Pollution: ગાડીઓનાં હોર્નથી તમને જ નહીં વૃક્ષોને પણ થાય છે સમસ્યા, કાન નથી પણ આવી રીતે કરે છે અનુભવ

|

Feb 15, 2022 | 4:29 PM

Noise Pollution Effects On Plants: જેમ ધ્વનિ પ્રદૂષણ મનુષ્યને નુકસાન કરે છે, તેમ તે છોડ માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. તો જાણો કેવી રીતે નુકસાન કરે છે.

Pollution: ગાડીઓનાં હોર્નથી તમને જ નહીં વૃક્ષોને પણ થાય છે સમસ્યા, કાન નથી પણ આવી રીતે કરે છે અનુભવ
know how noise pollution effects plants and how plants feel noise check here all details(file Image)

Follow us on

તમે જ્યારે બહાર જઈ રહ્યા છો, તો ટ્રાફિક (Traffic In India) વધુ થવાની સાથે તમને મુશ્કેલી થાય છે. એક તો તમારો રસ્તો મુશ્કેલીથી ધીમે-ધીમે પૂરો થાય છે અને તેનાથી વધુ તમે ગાડીઓના અવાજ, હોર્નથી (Noise Pollution) પરેશાન થઈ જાવ છો. તે સમયે તમને ખબર પડે છે કે ધ્વનિ પ્રદૂષણ (Noise Pollution Effect On Plants) તમને મુશ્કેલીમાં મૂકે છે. તમે જાણો છો કે, તમે આ ધ્વનિ પ્રદૂષણથી તમે જ નહીં, વૃક્ષોને પણ પરેશાની થાય છે. વૃક્ષોને પણ ધ્વનિ પ્રદૂષણથી ઘણી તકલીફ થાય છે.

તમે વિચારતા જ હશો કે વૃક્ષો અને છોડને કાન ન હોવા છતાં તે કેવી રીતે તકલીફ થાય છે. તો આજે અમે તમને જણાવીએ કે, કેવી રીતે વૃક્ષો અને છોડને ધ્વનિ પ્રદૂષણ વિશે ખબર પડે છે અને તેના પર તેની શું અસર થાય છે. ઉપરાંત, તે છોડ માટે કેવી રીતે હાનિકારક છે. તો જાણી લો કે અવાજનું પ્રદૂષણ છોડ માટે કેટલું જોખમી છે…

છોડ કેવી રીતે ધ્વનિ પ્રદૂષણને સમજે છે ?

જર્નલ બેઝિક એન્ડ એપ્લાઇડ ઇકોલોજીમાં પ્રકાશિત એક સંશોધનના આધારે એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, છોડને કાન નથી હોતા, પરંતુ તેઓ અવાજનું પ્રદૂષણ અનુભવે છે. ટ્રાફિકના અવાજથી થતા સ્પંદનો પ્રત્યે તેમનો અંદરનો તણાવ એવી રીતે હોય છે, જેવી રીતે સૂકા દુકાળની સ્થિતિમાં અથવા જ્યારે જમીન પર ક્ષાર અથવા ભારે ધાતુ વધી જાય તેના જેવું જ છોડ અનુભવ કરે છે. જો કે, આ અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે છોડની કેટલીક પ્રજાતિઓએ આ ઘોંઘાટનો સામનો કરવા માટે મિકેનિઝમ વિકસાવી હશે, જોકે આ અંગે સંશોધન કરવાનું બાકી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શું થાય છે અસર

આ સંશોધનમાં એક પ્રકારના છોડને બે અલગ-અલગ વાતાવરણમાં ઉગાડવામાં આવ્યા હતા, જેમાં એક છોડને ટ્રાફિકના અવાજની વચ્ચે રાખવામાં આવ્યો હતો જ્યારે એક છોડને શાંત વાતાવરણમાં રાખવામાં આવ્યો હતો. આમાં, થોડા દિવસોના સંશોધન પછી, જાણવા મળ્યું કે છોડ પર તેની સીધી અસર જોવા મળી શકી હતી. વાસ્તવમાં, પ્લાન્ટમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને મેલોન્ડિઆલ્ડિહાઇડ જેવા રસાયણોની વધુ માત્રાની હાજરી છોડમાં તણાવ સૂચવે છે. વાસ્તવમાં, ઘોંઘાટની વચ્ચે ઉગતા છોડમાં પુષ્કળ પ્રમાણમાં મેલોન્ડિયાલ્ડાઇડ હતું, જે ધ્વનિ પ્રદૂષણને કારણે હતું.

આ ઉપરાંત અવાજમાં ઉગાડવામાં આવતા છોડમાં હોર્મોન્સની ઉણપ જોવા મળી હતી અને છોડના પાંદડાનું વજન પણ ઓછું જોવા મળ્યું હતું અને સાથે છોડ તણાવમાં પણ દેખાયો. આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે ધ્વનિ પ્રદૂષણની સીધી અસર ઝાડ અને છોડ પર થાય છે.

વનસ્પતિ જીવન સંતુલન પર સંશોધન કરી રહેલા મેલબોર્ન યુનિવર્સિટીના એક ડૉક્ટરે કહ્યું કે, છોડને સંગીતની ઉર્જા ખૂબ ગમે છે અને તેના કારણે છોડનો વિકાસ સામાન્ય કરતાં વધુ થાય છે. વર્ષ 2017માં પણ યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, સંગીત છોડને અસર કરે છે અને તે છોડમાં સંવેદના વિકસાવે છે. જેના દ્વારા તેઓ પાણી શોધવાનો પ્રયાસ કરે છે અને આ તેમની વૃદ્ધિને અસર કરે છે.

ધ્વનિ પ્રદૂષણને ઘટાડે છે

તમે જોયું જ હશે કે રસ્તાની બાજુમાં વૃક્ષો અને છોડ લગાવવામાં આવે છે, જેને ‘ગ્રીન મફલર’ કહેવામાં આવે છે. છોડ અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવાનું કામ કરે છે. ધ્વનિ અવરોધ તરીકે છોડનો ઉપયોગ કરવાનો એક ફાયદો એ છે કે છોડ પણ લોકોને પરેશાન કરતા ઉચ્ચ-આવર્તન અવાજોને સરળતાથી અવરોધે છે. પહોળા પાંદડાવાળા સદાબહાર નાના વૃક્ષો પણ ધ્વનિ પ્રદૂષણ સામે રક્ષણ આપે છે અને આ વૃક્ષોનું વાવેતર ખૂબ જ ફાયદાકારક છે. વૃક્ષો તેમની શાખાઓ અને પાંદડાઓ દ્વારા ધ્વનિ તરંગોને શોષી લે છે. આવી સ્થિતિમાં છોડ દ્વારા ધ્વનિ પ્રદૂષણની અસર ઓછી થાય છે.

આ પણ વાંચો: Delhi Air Pollution: દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ ફરી વધ્યું! આજે AQI 302 પર પહોંચ્યો

આ પણ વાંચો: Mumbai Air Pollution: મુંબઈનું પ્રદુષણ ભયજનક સ્તરે, મલાડમાં 436 એ પહોચ્યો AQI; ઘણા વિસ્તારોમાં છવાઈ ધૂળ અને ધુમ્મસ

Next Article