Eid Al Adha 2021 Date: જાણો ભારતમાં બકરી ઇદ ક્યારે ઉજવાશે?

|

Jul 19, 2021 | 4:45 PM

Bakrid 2021 Date: ઈદ ઈસ્લામ અથવા ચંદ્ર કેલેન્ડરના 12માં મહિનાની ધૂ અલ-હિજ્જાની 10મી તારીખે ઈદ અલ-અદહાની ઉજવણી કરવામાં આવે છે. તે વાર્ષિક હજ યાત્રાના અંતને દર્શાવે છે.

Eid Al Adha 2021 Date: જાણો ભારતમાં બકરી ઇદ ક્યારે ઉજવાશે?
File Image

Follow us on

ઈદ અલ-અદહા 2021 (Bakrid 2021) 21 જુલાઈએ ભારતમાં ઉજવાશે. જોકે સાઉદી અરેબિયામાં કે તે એક દિવસ અગાઉ 20 જુલાઈ, 2021ના ​​રોજ ઉજવવામાં આવશે. ઈદ અલ-અદહા અથવા બકરી ઈદ એ વિશ્વભરના મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવવામાં આવતો સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તેને ‘બલીનો તહેવાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અલ્લાહ પ્રત્યેની આજ્ઞાનું પાલન સાબિત કરવા માટે ઈબ્રાહિમ (અબ્રાહમ)ના પુત્ર ઈસ્માઈલની બલિદાન આપવાની તત્પરતાને યાદ કરવાનો દિવસ છે.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જો કે આવું થાય તે પહેલા પહેલા ભગવાને બલિદાન માટે એક ઘેટાની વ્યવસ્થા કરી. તેથી, આ તહેવારને ‘બકરી ઈદ’ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઈદ ઈસ્લામ અથવા ચંદ્ર કેલેન્ડરના 12માં મહિનાની ધૂ અલ-હિજ્જાની 10મી તારીખે ઈદ અલ-અદહાની ઉજવણી કરવામાં આવે છે. ઈદ કુર્બન અથવા કુર્બન બાયરામી તરીકે પણ ઓળખાય છે, તે વાર્ષિક હજ યાત્રાના અંતને દર્શાવે છે. આ વર્ષે ઝુલ હિજ્જા માટે અર્ધચંદ્રાકાર ચંદ્રનો નજારો 11 જુલાઈએ જમિઆત ઉલામા-એ-હિન્દ મુજબ થયો હતો.

 

 

એનો મતલબ કે બકરી ઈદ 21 જુલાઈએ ભારતમાં ઉજવાશે. સાઉદી અરેબિયામાં તે એક દિવસ અગાઉ 20 જુલાઈ 2021ના ​​રોજ ઉજવવામાં આવશે. ઈદ અલ-અદહા પર મુસ્લિમો અલ્લાહ પ્રત્યેની તેમની ભક્તિ અને પ્રેમને સાબિત કરવા પ્રાણી, સામાન્ય રીતે બકરી અથવા ઘેટાની બલી ચઢાવે છે. પરંપરા મુજબ તૈયાર માંસ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. એક ભાગ કુટુંબ, મિત્રો અને પડોશીઓ માટે છે, બીજો ભાગ ગરીબ લોકોમાં વહેંચવામાં આવે છે અને ત્રીજો ભાગ પરિવાર માટે અનામત છે.

 

 

‘બલિદાન’એ સમાજને પાછા આપવાના હેતુ માટે છે અને તે અલ્લાહ પ્રત્યેની ભક્તિનું પ્રતિક છે. આ શુભ દિવસે વિશ્વભરના મુસ્લિમો સૂર્યની ઝૂહર સમયની અંદર પ્રવેશતા પહેલા એક મસ્જિદમાં નમાઝ અદા કરે છે. જે મધ્યાહ્ન પ્રાર્થનાનો સમય છે. આ પછી ઈમામ દ્વારા ઉપદેશ આપવામાં આવે છે. પુરુષો, મહિલાઓ અને બાળકો તેમના મિત્રો અને કુટુંબને મળે છે અને સારા કપડા પહેરે છે, ત્યારે ઉત્સવની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. જોકે, ગયા વર્ષેની જેમ આ વર્ષે પણ કોરોનાના કારણે આ ઉજવણીમાં કેટલાક પ્રતિબંધો જોવા મળશે.

 

આ પણ વાંચો: Supreme court : હોસ્પિટલોને ફાયર સેફ્ટી માટે 2022 સુધીનો સમય આપતા, ગુજરાતને સુપ્રીમ કોર્ટની ફટકાર

Next Article