કરન્સી નોટનો રોજબરોજ ઉપયોગ કરતા હશો, પરંતુ જાણો છો કે નોટ છાપવા અંગે નિર્ણય કોણ કરે છે?

|

Sep 29, 2021 | 8:06 PM

શું તમને લાગે છે કે સરકાર (Government) દ્વારા કોઈપણ સમયે નોટો છાપી શકાય છે, પરંતુ વાસ્તવિકમાં આવુ નથી. આ માટે સરકારે ઘણા નિયમોનું પાલન કરવું પડશે.

કરન્સી નોટનો રોજબરોજ ઉપયોગ કરતા હશો, પરંતુ જાણો છો કે નોટ છાપવા અંગે નિર્ણય કોણ કરે છે?
Notes (File Photo)

Follow us on

Knowledge: જ્યારે તમારી પાસે પૈસા ન હોય અથવા પૈસાની જરૂર હોય ત્યારે તમને થતુ હશે કે મની પ્રિન્ટિંગ મશીન (Money Printing System) હોય તો ટેન્શન ખતમ થઈ જાય. પરંતુ જે લોકો પાસે નોટ છાપવાનું મશીન છે તેઓ પણ આ કરી શકતા નથી. એટલે કે, ભારતીય રિઝર્વ બેંક અથવા ખુદ ભારત સરકાર પણ આ કરી શકતી નથી. સરકારે (Government) પણ ઘણા નિયમોને ધ્યાનમાં રાખીને નોટ છાપવાની હોય છે, ત્યારબાદ જ નોટો બજારમાં આવી શકે છે.

 

નોટો કોણ છાપે છે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને (Reserve Bank Of India) ભારતમાં નવી નોટ છાપવાનો અધિકાર છે. RBI એક રૂપિયા સિવાય તમામ નોટો છાપે છે, જ્યારે એક રૂપિયાની નોટ ભારત સરકાર દ્વારા છાપવામાં આવે છે. ખાસ વાત એ છે કે RBI 10 હજાર રૂપિયા સુધીની નોટો છાપી શકે છે અને તેનાથી મોટી નોટ છાપવા માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડે છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

કેટલી નોટો છાપવી તેનો નિર્ણય કોણ કરે છે?

RBI ઘણા પરિણામોને ધ્યાનમાં રાખીને કેટલી નોટો છાપવાની જરૂર છે તે નક્કી કરે છે અને બાદમાં આ માટે સરકાર પાસેથી મંજૂરી લેવામાં આવે છે. સરકારની પરવાનગીના આધારે અંતિમ નિર્ણય (Final decision) લેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં અંતિમ નિર્ણય સરકારનો છે.

 

નોટ ક્યારે છાપવામાં આવે છે?

એવું નથી કે જ્યારે પણ દેશમાં ગરીબી નાબૂદ કરવી હોય ત્યારે નવી નોટો છાપવામાં આવે. ભલે સરકારને નોટો છાપવાનો અધિકાર હોય, પરંતુ એવું નથી કે ગમે તેટલી નોટો છાપવામાં આવે. આમ કરવાથી અર્થવ્યવસ્થા (Economy) ખોરવાઈ જશે. જેને કારણે ચલણનું મૂલ્ય પણ ઘટે છે અને ફુગાવાનો દર પણ નોંધપાત્ર રીતે વધતો જોવા મળે છે.

 

નવી નોટ કયા આધારે છાપવામાં આવે છે?

સરકાર અને આરબીઆઈ જીડીપી, વિકાસ દર, રાજકોષીય ખાધ વગેરેના આધારે નક્કી કરે છે કે કેટલો વધારો કરવો જોઈએ. વર્ષ 1956થી રિઝર્વ બેંક ચલણી નોટો છાપવા માટે ‘મિનિમમ રિઝર્વ સિસ્ટમ’ નો (Minimum Reserve System) અમલ કરે છે. આ નિયમ મુજબ ચલણી નોટ છાપવા સામે હંમેશા 200 કરોડ રૂપિયાનું ન્યૂનતમ અનામત રાખવું જરૂરી છે. આ પછી જ રિઝર્વ બેંક ચલણી નોટો છાપી શકે છે.

 

આ પણ વાંચો: ભાજપે કન્હૈયા કુમારને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી, કહ્યુ “ભારત તેરે ટુકડે હોંગે” આ કોંગ્રેસનું નવુ સ્લોગન !

 

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો ખેડૂતોને લઇને શું છે એજન્ડા ? કૃષિકાયદાનો કેમ વિરોધ ? ખેડૂતોના નામે દેશને આર્થિક નુકસાન ?

Next Article