. તેણે જણાવ્યુ હતુ કે વડાપ્રધાને તેમના કામની નોંધ લીધી છે. સાથે તેમણે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે. વધુમાં રામવીર તંવરે જણાવ્યુ કે,વડાપ્રધાને આ કામનો ઉલ્લેખ કરતા આ અભિયાનને વધુ વેગ મળશે.

 

 

આ પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પ્રભાકર સાઈલનો મોટો ખુલાસો, સંજય રાઉતે રાજ્ય સરકાર પાસે પ્રભાકરની સુરક્ષાની માગ કરી

 

આ પણ વાંચો : વારાણસીમાં PM મોદીની લોકોને ખાસ અપીલ, કહ્યું- લોકલ ચીજવસ્તુઓ જ ખરીદો, બધાની દિવાળી ખુશીઓથી ભરાઈ જશે

Published On - 8:13 pm, Mon, 25 October 21

Next Article