આઈએએસથી રેલવે મંત્રી બનનારા Ashwini Vaishnawનો ગુજરાત સાથે છે આ સંબંધ

વૈષણ્વ વાજપેયી સરકારમાં કામ કરી ચૂક્યા છે, 2003માં તેઓ PMOમાં ડેપ્યુટી સેક્રેટરી રહી ચૂક્યા છે. પરંતુ થોડા વર્ષો બાદ તેઓએ આઈએએસ પદથી રાજીનામુ આપી દીધુ હતું.

આઈએએસથી રેલવે મંત્રી બનનારા Ashwini Vaishnawનો ગુજરાત સાથે છે આ સંબંધ
Union Minister Ashwini vaishnaw (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 8:32 PM

મોદી સરકારમાં  દેશના નવા રેલવે મંત્રી તરીકે અશ્વિની વૈષ્ણવે (Ashwini vaishnaw) કાર્યભાર સંભાળ્યો છે. આ સાથે જ તેમણેઆઈટી મંત્રી તરીકે પણ ચાર્જ સંભાળ્યો. આપને જણાવી દઇએ કે અશ્નિની વૈષ્ણવ આઈએએસ ઓફિસર (IAS Officer) રહી ચૂક્યા છે.

 

કોણ છે અશ્વિની વૈષણ્વ?

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

51 વર્ષના અશ્વિની મૂળ રુપથી રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. આ સાથે જે તેઓ ઓડિશાથી રાજ્યસભાના સાંસદ છે. આપને જણાવી દઈએ કે અશ્નિની વૈષણ્વ 1994 બેચના આઈએએસ ઓડિશા  કેડરના આઈએએસ ઓફિસર હતા. ઉલ્લેખનીય છે કે વૈષણ્વ વાજપેયી સરકારમાં કામ કરી ચૂક્યા છે, 2003માં તેઓ PMOમાં ડેપ્યુટી સેક્રેટરી રહી ચૂક્યા છે. પરંતુ થોડા વર્ષો બાદ તેઓએ આઈએએસ પદથી રાજીનામુ આપી દીધુ હતું.

અશ્વિની વૈષ્ણવનો અભ્યાસ

તેમણે સ્કૂલ શિક્ષણ જોધપુરથી કર્યુ છે. સાથે જ તેઓએ ઈલેકટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઉપરાંત તેઓએ આઈઆઈટી કાનપુરથી MTech,Wharton School of the University of Pennsylvaniaથી MBAની ડીગ્રી પણ મેળવી છે.

 વૈષણ્વની કારકિર્દી

આપને જણાવી દઈએ કે મંત્રી વૈષ્ણવે ઓડિશા સરકારમાં કામ કર્યુ છે. આપને જણાવી દઈએ કે તેઓએ બાલાસોર અને કટકના કલેક્ટર તરીકે ફરજ નિભાવી છે. આ ઉપરાંત અટલ બિહારી વાજપેયીની સરકારમાં પીએમોમાં ડેપ્યુટી સેક્રેટરી રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે અટલ બિહારી વાજપેયીના પર્સનલ સેક્રેટરી તરીકે પણ કામ કર્યુ છે.

વૈષ્ણવે કાર્યકાળ દરમિયાન કર્યા અનેક મહત્વપૂર્ણ કામ

પૂર્વ આઈએએસ વૈષ્ણવના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક કામ વખાણાયા છે. પીપીઈ (Public Private partnership) ફ્રેમવર્કમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યુ છે. ઓડિશામાં આવેલા સુપર સાયક્લોન દરમિયાન તેમણે મહત્વપૂર્ણ કામ કર્યુ અને સાયક્લોન દરમિયાન તેમના કામથી અનેક લોકોના જીવ બચ્યા છે.

ગુજરાત સાથે પણ છે વૈષણ્વનો સંબંધ

2012માં વૈષ્ણવે Automotive componentsના ત્રણ મેન્યુફેક્ચરિંગ યૂનિટ સ્થાપ્યા છે. આ મેન્યુફેકચરિંગ યૂનિટ ગુજરાતમાં છે.

આ પણ વાંચો: Modi Cabinet Meeting: મોદી કેબીનેટનો કોરોનાને લઈ મોટો નિર્ણય, 23100 કરોડનાં ઈમરજન્સી હેલ્થ પેકેજની જાહેરાત કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">