AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેવી રીતે કરવામાં આવે છે એગ્ઝિટ પોલ, કેટલો થાય છે ખર્ચ જાણો પૂરી પ્રક્રિયા

આજે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ તમામ એજન્સીઓના એગ્ઝિટ પોલ આવી ગયા છે. આ એગ્ઝિટ પોલ માટે પણ ખુબ મોટો ખર્ચ થાય છે. જાણો કેવી રીતે એગ્ઝિટ પોલની પ્રક્રિયા હોય છે અને તેની પર કેટલો ખર્ચ આવે છે. એગ્ઝિટ પોલનો ખર્ચ સીધો સેમ્પલ સાઈઝ પર આધાર રાખે છે. જેટલું મોટું સેમ્પલ […]

કેવી રીતે કરવામાં આવે છે એગ્ઝિટ પોલ, કેટલો થાય છે ખર્ચ જાણો પૂરી પ્રક્રિયા
| Updated on: May 19, 2019 | 4:47 PM
Share

આજે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે જ તમામ એજન્સીઓના એગ્ઝિટ પોલ આવી ગયા છે. આ એગ્ઝિટ પોલ માટે પણ ખુબ મોટો ખર્ચ થાય છે. જાણો કેવી રીતે એગ્ઝિટ પોલની પ્રક્રિયા હોય છે અને તેની પર કેટલો ખર્ચ આવે છે.

એગ્ઝિટ પોલનો ખર્ચ સીધો સેમ્પલ સાઈઝ પર આધાર રાખે છે. જેટલું મોટું સેમ્પલ સાઈઝ હોય તેટલો વધારે ખર્ચ આવે છે. એગ્ઝિટ પોલ કરનારી એજન્સીઓ પ્રમાણે જો સેમ્પલ સાઈઝ 60 હજાર લોકોની છે તો તેની પર 3 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. ત્યારે 1 લાખ સેમ્પલ સાઈઝ પર 5 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. એક સેમ્પલ સાઈઝ પર લગભગ 500 રૂપિયા ખર્ચ આવે છે. કર્મચારીઓને ખાલી પ્રોજેક્ટના આધારે રાખવામાં આવે છે. કોઈ પણ કંપની તેમને માસિક વેતન પર રાખતી નથી.

મોટાથી લઈને નાના મીડિયા હાઉસ પણ કરે છે શેર

તમે જોયુ હશે કે એક એજન્સીનો એગ્ઝિટ પોલ અલગ અલગ ચેનલો કે અખબારોમાં જોવા મળે છે. કારણ કે તેનો ખર્ચ એક કંપની ઉઠાવી શકતી નથી, તેથી કોઈ નાની ચેનલ પણ મોટી ચેનલો અને સર્વે એજન્સીઓની સાથે મળીને તેનો ડેટા ઉપયોગ કરે છે.

કેવી રીતે થાય છે એગ્ઝિટ પોલ?

એગ્ઝિટ પોલ હંમેશા મતદાનના દિવસે જ થાય છે. બૂથ પર મતદાન કર્યા પછી મતદાતા જ્યારે બહાર આવે છે તો તેને ઘણાં પ્રશ્નો પૂછવામાં આવે છે અને મતદાતાના મિજાજને જાણવામાં આવે છે. જેનાથી એ જાણી શકાય કે મતદાતા કઈ પાર્ટીને કે કયા ઉમેદવારને તેમનો મત આપીને આવી રહ્યાં છે.

આ પણ વાંચો: જાણો ક્યારે કેટલા સફળ અને નિષ્ફળ રહ્યાં છે Exit Poll

મતદાનના દિવસે લીધેલા આંકડાઓનું વિશ્લેષણ કરીને ચૂંટણીના છેલ્લા દિવસે સાંજે એગ્ઝિટ પોલ બતાવવામાં આવે છે પણ જ્યારે મતદાન ઘણાં તબક્કામાં હોય તો છેલ્લા તબક્કા પછી એગ્ઝિટ પોલ બતાવવામાં આવે છે.

કયારે શુરૂ થયો એગ્ઝિટ પોલ?

એગ્ઝિટ પોલની શરૂઆત વર્ષ 1967માં નેધરલેન્ડના એક સમાજશાસ્ત્રી અને પૂર્વ રાજકીય માર્સેલ વાન ડેને તેમના દેશની ચૂંટણી દરમિયાન એગ્ઝિટ પોલ કર્યો હતો. તેવું પણ કહેવામાં આવે છે કે તે વર્ષે અમેરિકામાં એક રાજ્યની ચૂંટણી દરમિયાન પ્રથમવાર એગ્ઝિટ પોલ કરવામાં આવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">